ખેડૂતે ભર્યુ એક હજારનું પ્રીમિયમ, પાક વીમાનું વળતર મળ્યું એક રૂપિયો, અધિકારીઓએ જુઓ શું કહ્યું

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

મધ્યપ્રદેશમાં અત્યારે 27 સીટને લઈને થઈ રહેલી પેટાચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે. પ્રદેશની પાર્ટીઓના નેતા એક મેકની વિરુદ્ધમાં નારેબાજી કરી રહ્યા છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ જ્યાં કોંગ્રેસ સરકાર પર ખેડૂતોની સાથે દગાબાજીનો આરોપ લગાવી રહ્યા છે તો એક અન્ય સભામાં પૂર્વ સીએમ કમલનાથ પણ દાવા સાથે કહી રહ્યા છે કે મેં 26 લાખ ખેડૂતોનું દેવું માફ કર્યુ છે. શિવરાજ આવે અને હું રેકોર્ડ બતાવવા તૈયાર છું. આ સમયે ખેડૂતો સાથેનો કિસ્સો હેરાન કરનારો છે. અહીં એક ખેડૂતે 1 હજાર 050નું પ્રીમિયમ ભર્યું અને તેને ફસલ વીમાના નામે 1 રૂપિયો મળ્યો છે.

 • પાક વીમાના વળતરમાં જુઓ શું મળ્યું
 • ખેડૂતને 1હજારના પ્રીમિયમના બદલામાં મળ્યો 1 રૂપિયો
 • અધિકારીઓએ આપ્યો આવો વળતો જવાબ

એક લાખનો પાક થયો બરબાદ, વીમો મળ્યો માત્ર 1 રૂપિયો

આ કિસ્સો બૈતૂલ જિલ્લાના ગોધના ગામનો છે. અહીં ખેડૂત પૂરનલાલાની સાથે પ્રદેશ સરકારે મજાક કરી છે. આ મજાક શોકથી ઓછી નથી. પૂરનલાલના બેંક ખાતામાં એક રૂપિયાનું વીમો આવ્યો છે. જિલ્લાના એવા અનેક ખેડૂત છે જેમને વીમાના ભાગ રૂપે 50 કે 100 રૂપિયા આવ્યા છે. ખેડૂતનું કહેવું છે કે તેને અઢી હેક્ટરમાં લગભગ એક લાખ રૂપિયાનો પાક ખરાબ થયો હતો. પરંતુ સરકારનું આ કારસ્તાન એવું છે કે અમને સમજ પડતી નથી કે શું કરવું.

કૃષિ અધિકારીઓને આ વિશે કોઈ જાણકારી નથી

કહેવાઈ રહ્યું છે કે સરકાર પ્રદેશના 22 લાખથી વધારે ખેડૂતોને પાક વીમો આપવાનો દાવો કરી રહી છે. આ રીતે વીમા ખેડૂતોને આપવામાં આવ્યો છે તે હાસ્યાસ્પદ છે. જ્યાં પાકના નુકસાનના બદલામાં મળેલી વીમા રાશિને લઈને કૃષિ વિભાગની પાસે યોગ્ય જાણકારી નથી ત્યારે તેમનું નુકસાનની તપાસ વીમા કંપની કરી રહી છે. ઉલ્લેખનીય છે કે જે લોકોને 200 રૂપિયાથી ઓછી રકમ આવી છે તેમને કંપનીની પાસે મોકલવામાં આવી રહ્યા છે અને સાથે જ સંબંધિત લોકોની પૂછપરછ પણ કરાઈ રહી છે.

source


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •