આ રાજ્યની ભાજપ સરકાર મહુડા ના દારૂને હેરિટેજ એટલે કે ધરોહરની કેટેગરીમાં મૂકશે

SHARE WITH LOVE

મધ્ય પ્રદેશમાં ટૂંક સમયમાં એક નવી પોલિસી જાહેર થવાની છે. આ મામલે મધ્ય પ્રદેશ રાજ્ય સરકાર વિચારણા કરી રહી છે. મધ્ય પ્રદેશમાં ટૂંક જ સમયમાં આદિવાસી વિસ્તારમાં મહુડોમાંથી તૈયાર થનારા દારૂને હેરિટેજ દારૂનો દરજ્જો મળી શકે એમ છે. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ અંગેનું એલાન કર્યું છે. આ વિષય પર વાત કરતા તેમણે કહ્યું છે કે, ટૂંક જ સમયમાં આ માટે એક ચોક્કસ પોલિસી તૈયાર કરવામાં આવશે. આઝાદી પહેલા ગુજરાતમાં પણ મહુડો બનાવીને સેવન કરવામાં આવતું પણ આઝાદી બાદ એના પર પ્રતિબંધ મુકી દેવાયો.

શિવરાજસિંહ ચૌહાણે સોમવારે મંડલામાં જનજાતિ ગૌરવ સપ્તાહના સમાપન કાર્યક્રમમાં સભા સંબોધી હતી. આ દરમિયાન તેમણે મહુડા દારૂને હેરિટેજ દારૂના રૂપમાં માન્યતા આપવાની વાત કહી હતી. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, હું પણ એ વાત સ્વીકારૂ છું કે, નશો ન કરવો જોઈએ. પણ ઘણી વખત પરંપરાઓમાં અમુક વસ્તુઓ કરવી પડે છે.

નશો કરવાનું લોકો બંધ કરે એ માટે અમે નશા મુક્તિ અભિયાન ચલાવીશું. પણ એવું શું કામ થાય કે, દારૂ માત્ર સદ્ધર વેપારીઓ જ વેચે? જ્યારે આપણી વચ્ચેથી કોઈ આ અંગે પ્રયત્નો કરે તો પણ પકડાઈ જાય છે. તોડફોડ કરી દે છે. અનેક રીતે પરેશાન કરે છે. પણ હવે આ માટે એક નવી પોલિસી લાવવામાં આવશે. જો કોઈ મહુડો દારૂ બનાવશે તો એ ગેરકાયદેસર નહીં ગણાય.

હેરિટેજ દારૂના નામથી તેનું વાઈન શોપ પર વેચાણ કરી શકાશે. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે, આ દારૂ આદિવાસીઓ માટે આવકનું માધ્યમ બની રહેશે. જો કોઈ પરંપરાગત રીતે મહુડા દારૂ પરંપરાગત બનાવશે તો એને વેચવા માટેનો અધિકાર પણ એનો રહેશે. સરકાર આને કાયદેસરની માન્યતાઓ પણ આપશે. તે વાઈન શોપમાં વેચી પણ શકશે.

महुवे से अगर कोई परंपरागत रूप से शराब बनाता है,तो अवैध नहीं होगी,हेरिटेज शराब के नाम पर वह शराब की दुकानों पर बेची जाएगी, अगर वह परंपरागत रूप से बनाता है तो बेचने का भी अधिकार उसको होगा सरकार बाकायदा वैधानिक मान के यह अधिकार देगी @ChouhanShivraj @ndtv @ndtvindia pic.twitter.com/fXUwazJqlg — Anurag Dwary (@Anurag_Dwary) November 22, 2021

આ પહેલા રાજસ્થાનમાં છેલ્લા ઘણા સમયથી મહુડા દારૂને લઈને માન્યતા આપવામાં આવી હતી. જ્યારે ગોવાના દેશી દારૂ તરીકે ફેનીનું નામ જાણીતું છે. જે પ્રવાસીઓની પસંદગીનું પીણું પણ બન્યું છે. જોકે, ટ્રાઈબલ પ્રાઈડ વીક અંતર્ગત થઈ રહેલી ઉજવણીને લઈને મુખ્યમંત્રીએ આદિવાસીઓની આવક વધે એવી વાત કહી હતી. પરંપરાગત મહુડા દારૂને તૈયાર કરવો મધ્ય પ્રદેશમાં ગેરકાયદેસર નહીં ગણાય.

Source:


SHARE WITH LOVE