PM મોદીનું ‘રસી’ભ્રમણ : અમદાવાદ આવી પહોંચ્યા વડાપ્રધાન

SHARE WITH LOVE
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

PM મોદી આજે અમદાવાદ ઝાયડસ, પુણેની સીરમ ઇન્સ્ટીટયુટ અને હૈદરાબાદની ભારત બાયોટેકની મુલાકાત લેશે. PM મોદી અમદાવાદ આવી પહોંચ્યા છે. ઝાયડસ બાયોટેકની મુલાકાતે પહોંચ્યા છે.

  • PM modi અમદાવાદ આવી પહોંચ્યા
  • PM મોદી અમદાવાદ એરપોર્ટ પરથી હેલિકોપ્ટર દ્વારા ઝાયડસ બાયોટેક પહોંચ્યા છે

PM નરેન્દ્ર મોદીની આજે અમદાવાદ મુલાકાતે આવી રહ્યા છે. 9 વાગે એરપોર્ટથી હેલિકોપ્ટર મારફતે ચાંગોદર પહોંચશે. ચાંગોદર પોલીસ છવાણીમાં ફેરવાયું છે. 4 SP, 10 DySP સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી સંભાળશે. 

12 PI, 40 PSI, LCB અને SOG પણ બંદોબસ્તમાં રહેશે. 500 થી વધુ પોલીસ જવાનનો ચુસ્ત બંદોબસ્ત છે. PM મોદી ઝાયડસ કેડીલાની ગોયકોવિડ વેક્સીનનું નિરીક્ષણ કરશે. 

‘ઝાયકોવિડ’ વેક્સિન કામગીરીનું PM મોદી કરશે નિરીક્ષણ

  • સવારે 9 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે
  • એરપોર્ટથી હેલિકોપ્ટર મારફત ચાંગોદર પહોંચશે
  • 2 કલાક સુધી PM મોદી બાયોટેક પાર્કમાં રોકાશે
  • વેક્સિન પરીક્ષણ અને માર્કેટમાં પહોંચાડવા અંગે કરશે ચર્ચા
  • સવારે 11 કલાકે અમદાવાદથી પુણે જવા થશે રવાના 
  • પુણેમાં અને હૈદરાબાદમાં પણ વેક્સિન કામગીરીનું કરશે નિરીક્ષણ 
  • પુણેમાં સીરમ ઈન્સ્ટીટ્યૂટમાં કોવિડ વેક્સિનની કામગીરીનું નિરીક્ષણ કરશે
  • હૈદરાબાદમાં ભારત બાયોટેકની કોવિડ વેક્સિન કામગીરીનું કરશે નિરીક્ષણ

અમદાવાદમાં ઝાયકોવિડ વેક્સિન સેન્ટરની લેશે મુલાકાત

PM મોદીનો અમદાવાદ ખાતેની મુલાકાતનો હેતુ ઝાયકોવિડ રસીની સ્થિતિનું કરશે નિરિક્ષણ કરીને તેની અપડેટ્સ મેળવવાનો છે. આ રસીના પરિક્ષણ કેટલા સમયમાં થશે અને તેનું ડિસ્ટ્રીબ્યુશન કેવી રીતે થશે તે મુદ્દે તેઓ CMD પંકજ પટેલ સાથે પણ ચર્ચા કરશે.

ઝાયકોવિડના સારા પરિણામ મળ્યા છે

નોંધનીય છે કે ટ્રાયલ્સ માટે કેડિલાની વેક્સિન ઝાયકોવિડ રસી બે તબક્કામાંથી પસાર થઇ ચુકી છે. આ બંને તબક્કામાં ઝાયકોવિડ પ્રાથમિક રીતે અસરકારક સાબિત થઇ રહી છે અને તેના સારા પરિણામ મળ્યા છે. ઝાયડસ કેડિલામાં હાલ ઝાયકોવિડનું ઉત્પાદન પણ ચાલુ છે. 

સોલા સિવિલ હોસ્પિટલ ખાતે કોવેકસીનની ટ્રાયલ આજથી શરૂઆત

અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે કોવેકસીનની ટ્રાયલ આજથી શરૂ થઈ છે. જેમાં પ્રથમ ડોઝ અંતર્ગત 4 પુરુષો અને એક મહિલા વોલિયન્ટિયરને રસી આપવામાં આવી છે. પાંચેય વોલિયન્ટિયર ને એક મહિના બાદ બીજો ડોઝ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ICMR અને રાજ્યસરકારની ગાઈડલાઇન્સ આધારે 500 લોકો પર પ્રથમ સ્ટડી કરવામાં આવશે. બાદમાં તમામનું સતત એક વર્ષ સુધી ફોલોપ કરવામાં આવશે.

મોદી સરકાર ઉઠાવશે વેક્સિનનો ખર્ચ, ન્યૂઝ એજન્સી રૉયટર્સનો દાવો

સૂત્રો અનુસાર મોદી સરકારે રસીકરણ માટેની યોજના પર સંપૂર્ણ કામ કરી લીધું છે અને એક અંદાજ અનુસાર એક વ્યક્તિને કોરોના વાયરસની રસી આપવા માટે 500 રૂપિયાનો ખર્ચ આવશે અને સરકારે તે હેઠળ  500 અબજ રૂપિયાનું બજેટ નક્કી કરી રાખ્યું છે. આ બજેટના ફંડની મદદથી રસીકરણમાં કોઈ બાધા આવશે નહીં. આ માટે બજેટમાં તેની જાહેરાત પણ થઇ શકે છે. 

Source:


SHARE WITH LOVE
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •