રાજ્યસભા ચૂંટણી ટેકો આપવા BTP એ આદિવાસીના પ્રશ્નો મુદ્દે સરકારનું નાક દબાવ્યું

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

 • રાજ્ય સરકારે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ફેન્સિંગ અટકાવ્યું
 • ભાજપ ભલે દાવો કરે પણ એ ભાજપ-કોંગ્રેસ બંન્નેને કોણીયે ગોળ લગાડ્યો છે

ગાંધીનગર. રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણીમાં એક એક મત અંકે કરવા ભાજપ-કોંગ્રેસ કમરકસી રહ્યા છે ત્યારે બે મત ધરાવતા બીટીપીના મત પણ બાજી બદલી શકે છે. આ તક જોઇને બીટીપીએ સરકારનું નાક દબાવ્યું છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તાજેતરમાં જે પરિસ્થિતિ સર્જાઇ તેમાં જવાબદાર અધિકારીઓ સામે પગલા ભરવાની માગ કરી છે. બીજીબાજું, કોંગ્રેસને પણ આશા છે કે બીટીપી તેને મત આપશે. એકંદરે બીટીપીએ રાજ્યસભાના મતને લઇને ભાજપ-કોંગ્રેસ બંન્નેને કોણીએ ગોળ લગાડયો છે. ઉલ્લેખનીય છે કે,બીટીપી પાસે બે ધારાસભ્યના બે મત છે.

રાજ્યસભામાં BTPના 2 મત કઇ રીતે મહત્ત્વના?

અત્યારે વિધાનસભામાં 172 ધારાસભ્યો છે. આ પૈકી 103 ભાજપના, 65 કોંગ્રેસના, 2 એટલે કે બીટીપી અને 1 એનસીપીના છે. ગણતરી પ્રમાણે એક મત બરાબર 100નું મુલ્ય ગણિએ તો એક બેઠક જીતવા માટે 3441 મુલ્યના મત જોઇએ એટલે કે એક ઉમેદવારને જીતાડવા 35 મત જોઇએ. ભાજપ પાસે 103 પોતાના ધારાસભ્યો છે. એનસીપી આમ તો ભાજપને આપશે તેવું કહેવાય છે, પણ એનસીપીએ મેન્ડેટ કોંગ્રેસનું આપ્યું છે, પણ તેના ધારાસભ્ય કાંધલ જાડેજા કોંગ્રેસને જ મત આપશે કે કેમ તે પ્રશ્ન છે. ભાજપ પાસે 103 મત છે ત્યારે ત્રણ ઉમેદવારને જીતાડવા માટે 105 મત જરૂરી છે. કોંગ્રેસના 65 ઉપરાંત બે મત બીટીપી અને એક અપક્ષ એમ 68 મત થાય તો પણ બાજી કશ્મકશની થાય તેવા સંજોગો હોવાથી બીટીપીના બે મત મેળવવા ભાજપ-કોંગ્રેસ માટે મહત્વના છે.

કોને મત આપવો તે હજુ નક્કી નથીઃ છોટુ વસાવા

બીટીપીના અધ્યક્ષ છોટું વસાવાએ કહ્યું હતું કે, અત્યારે રાજયસભની ચૂંટણી છે ત્યારે મત માગવા સૌ આદિવાસીઓના પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપે છે,પણ ઉકેલતા નથી. રાજયસભમાં હજુ કોને મત આપવો તે કઇ નક્કી કર્યુ નથી. જોકે, તાજેતરમાં સ્ટેચ્યૂ પાસે ફેન્સિંગની કામગીરી સરકારે રોકી દીધી છે.

આદિવાસીઓના પ્રશ્નો

 • સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં છ ગામની જમીન જાય છે. આદિવાસીઓની માગણી છે કે જે જમીન પડી રહીં છે તે જમીન આદિવાસીઓને આપવી.
 • 6 ગામના 5થી6 હજાર લોકો પ્રભાવિત થાય છે તેમને વળતર.
 • સ્ટેચ્યૂના પ્રશ્નને પોલીસ કામગીરી બદલ ડીએસપીને સસ્પેન્ડ કરવા.
 • સ્ટેચ્યૂના પ્રશ્ને આદેશ આપનાર અધિકારી સામે પગલા ભરવા.
 • વિસ્તારમાં સિંચાઇના પાણીની વ્યવસ્થા કરાવવી.

Source: Divybhaskar


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •