દેડીયાપાડા પેટ્રોલ પંપ ના કેશિયર પાસે થી 8 લાખ ની લૂંટના આરોપી ઝડપાયા

SHARE WITH LOVE
 • 95
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  95
  Shares

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે 27 ઓક્ટોમ્બર ના રોજ આજે લગભગ સવારે 10 વાગે ડેડીયાપાડા તાલુકા ના ચીકદા ગામ પાસે આવેલા એસ્સાર પેટ્રોલ પંપ ના એક કર્મચારી અમરસિંગ લગભગ આઠ લાખ રૂપિયા ની રોકડ રકમ લઈ બેંક માં ભરવા જતો હતો ત્યારે નજીક માં 2 અજાણ્યા બાઈક સવારો એ તેનો પીછો કરી પાછળ થી હોકી મારી પેટ્રોલ પંપ ના કેશિયર અમરસિંગ ને બાઈક ઉપર થી નીચે પાડી હોકી ના માથા માં ફટકા મારી લોહી લુહાન કરી રૂપિયા ની બેગ માંથી 8 લાખ રોકડા રૂપિયા લઈ બંને બાઈક સવારો ફરાર થઈ ગયા હતા આ મામલે ડેડીયાપાડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવા પામી હતી


સમગ્ર ધટના બાદ નર્મદા એસ પી હિમકરસિંહ એ નર્મદા lcb પોલીસ અને ડેડીયાપાડા પોલીસને આ લૂંટ નો ભેદ ઉકેલવા સૂચના આપતા જ નર્મદા એલ .સી. બી .પી આઈ. અલ્પેશ પટેલ અને પી. એસ .આઈ .સી એમ ગામીત અને ડેડીયાપાડા પોલીસ સ્ટેશન ના પી એસ આઈ ડામોર એ ટિમો બનવી ને ગણતરી ના દિવસો માં નર્મદા અને મહારાષ્ટ્ર રાજ્ય ના મુલગી ગામે થી આ બનાવ ના 5 આરોપી ઓને ઝડપી પડ્યા હતા આરોપી 8 લાખ 7 હજાર માંથી દોઢ લાખ ની પલ્સર બાઇક ખરીદી હતી તે બાઇક અને બાકીનની 4 લાખ 68 હજાર રોકડ રકમ સાથે પકડી પડ્યા છે જે હાલ પલ્સર બાઈક પણ જપ્ત કરી લીધી છે

જયારે આ આરોપીયો એ અમુક રકમ જમીન માં દાટી દીધી હતી જયારે અમુક રકમ આરોપીઓએ પોત પોતાના ઘરે રાખી હતી જે પણ નર્મદા પોલીસે કબ્જે કરી છે જોકે 5 આરોપીમાં થી એક આરોપી કે જે મુખ્ય સૂત્રધાર હતો તે નર્મદા જિલ્લાના અજયભાઇ મનજીભાઇ વસાવા જે જરગામ નર્મદા જિલ્લાનો રહેવાસી છે જયારે 4 આરોપી મહારાષ્ટ્ર ના મુલગી ગામના રહેવાસી છે આ લોકો એ પેહલા તો બે મહિના થી રેકી કરી કરી હતી જેમાં કેવી ઈરતે જાય છે કાયા રસ્તા પાર થી જાય છે તમામ ની રેકી કરી હતી જેમાં અમરસીંગ વસાવા કે જેઓ પેટ્રોલપમ્પ પાર કેશિયર ની નોકરી કરે છે તે ઉપરપાડા બેન્ક માં પેટ્રોલપમ્પની કેશ જમા કરાવવા જતા હતા ત્યારે તેની પાસેથી 8 લાખ 8 હજાર ની લૂંટ કરી હતી જેના 5 આરોપી ની ધરપકડ નર્મદા પોલીસે કરી છે અને હાલ તેમના 10 દિવસના રિમાન્ડ ની માંગ કરી છે આ 5 આરોપીમાંથી સુભાષભાઈ વસાવા કે જે ની વિરુદ્ધમાં પ્રોહિબિશન નો ગુન્હો પણ ડેડીયાપાડા પોલીસ સ્ટેશન માં પેહલા નોંધાયા છે

આ ગુન્હા ના આરોપીઓ પાસે થી ઝબ્બે કરવામાં આવેલ રકમ

સુભાષ વસાવા પાસે થી 1 લાખ 78 હજાર

અજય વસાવા પાસે થી 78 હજાર 800

રવિન્દ્ર પાડવી પાસે થી 1 લાખ 50 હજાર

મોતીલાલ ઉર્ફે મોન્ટુ પાડવી પાસે થી 70 હજાર અને પલ્સર મોટર સાઈકલ

ઉમેદસિંગ પાડવી 1 લાખ 40 હજાર અને પલ્સર મોટર સાઇકલ 

Source:


SHARE WITH LOVE
 • 95
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  95
  Shares