નહી ચાલી તાનશાહી :- મુંબઇ માં અભિનેત્રી કંગનાની ઓફિસમાં BMC દ્વારા કરાયેલી તોડફોડ ગેરકાયદે : બોમ્બે હાઈકોર્ટનો ચુકાદો, BMCએ હવે વળતર ચૂકવવું પડશે

SHARE WITH LOVE
 • 5
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  5
  Shares

મુંબઇ માં BMC દ્વારા લોકશાહી માં પણ તાનશાહી નું પ્રદર્શન કરી ને અભિનેત્રી કંગના ની મુંબઈ સ્થિત બંગલા ની તોડફોડ કરવામાં આવી હતી પરંતુ એક્ટ્રેસે અહીંના દાદા બની ગયેલા તત્વો સામે ઝુક્યા વગર નીડરતા થી સામનો કરી ભારતીય બંધારણ માં સામેલ કાયદા નું હથિયાર ઉગામી હાઈકોર્ટમાં અરજી કરતા જસ્ટિસ એસ જે કૈથાવાલા તથા આર આઈ છાગલાની ખંડપીઠે આ કેસનો આજે ચુકાદો આપતા કહ્યું હતું BMC દ્વારા કરાયેલી તોડફોડ ગેરકાયદેસર છે, જેથી અરજદાર કંગના ને પૂરેપૂરું નુકશાન નું વળતર ચુકવવા પણ આદેશ કર્યો છે, કોર્ટે BMC તરફ થી કરવામાં આવેલી આ બાંધકમ ગેરકાયદે હોવાની નોટિસને પણ રદ્દ કરી દીધી હતી.

9 સપ્ટેમ્બરના રોજ પાલી હિલ સ્થિત કંગનાની ઓફિસ મણિકર્ણિકા ફિલ્મ્સના અનેક ભાગોને BMCએ ગેરકાયદેસર ગણાવીને તોડી પાડ્યા હતા.
ત્યારબાદ કંગનાએ હાઈકોર્ટમાં અરજી કરીને આ કાર્યવાહીને ગેરકાયદેસર ગણાવીને BMC પાસે 2 કરોડ રૂપિયાનું વળતર માગ્યું હતું.
પહેલા હાઈકોર્ટે સ્ટે આપ્યો હતો
હાઈકોર્ટે કંગનાને રાહત આપતા બંગલાને યથાસ્થિતિ બનાવવાનો આદેશ આપ્યો હતો. જોકે, કંગનાના વકીલે દાવો કર્યો હતો કે કોર્ટે જ્યાં સુધી કાર્યવાહી પર પ્રતિબંધ મૂક્યો ત્યાં સુધી બંગલાનો 40 ટકા હિસ્સો તોડી પાડવામાં આવ્યો હતો, જેમાં ઝૂમ્મર, સોફા તથા દુર્લભ કલાકૃતિ સહિત અનેક કિંમતી સંપત્તિ સામેલ હતી. આમ હવે BMC એ પૂરેપૂરું વળતર ચુકવવું પડશે જે પૈસા પ્રજા ના વેરા માંથી મેળવેલા હશે.

Source link


SHARE WITH LOVE
 • 5
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  5
  Shares