આદિવાસી એકતા પરિષદ નર્મદાએ યુનો સંઘ દ્વારા જાહેર કરેલા આદિવાસી અધિકાર દિવસ ઉજવ્યો

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

આદિવાસી એકતા પરિષદ નર્મદાએ ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૧ ના ​દિવસને યુનો સંઘ દ્વારા જાહેર કરેલા આદિવાસી અધિકાર દિવસ ઉજવ્યો હતો.જેમાં આદિવાસી એકતા પરિષદ ગુજરાતના સંયોજક ડો.શાંતિકર વસાવા, નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ અને પાલિકા સદસ્ય ભરત વસાવા સહીત સદસ્યોએ નર્મદા કલેક્ટર,જીલ્લા વિકાસ અધિકારી (DDO),મામલતદાર અને જીલ્લા પ્રમુખ જેવા વહીવટી અધિકારીઓ સાથે બેઠક કરી હતી.યુનોએ જાહેર કરેલા આદિવાસી અધિકારોની ઘોષણાની નકલ સુપરત કરી વિશ્વના આદિવાસીઓને આ અધિકારો કેવી રીતે આપવામાં આવ્યા છે તેની ચર્ચા કરવામાં આવી હતી.ડો.શાંતિકર વસાવાએ જણાવ્યું હતું કે આદિવાસી એકતા પરિષદ નર્મદાએ ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૧ ના ​​રોજ યુનો સંઘ દ્વારા જાહેર કરેલા આદિવાસી અધિકાર દિવસ પ્રસંગે કલેક્ટર,જીલ્લા વિકાસ અધિકારી (DDO), મામલતદાર અને જીલ્લા પ્રમુખ જેવા વહીવટી અધિકારીઓ સાથે સારી બેઠક કરી હતી અને દરેકને યુનોએ જાહેર કરેલા આદિવાસી અધિકારોની ઘોષણાની નકલ રજૂ કરવામાં આવી હતી.

આ સાથે યુએન દ્વારા વિશ્વના આદિવાસીઓને આ અધિકારો કેવી રીતે આપવામાં આવ્યા છે, તેની ચર્ચા કરવામાં આવી હતી.જેવા કે ૯ ઓગસ્ટ ૧૯૮૨ ના રોજ યુનો વર્કિંગ કમિટી દ્વારા વિશ્વના આદિવાસીઓ પર પ્રથમ વખત ચર્ચા કરવામાં આવી હતી.૧૯૯૨ માં બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં પ્રથમ પૃથ્વી સમિટ કાઉન્સિલમાં, વિશ્વનાલગભગ ૪૦૦ વિચારકો,વૈજ્ઞાનિકો બુદ્ધિજીવીઓના  સાથે મળીને નક્કી કર્યું કે જો આ પ્રકૃતિને બચાવવી હોય તો આદિવાસી રિવાજો,સંસ્કૃતિ, જીવન મૂલ્યને બચાવવા પડશે.૧૯૯૪ માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ૯ ઓગસ્ટ  ને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી.

વર્ષ ૨૦૦૨ માં યુનાઈટેડ નેશન્સની સામાન્ય સભાએ આદિવાસીઓ માટે એક અલગ સમિતિ બનાવી, જેને યુએન પરમેનન્ટ ફોરમ ફોર ધ ઈન્ડિજિનસ પીપલ નામ આપવામાં આવ્યું.૧૩ સપ્ટેમ્બર ૨૦૦૭ ના રોજ યુનાઈટેડ નેશન્સ દ્વારા આદિવાસીઓના જીવન મૂલ્યો,સંસ્કૃતિ અને પરંપરાઓને બચાવવા માટે આદિવાસીઓના અધિકારો જાહેર કરવામાં આવ્યા હતા.જેને સમગ્ર વિશ્વના આદિવાસીઓ દ્વારા આદિવાસી અધિકાર ઘોષણા દિવસ તરીકે ઉજવવામાં આવે છે એમ જણાવ્યું હતું.

Source:


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •