જે જનાદેશ વિરુદ્ધ જશે, લોકો તેને સજા આપશેઃ કર્ણાટક પરિણામ અંગે PM મોદીનું નિવેદન

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

કર્ણાટક વિધાનસભા પેટાચૂંટણીને લઈને PM નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, અહીંના પરિણામો દેશમાં ચાલી રહેલી ઉઠલપાઠલ કરનારાઓ માટે મજબૂત સંદેશ છે. PM મોદીએ ઝારખંડમાં એક ચૂંટણી રેલી દરમિયાન 9 ડિસેમ્બરે કહ્યું હતું કે, કર્ણાટકના લોકોએ સુનિશ્ચિત કરી દીધું છે કે, કોંગ્રેસ કે JDS ત્યાંના લોકો સાથે વિશ્વાસઘાત નહીં કરી શકશે.

PM મોદીએ કહ્યું હતું કે, આ દેશના તમામ રાજ્યો માટે સંદેશ છે કે, કોઈ જનાદેશ વિરુદ્ધ જશે, જનતા સાથે છેતરપિંડી કરશે, તો પહેલી તક મળતા જ જનતા તેને સજા આપશે.

PM મોદીએ વધુમાં કહ્યું હતું કે, જનતાએ ચૂંટણીમાં BJPને સરકાર બનાવવા માટે મેન્ડેટ આપ્યું હતું, પરંતુ કોંગ્રેસે પડદાની પાછળથી ખેલ કરીને BJPને સરકાર બનાવવા ના દીધી. આ ઉપરાંત, તેમણે કહ્યું હતું કે, કર્ણાટકના લોકોએ કોંગ્રેસ અને તેના સાથિઓની સરકાર દરમિયાન ભ્રષ્ટાચાર અને વિકાસની સાથે બેદરકારી જોઈ હતી. આથી તેમણે BJPને વોટ આપ્યો છે.

જણાવી દઈએ કે, કર્ણાટકમાં વિધાનસભા પેટાચૂંટણી માટે વોટોની ગણતરી પૂર્ણ થઈ ગઈ છે. BJPએ 15માંથી 12 સીટો પર જીત મેળવી લીધી છે. કર્ણાટકની આ વિધાનસભા ચૂંટણી 17 ધારાસભ્યોને ગેરલાયક જાહેર કરાતા ખાલી સીટોને ભરવા માટે કરવવામાં આવી હતી. આ ધારાસભ્યોમાં કોંગ્રેસ અને JDSના બાગી નેતા સામેલ હતા. આ ધારાસભ્યોની બગાવતને કારણે જુલાઈમાં એચ. ડી. કુમારસ્વામીની આગેવાનીવાળી કોંગ્રેસ-JDS સરકાર પડી ભાંગી હતી, જેને કારણે BJPનો સત્તામાં આવવાનો રસ્તો ખુલ્લો થઈ ગયો હતો.


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •