ભરૂચ:ઝગડીયા તાલુકામાં થી સ્ટેચ્યુ ઓફ યુનિટી ને જોડતો માર્ગ ઓવર લોડ વાહનો થી બિસ્માર સ્થિતિમાં

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

ભરૂચ: જીલ્લામાં આવેલા ઝગડિયા તાલુકા માંથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનો માર્ગ છે. ઝગડીયા તાલુકો ખનીજ સભર વિસ્તાર છે. અહિયાં પત્થર, કોલસો, રેતીની અઢળક ખાણો આવેલી છે તેમજ સ્ટોન ક્રસાો પણ ઘણી છે.

હજારો ઓવર લોડ ડમ્પર, હાઈવા અને ટ્રકો અહિયાથી દિવસ દરમિયાન પસાર થાય છે. જેના કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનો માર્ગ બિસ્માર હાલત માં પોહચી ગયો છે. ભરૂચ જીલ્લા વહીવટી તંત્ર ની આંખોની સામેજ ખનીજ આ બધું ચાલી રહ્યું છે પરંતુ તાંત્ર હજીપણ ઊંઘમાં છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ઉમલ્લાથી ઝઘડીયા સુધીનો સ્ટેચ્યુ ઓફ યુનિટી ને જોડતો માર્ગ પર ઠેર-ઠેર ખાડા ખાબોચિયા થઈ ગયા હોવાથી, ભારદ્વારી વાહનોની સતત અવરજવરના પગલે રાત-દિવસ વારંવાર ડસ્ટ ઉડતો હોવાથી રીતસર ધુમ્મસ ફેલાયુ તેવો માહોલ ઉભો થાયછે, અવર જવાર કરનાર મુસાફરોને ભારે હાલાકી વેઠવી પડે છે જ્યારે આ માર્ગ પર દિવસ દરમ્યાન હજારોની સંખ્યામાં લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસ, ઘંઘા તેમજ નોકરી અર્થે જવું પડે છે જેથી આવા ખરાબ રસ્તા ના કારણે આર્થિક રીતે પણ ભારે તકલીફ પડી રહી છે. હવે ચોમાસું ચાલુ થયું છે ત્યારે તકલીફો વધી છે.

આ માર્ગ પર ઝગડિયા, કરાળ, વાઘપરા, સીમાંધારા, ખાલોડી, રાજપારડી, સારસા, હરિપરા, ઉમલ્લા, જેવા અનેક ગામોનો સમાવેશ થાય છે આ તમામ ગામના આગેવાનો તેમજ ગ્રામજનો માં ચર્ચાનો વિસય બન્યો છે કે  આ રસ્તો આજથી વર્ષો પહેલાં પાસ થઈ ગયો છે છતાં આ રસ્તો કેમ બનાવવામાં આવતો નથી સા માટે આ રસ્તાને દર વર્ષે ડામર નાખી કામ પુર્ણ કરી દેવા માંગે છે આવી વાતો સ્થાનિક લોકોમાં મુખે ચર્ચાઈ રહી છે.


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •