વાંકલ કોવીડકેર સેન્ટરમાં કેબીનેટ મંત્રી ગણપતસિંહ વસાવાએ કોરોના વોરિયર્સ નુ સન્માન કર્યું.

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવા : દેશમાં વૈશ્વિક મહામારીકોરોના નુ સંકર્મણ સતત વધી રહ્યું હતું ત્યારે પોતાની પરવાહ કર્યા વિના દર્દીઓની સેવામાં લાગી ગયા તેવા કોરોના વોરિયર ડોક્ટર,સ્ટાફનર્સ,સફાઈ કામદારોને લાખ લાખ અભિનંદન.

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે આવેલ કોવીડકેર સેન્ટરમાં ફરજ બજાવતા વાંકલ પી.એચ.સી ના ડો.ઝંખનાબેન રાઠોડ, કોરોના વોરિયર્સ બે ફિઝિશયન ડોક્ટર,નવ મેડિકલ ઓફિસરો,19 જેટલી સ્ટાફનર્સ,લેબ ટેક્નિશયન,ફાર્માસિસ્ટ,25 સફાઈ કામદારો,તાલુકા પંચાયત નો સ્ટાફ, આઈ.ટી.આઈ સ્ટાફ, સિક્યુરિટીગાર્ડ, એમ્બયુલન્સના ડ્રાઇવરનુ સન્માન કેબિનેટમંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે કરવામાં આવ્યું.કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યુ કે કોવીડકેર હોસ્પીટલ તબીબો ની સરહાનીય કામગીરી ને બિરદાવી હતી, અભિનંદન આપી તેમની કામગીરીને ઈશ્વરીયકાર્ય સાથે સરખાવી હતી.

વાંકલ ના સરપંચ ભરત વસાવા,ડૉ.યુવરાજસિંહ સોનારીયા,અધ્યક્ષ મહાવીરસિંહ,ઉપપ્રમુખ ભરત પટેલ,સાંઈયુવક મંડળ ના યુવાનો ને સેવા આપવા બદલ આભાર માન્યો હતો.મહામંત્રી દીપકભાઈ વસાવાએ કહ્યુકે દેવદૂત સમાન ડોકટરોએ દર્દીઓ ને સ્વસ્થ કર્યા, સ્ટાફનર્સ, સફાઈ કામદારોનો આભાર માન્યો હતો.

આ તકે ગણપતસિંહ વસાવા,માંગરોળ તાલુકા પંચાયત પ્રમુખ ચંદનબેન ગામીત,ઉપપ્રમુખ ભરતભાઈ પટેલ,સુરત ડિસ્ટ્રિક્ટ બેન્કના દિલીપસિંહ રાઠોડ સહિત તાલુકા પંચાયત સ્ટાફ તેમજ મેડિકલ સ્ટાફ,સફાઈ કામદારો હાજર રહ્યા હતા.સમગ્ર કાર્યક્મ નુ સંચાલન ધર્મેન્દ્રસિંહ સોલંકીએ કર્યું હતું.

Source:


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •