PM નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે મમતા બેનર્જી, જણાવ્યું શું હશે બેઠકનો એજન્ડા

SHARE WITH LOVE

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી શિયાળુ સત્રની શરૂઆત પહેલા દિલ્હી પહોંચી રહ્યા છે. તેમના દિલ્હી પ્રવાસને લઈને રાજકીય હલચલ વધી ગઈ છે. દિલ્હીના પ્રવાસ દરમિયાન તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. હવે પોતે જ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ વાતની પુષ્ટિ કરી દીધી છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત દરમિયાન ઉઠાવવામાં આવનાર મુદ્દાઓને લઈને પણ ખુલાસો કર્યો છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારે કહ્યું હતું કે, તેઓ 24 નવેમ્બરના રોજ દિલ્હીના પોતાના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે.

આ દરમિયાન સીમા સુરક્ષા બળ (BSF)ના અધિકાર ક્ષેત્રને વધારવા સાથે ત્રિપુરામાં વ્યાપક હિંસા સાથે સંબંધિત મુદ્દાને ઉઠાવશે. મમતા બેનર્જીએ એમ પણ કહ્યું કે, તેઓ ત્રિપુરામાં પાર્ટી કાર્યકર્તાઓ પર હુમલાના વિરોધમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદો દ્વારા ચાલી રહેલા ધરણાં પ્રદર્શનમાં સામેલ નહીં થઈ શકે પરંતુ, નિશ્ચિતરૂપે તેમની સાથે એકજૂથતા વ્યક્ત કરશે. મમતા બેનર્જીએ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પર પ્રહાર કર્યો છે. મમતા બેનર્જીએ કહ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રીએ અત્યારસુધી શિષ્ટાચાર નથી દેખાડ્યો.

તેમણે તૃણમૂલ કોંગ્રેસના સાંસદો સાથે મુલાકાત કરી નથી. તેઓ ત્રિપુરા હિંસાને લઈને તેમને મળવા માગે છે. મમતા બેનર્જીએ આશ્ચર્ય વ્યક્ત કર્યું કે, માનવાધિકાર આયોગ પૂર્વોત્તર રાજ્યમાં બળનો ભારે પ્રયોગને ધ્યાનમાં કેમ નથી લઈ રહ્યું. ઉલ્લેખનીય છે કે, તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તાઓએ ત્રિપુરામાં પોતાના પર હુમલાના આરોપ લગાવ્યા છે. તેમનો આરોપ છે કે, ત્રિપુરાના અગરતલા સ્થિત એક પોલીસ સ્ટેશનમાં ભરાઈને ભારતીય જનતા પાર્ટી (BJP)ના કાર્યકર્તાઓએ તેમને ત્રિપુરા પોલીસ સામે દંડાથી માર્યા અને તેમના પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો.

સુપ્રીમ કોર્ટે ત્રિપુરા સરકારને એ સુનિશ્ચિત કરવા કરવા માટે કહ્યું છે કે, આગામી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી માટે કોઈ પણ રાજકીય પાર્ટીને કાયદા અનુસાર પોતાના ચૂંટણી અધિકારોનો ઉપયોગ કરવા અને શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે પ્રચાર કરવાથી રોકવામાં નહીં આવે.

Source:


SHARE WITH LOVE