સિંગતેલમાં મથકો પાછળ ઘટાડાનો પવન

SHARE WITH LOVE

મુંબઈ તેલબિયાં બજારમાં આજે સિંગતેલના ભાવમાં ઘટાડો આગળ વધ્યો હતો વિવિધ આયાતી ખાદ્યતેલોના ભાવ જોકે ઉંચકાયા હતા. સિંગતેલના હાજર ભાવ ૧૦ કિલોના રૂ.૧૫૮૦ વાળા રૂ.૧૫૫૦થી ૧૫૬૦ રહ્યા હતા જ્યારે ઉત્પાદક મથકોએ ભાવ ઘટી રૂ.૧૫૦૦ થી ૧૫૨૫ તથા ૧૫ કિલોના રૂ.૨૪૦૦થી ૨૪૧૦ રહ્યાના નિર્દેશો હતા.
કોટન વોશ્ડના ભાવ મથકોએ રૂ.૧૪૦૦થી ૧૪૦૫ રહ્યા હતા.

જ્યારે મુંબઈ બજારમાં કપાસિયા તેલના ભાવ રૂ.૧૪૪૦ રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં આજે મલેશિયા ખાતે પામતેલનો વાયદો ઉછળી ૮૦, ૧૧૭, ૧૨૨ તથા ૧૧૭ પોઈન્ટ ઉંચો બંદ આવ્યો હતો સામે ત્યાં પામ પ્રોડકટના ભાવ ૧૭.૫૦થી ૨૫.૦૦ ડોલર ઉછળ્યા હતા. મુંબઈ બજારમાં આજે આયાતી પાંમતેલના ભાવ વધી રૂ.૧૨૧૦ રહ્યા હતા. જોકે નવી માગ ધીમી હતી.

ક્રૂડ પામ ઓઈલ સીપીઓ કંડલાના ભાવ વધી રૂ.૧૧૪૫ રહ્યા હતા. દરમિયાન, વાયદા બજારમાં આજે ભાવ વધી સાંજે રૂ.૧૧૨૭.૫૦ તથા એક ડોલરના રૂ.૧૧૧૦ રહ્યા હતા. સોયાતેલ વાયદાના ભાવ વધી આજે રૂ.૧૩૧૬.૫૦ રહ્યા હતા. સોયાબીન વાયદાના ભાવ આજે બે ટકો વધ્યા હતા. જ્યારે મસ્ટર્ડ સીડના વાયદાઓ અડધો ટકો ઉંચકાયા હતા.

દરમિયાન, અમેરિકાના કૃષી બજારમાં આજે સાંજે પ્રોજેકશનમાં સોયાતેલના ભાવ ૫૨થી ૫૩ પોઈન્ટ ઉંચા બોલાઈ રહ્યાના સમાચાર હતા. મુંબઈ હાજર બજારમાં સોયાતેલના ભાવ ડિગમના વધી રૂ.૧૨૯૦ તથા રિફા.ના રૂ.૧૩૩૦ રહ્યા હતા જ્યારે સનફલાવરના ભાવ રૂ.૧૩૦૦ તથા રિફા.ના રૂ.૧૩૬૦ રહ્યા હતા. મસ્ટર્ડ તેલના ભાવ વધી રૂ.૧૪૫૦ તથા રિફા.ના રૂ.૧૪૮૦ બોલાતા હતા.

મુંબઈ હાજર બજારમાં આજે દિવેલના ભાવ રૂ.૨ ઘટી જાતવાર રૂ.૧૨૪૦થી ૧૨૬૦ રહ્યા હતા જ્યારે મુંબઈ હાજર એરંડાના ભાવ કિવ.ના રૂ.૧૦ ઘટી રૂ.૬૧૦૦ રહ્યા હતા. એરંડા ખોળના ભાવ આજે ટનના રૂ.૮૨૫૦ના મથાળે જોકે અથડાતા રહ્યા હતા દરમિયાન, સોયાબીનની આવકો આજે મધ્ય-પ્રદેશ ખાતે આશરે ૭૫ હજાર ગુણી તથા ઓલ ઈન્ડિયા આવકો ૧ લાખ ૨૫ હજાર ગુણી આવી હતી તથા મધ્ય પ્રદેશ ખાતે ભાવ રૂ.૩૫૦૦થી ૭૦૦૦ અને પ્લાન્ટ ડિલીવરીના રૂ.૬૦૦૦થી ૬૬૦૦ રહ્યાના સમાચાર હતા.

મુંદ્રા-હઝીરા ખાતે વિવિધ ડિલીવરીના ભાવ પામતેલના રૂ.૧૨૦૨થી ૧૨૧૦ તથા સોયાતેલના રૂ.૧૩૧૫થી ૧૩૨૫ રહ્યા હતા. જ્યારે સનફાલવરના ભાવ રૂ.૧૪૦૫ રહ્યાના નિર્દેશો હતા. નવી મુંબઈ બંદરે સનફલાવરના ભાવ રડ.૧૨૮૦ રહ્યા હતા. દરમિયાન અમેરિકાના કૃષી બજારમાં ઓવરનાઈટ ટ્રેડમાં કોટનના ભાવ ૬૫ પોઈન્ટ વધ્યા હતા જ્યારે સોયાબીનના ૮૬ પોઈન્ટ ઉછળ્યા હતા. તથા ત્યાં સોયાતેલના ભાવ ૧૦૭ પોઈન્ટ ઉછળ્યા હતા.

Source link


SHARE WITH LOVE