નેત્રંગ – ડેડીયાપાડા હાઈવે ઉપર ગાબડાઓનું સામ્રાજ્ય : સામાન્ય વરસાદમાં રોડ ધોવાતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

હાઈવે ઓથોરીટી વિભાગ એજન્સીને નોટીસ આપી માને છે સંતોષ.

નેત્રંગથી ડેડીયાપાડા હાઈવેની ઉપર સામાન્ય વરસાદ પડતાં રસ્તો ધોવાય જતા ગાબડાઓ પડી ગયા છે.આ ગાબડા રીપેર કરવામાં આવતા નથી કે તેમાં કઈ નાખવામાં પણ નથી આવતું.અગાવ રસ્તો રીપેર કરવા ધારદાર કપચા નાખવામાં આવતા વાહનોના ટાયર કપાય જતા હતા અને ફાટવાના બનાવ બનતા હતા.અત્યારે ખાડામાં વાહન પડતા ભારે નુકસાનની ભોગ બનવું પડે છે. ખાડાથી બચવા વાહન કોઈપણ બાજુ લેવા જાય તો અકસ્માતનો ભય રહે છે.કેટલાય ટુ વિલ ચાલકો ખાડામાં પડતા પાછળ બેસેલા ઉછળીને નીચે રોડ પર પટકાય છે ત્યારે શરીરે ખોડખાંપણ આવી જાય છે .અગાવ કેટલીયે વાર લોકોએ રજૂઆતો કરી હોવા છતાં માર્ગ અને મકાન વિભાગની ઊંઘ ઊડતી નથી જેનો ભોગ લોકો બની રહ્યા છે.

અંકલેશ્વરથી બુરહાનપુર જતો હાઇવે નેત્રંગથી ડેડીયાપાડા 753 B હાઈવેને જાણે કોઈનું ગ્રહણ લાગ્યું હોય એમ લાગી રહ્યું છે.નેત્રંગથી ડેડીયાપાડા ૨૫ કિમીના રસ્તામાં ૨૫૦ થી વધુ મોટા મોટા ગાબડાઓ પડી ગયા છે.આ કરોડો રૂપિયાના ખર્ચે બનેલા રસ્તાની ત્રણ વરસની મરામતની જવાબદારી એજન્સીની હોય છે. તેમ છતાં આટલો રસ્તો ખરાબ થવા છતાં એજન્સી દ્વારા રસ્તો રીપેર કરવામાં આવતો નથી અને જ્યારે રીપેર કરે છે તો યોગ્ય રીતે મરામત નહિ થતી હોવાથી આગળ રીપેર થતું હોય તો પાછળ ફરી કાંકરા છૂટા પડી ગયા હોય છે.

આટલી ખરાબ પરિસ્થિતિ રસ્તાની થઈ હોવા છતાં હાઇવે ઓથોરીટીના માર્ગ અને મકાન વિભાગ દ્વારા સબ કોન્ટ્રાક્ટરને માત્ર નોટીસ આપવાનો ડહોળો કરાઈ છે પરંતુ યોગ્ય કામગીરી કરાવામાં નહિ આવતી હોવાની બુમો વાહન ચાલકોમાંથી પડી રહી છે .સામાન્ય વરસાદમાં આ રસ્તાનું ધોવાણ થઈ જતું હોય તો ભારે વરસાદ પડે તો આ રસ્તાની શુ હાલત થાય એ એક યક્ષપ્રશ્ન છે.સત્વરે માર્ગ અને મકાન વિભાગ આ રસ્તાનું યોગ્ય સમારકામ કરાવે તેવી લોક માંગણી છે.

નેત્રંગ ડેડીયાપાડા રસ્તા ઉપર ખાડાઓ પડી ગયા છે.એ બાબતે અગાવ એજન્સીને નોટીસ પણ આપવામાં આવી છે.આ રસ્તાનું સમારકામ અમે એજન્સીને જાણ કરી ત્રણ દિવસમાં કરાવી દઈશું.અમારા ધ્યાનમાં છે જ વહેલી તકે રીપેરીંગ કરવામાં આવશે તેમ એન.એચ.માર્ગ અને મકાન વિભાગ ડીઈના એન.કે.વાંછાણીએ જણાવ્યું હતું.

Source:


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •