મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ ભરૂચ અને સુરતનાં કાર્યક્રમોમાં આપશે હાજરી

SHARE WITH LOVE
 • 20
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  20
  Shares

મધ્યપ્રદેશ (Madhya Pradesh) ના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ (shivraj singh chauhan) પોતાના ધર્મ પત્ની સાથે આજથી બે દિવસ માટે ગુજરાતનાં પ્રવાશે આવનાર હોય પોલીસ વિભાગ દ્વારા સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે, જાણવા મળતી માહિતી અનુસાર મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ આજે સાંજ સુધી હવાઈ માર્ગે ભરૂચ ખાતે આવનાર છે, જેઓ જી.એન.એફ.સી ખાતે આવી પહોંચી સ્થાનિક લોકલ કાર્યક્રમમાં હાજરી આપવાના છે.

ભરૂચ (Bharuch) ખાતે રાત્રી રોકાણ કરી વૃક્ષા રોપણ સહિતનાં કાર્યક્રમોમાં હાજરી આપી તેઓ આવતી કાલે સુરત (Surat) ખાતે પહોંચશે જ્યાં તેઓ દાંડી યાત્રા સહિતનાં ખાનગી લોકલ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે, બાદમાં આવતીકાલે રાત્રે તેઓ પરત હવાઈ માર્ગે મધ્ય પ્રદેશ જવાના છે.

શિવરાજસિંહ ચૌહાણનાં કાર્યક્રમને લઇ તંત્ર પણ એક્શનમાં જોવા મળ્યું છે, જ્યાં ભરૂચ પોલીસ વિભાગ દ્વારા તેઓના કાર્યક્રમ સ્થળોએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તો બીજી તરફ તંત્ર દ્વારા મેડિકલ સાધનો સહિતની વ્યવસ્થા તેઓના કાર્યક્રમ સ્થળોએ સ્ટેન્ડ બાય કરી હોવાની માહિતી પ્રાપ્ત થાય છે.

Image: File Photo


SHARE WITH LOVE
 • 20
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  20
  Shares