ગુજરાતના આ ગામમાં ઉદ્યોગોના કારણે હવા અને પાણી ઝેરી બની ગયા છે

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

દેશમાં પ્રદુષણની સમસ્યા ખૂબ વધી રહી છે. જેમ વિકાસમાં ગુજરાતમાં આગળ પડતું સ્થાન ધરાવે છે તેમ પ્રદુષણની રીતે પણ આગળ પડતું સ્થાન ધરાવે છે. દેશની સૌથી વધારે પ્રદુષિત નદીઓમાં ગુજરાતનો ક્રમ પાંચમો આવે છે. ઉદ્યોગોમાંથી છોડવામાં આવતા ધુમાડા અને કેમિકલ વાળાના પાણીના કારણે ગુજરાતમાં પ્રદુષણની સમસ્યા ખૂબ વધી રહી છે.

કેટલાક ગામડાઓમાં ઉદ્યોગોના કારણે પ્રદુષણની સમસ્યા એટલી વિકટ બની છે કે, ત્યાંના સ્થાનિક લોકો કેન્સરની બીમારીથી પીડાઈ રહ્યા છે ત્યારે આજે ગુજરાતના એક એવા ગામની વાત કરવી છે કે, જ્યાંના સ્થાનિક લોકો ઉદ્યોગોથી પ્રદુષિત થયેલી હવા વચ્ચે શ્વાસ લઈ રહ્યા છે અને ઉદ્યોગો દ્વારા નદીમાં છોડવામાં આવેલા કેમિકલ વાળું પાણી પી રહ્યા છે. લોકોના ઘરમાં પીળા કલરનું પાણી આવે છે છતાં પણ GPCBના અધિકારીઓ કુંભકરણની નિદ્રામાંથી બહાર નથી આવતા.

એક રિપોર્ટ અનુસાર હવા અને પાણીના પ્રદુષણ વાળા ગામનું નામ છે તુંબ. આ ગામ વલસાડના ઉમરગામમાં આવેલુ છે. તુંબ ગામમાં જે કંપની આવેલી તે કોઈપણ રોકટોક વગર ધુમાડો અને કેમિકલવાળું પાણી બેફામ રીતે ગામમાં છોડે છે. કેટલીક વાર તો ખેડૂતોના ખેતરમાં પણ પીળા કલરનું પાણી ફરીવળે છે. કેમિકલ વાળા પાણીના કારણે જમીનની ફળદ્રુપતામાં પણ ઘટાડો થાય છે. પાણીમાં ભૂલથી પગ મૂકાઈ જાય તો પગમાં ખજવાળ આવવા લાગે છે. આ પાણી પ્રદુષિત થવાના કારણે ગામના લોકોને પીવાનું પાણી દૂર દૂરથી લાવવું પડે છે.

જીગ્નેશ નામના સ્થાનિક વ્યક્તિએ જણાવ્યું હતું કે, નાઈટ્રીક એસીડ કરીને એક કેમિકલ નીકળે છે અને આ કેમિકલનો જાહેરના નિકાલ કરવામાં આવે છે. આ કેમિકલના કારણે પશુ-પક્ષી અને મનુષ્યો પર ખૂબ ખરાબ થઇ રહી છે. આ કેમિકલ જમીનમાં ઉતરવાના કારણે બોરનું પાણી પીવાલાયક નથી. અમારા ગામના લોકો અને સરપંચ દ્વારા DDOને આ બાબતે આવેદન આપવામાં આવ્યું હતું પણ અમારા પ્રશ્નોનો આજદિન સુધી કોઈ પણ નિકાલ આવ્યો નથી.


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •