રાજપીપળા : નર્મદાના ભાદરવાદેવ ખાતે આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતો કાર્તિકી પૂનમનો ભાતીગળ મેળો યોજાયો.

SHARE WITH LOVE

નર્મદા જિલ્લામાં આદિવાસીઓના સૌથી મોટા ગણાતા ભાદરવાના મેળામાં આજે કાર્તિકી પૂનમે શ્રધ્ધાનો ભક્તિસાગર લહેરાયો હતો. આદિવાસી સંસ્કૃતિના સુભગ દર્શન કરાવતા કાર્તિકી પૂનમે ભાથુજીદાદાની ટેકરી પર આવેલ મંદિરે કાર્તિકી પૂનમનો ભવ્ય મેળો ભરાયો હતો. જોકે કોરોનાને કારણે મેળા પર પ્રતિબંધ હોવા છતાં આદિવાસીઓની ભાથુજી દાદા પ્રત્યેની અગાઢ શ્રદ્ધા તેમને કાર્તિકી પૂનમે ભાદરવા દેવના મંદીરે દર્શન માટે ખેંચી લાવી હતી.

આજે હજારો શ્રધ્ધાળુઓએ નર્મદામાં ડૂબકી લગાવી નર્મદા સ્નાન કરી ધન્યતા અનુભવી હતી. કાર્તિકી પૂનમે નર્મદા સ્નાનનું વિશેષ ધાર્મિક મહત્વ હોવાથી લોકો ખાસ નર્મદા સ્નાન કરવા આવ્યા હતા, ગઈ રાતથી ભાદરવા પહોચી ગયેલા આદિવાસીઓએ આજે વહેલી સવારે ગોરા પુલ નીચે
આવેલ નર્મદા નદીમાં પવિત્ર નર્મદા સ્નાન કરીને ભાથુજી દાદાના દર્શન કરી પોતાની બાધા આખરી માનતા પૂરી કરી હતી. ગઇકાલથી શરૂ થયેલા જવારા સ્થાપનમાં બે દિવસમાં આજે કુલ 1000 થી વધુ બાધાના, ખુશીના જવારાઓનુ વિધિવત સ્થાપન મંદિરમાં કર્યુ હતુ. અહી બાધાના અને ખુશીના જવારાના સ્થાપનનું વિશેષ મહત્વછે. અહી મેળામાં આદિવાસી શ્રધ્ધાળુઓ માથે જવારાના ટોપલા લઇને પોતાની બાધા પુરી કરવા આવે છે.

૩ ફૂટની ઉચાઇએ આવેલા ભાદરવા ટેકરી પર ભાથુજી દાદાના દર્શન કરવા અને પોતાની બાધા આખરી માનતા પૂરી કરવા લાખોની સંખ્યામાં આદિવાસી શ્રધ્ધાળુઓના પગપાળા સંઘો દ્વારા માનવ મહેરામણ લાંબી લાંબી કતારોમા ઉમટી પડ્યો હતો. વહેલી સવારથી ઢોલ નગારા વગાડતા કાગળના ઘોડા સાથે નાચગાન કરતા ભાદરવા આવી પહોચ્યા હતા.

વહેલી સવારે પૂનમે નર્મદા સ્નાન કરી ભાથીજી દાદાના મંદિરે માથા ટેકી સફેદ કાપડનો શણગારેલો ઘોડો પ્રસાદ, નાળીયેર વગેરે ચડાવી પોતાની બાધા આખરી માનતા પૂરી કરી હતી. બાધાના તેમજ ખુશીના જવારા ચઢાવી ભાથીજી દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

આજે દેવદિવાળી પણ હોવાથી આદિવાસીઓ અહી ભારે શ્રધ્ધા અને ભક્તિભાવ પૂર્વક અહી માટીના ઘોડા ખરીદી ભાથુજી દાદાના મંદિરે ઘોડો ચડાવી પોતાની બાધા પુરી કરવાની માન્યતા હોઈ દેવદિવાળીએ માટીના ઘોડા દાદાને અર્પણ કર્યા હતા. અહી આદિવાસીઓ ઘોડાને દેવ તરીકે પુજે છે તેથી કાગળનો ઘોડો બનાવીને તો કેટલાક માટીના ઘોડા ખરીદી ભગવનને અર્પણ કરે છે. આજે દેવદિવાળીએ અસંખ્ય ઘોડા દેવને ચઢાવાયા હતા. અહી ભાથુજી દાદા પ્રત્યેની અગાધ શ્રધ્ધાના દર્શન અભિભૂત થયા હતા.

Source:


SHARE WITH LOVE