ભરૂચ જીલ્લા સાંસદ મનસુખ વસાવા એ : ઉમલ્લા થી પાણેથા નો રસ્તો ખૂબ જ મોટા પ્રમાણમાં તૂટી ગયો છે તેની મુલાકાત લીધી

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

(Mansukh vasava) : ભરૂચ : ઉમલ્લા થી પાણેથા નો રસ્તો ખૂબ જ મોટા પ્રમાણમાં તૂટી ગયો છે તથા મોટા મોટા ખાડાઓ પડી ગયા છે, લોકોને અવર-જવર કરવામાં ખૂબ જ મુશ્કેલીઓ પડે છે. ૩૦-૦૮-૨૦૨૦ ના રોજ ભરૂચ જીલ્લા સાંસદ મનસુખ વસાવા (Mansukh Vasava) એ  આ રસ્તાની નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી ધારીખેડા સુગરના ચેરમેન ઘનશ્યામભાઇ પટેલ (Ghanshyam patel) તથા નાંદોદ તાલુકાના પ્રમુખ અરવિંદભાઈ પટેલ સાથે મુલાકાત લીધી. સ્થાનિક લોકોની રજૂઆત છે કે ચોમાસામાં રેતીના ભારે વાહનનો બંધ થવા જોઈએ અને તાત્કાલિક રસ્તાઓના ખાડાઓ પુરાવવા જોઈએ. આ સ્થાનિક લોકોની રજૂઆત ખૂબ જ વ્યાજબી છે તેમ સાંસદ ને લગતા, સાંસદ મનસુખ વસાવા એ જણાવ્યું કે હું કાર્યપાલક ઈજનેર તથા આર.ટી.ઓ.ના અધિકારીઓનું ધ્યાન દોરીશ તથા લોકોની પડતી મુશ્કેલીઓને દૂર કરીશું.

ભરૂચ


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •