ટ્રાઈબલ યુનિવર્સિટીના કુલપતિના વરદ હસ્તે થયુ ”મોલહોબાઈ” પુસ્તકનું લોકાર્પણ

SHARE WITH LOVE

નર્મદાના ડૉ.જિતેન્દ્ર વસાવા દ્વારા સંપાદિત સંશોધિત “મોલહોબાય ગિંબદેવ” પુસ્તક દેહવાલિ ભિલી પૂરાકથાનું બહુભાષિક પુસ્તક નું લોકાર્પણ થયું.

સાગબારા તાલુકાના મહુપાડા ગામે ગુજરાત રાજ્યના ચૂંટણી કમિશનર, આદિજાતિ વિભાગના સચિવ અને ટ્રાઇબલ યુનિવર્સિટીના કુલપતિના વરદ હસ્તે મોલહોબાય પુસ્તકનુ વિમોચનકરવામાં આવ્યું હતું 

મોલહોબાય પુસ્તકના વિમોચન પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ સંજય પ્રસાદ,ગુજરાત રાજ્ય ચૂંટણી કમિશનરશ ડૉ. મુરલી ક્રિષ્ના,આદિજાતિ વિભાગના સચિવ અને ડો.પ્રો. મધુકર પાડવી ટ્રાઇબલ યુનિવર્સિટીના કુલપતિના વરદ હસ્તે “મોલહોબાય ગિંબદેવ” પુસ્તકનો લોકાર્પણ કાર્યક્રમ થયો હતો.ડૉ.જિતેન્દ્ર વસાવા દ્વારા સંપાદિત સંશોધિત “મોલહોબાય ગિંબદેવ” પુસ્તક દેહવાલિ ભિલી પૂરાકથાનું બહુભાષિક  પુસ્તક છે.આ પ્રસંગે આદિવાસી સુપ્રસિદ્ધ કલાકાર રાયસિંગ મામા,સિવરામ મામા,નમુ રોડાલી કલાકાર,જગન નાઈક (આદિવાસી ગીતકાર), કાંતિલાલ વસાવા (આદિવાસી ચિત્રકાર) આ સર્વને સન્માનપત્ર અને સાલ ઓઢાડીરોકડ પુરષ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા. આ પ્રસંગે ચૂંટણી કમિશનના નાયબ સચિવ, પ્રાંત અધિકારી,મામલતદાર સાગબારા,અશોક ચૌધરી, અમરસિંહ ચૌધરી,દિલીપ ગામીત,ઉપલ ચૌધરી, લાલસિંગ ગામીત,ડૉ.ભાનુબેન વસાવા, ડૉ.અસ્વિન વસાવા,ડૉ.નીતિન ચૌધરી,અમિત ચૌધરી,પ્રતાપ વસાવા, ડૉ.શાંતિકર વસાવા,ડૉ.દયારામ વસાવા,ગૌતમ વસાવા, નાનસિંગ વસાવા,ભીખાભાઈ તડવી, રમેશ તડવી,અનિલ વસાવા,ફુલસિંગ વસાવા,સદાનંદ વલવી,ઠાકોરભાઈ ચૌધરી,અનુપમા ચૌધરી,મહેશભાઈ વસાવા,મંગુભાઈ વસાવા વગેરે તથા આસપાસના ગામનાં આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.આ કાર્યક્રમનું સુત્રસંચાલન ડૉ.આનંદ વસાવા દ્વારા કરવામા આવ્યું હતુ.

Source:


SHARE WITH LOVE