પ્રધાનમંત્રી મોદીને અંધારામાં રખાયા કે બીજું કંઈ??

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

સ્ટેચ્યુ ઓફ યુનિટી અને કેવડિયા ખાતે 300થી વધુ સ્થાનિકોની રોજગારી 15 દિવસ પહેલા જ છીનવી લેવામાં આવી અને ગઈકાલે પ્રધાનમંત્રી મોદી કહે છે કે, સ્ટેચ્યુ ને લીધે રોજગારી મળી રહે છે.અરે મોદીજી હેલિકોપ્ટરથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિડિઓ લીધો તો આજુબાજુના સ્થાનિક બેરોજગાર ન દેખાયા?
સ્ટેચ્યુ ઓફ યુનિટી પર નર્મદા નિગમે ધરાર સ્થાનિક આદિવાસીઓની રોજગારી છીનવી લીધી, પણ મોદીએ તો પ્રતિમાને રોજગારીનું માધ્યમ બતાવ્યું!!

વાત જાણે એમ છે કે,વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી,શ્રેષ્ઠ ભારત ભવન અને વેલી ઓફ ફ્લાવર આસપાસ લગભગ 300 જેટલા સ્થાનિકો લારી-ગલ્લા દ્વારા પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા.બાદ નર્મદા નિગમ દ્રારા તમામને પોતાના લારી-ગલ્લાઓ ઉઠાવી લેવા જણાવ્યું હતું,કેટલાકે પોતે ગલ્લા હટાવ્યા તો બાકીના તંત્રએ જબરજસ્તી દૂર કર્યા.

હાલ તો એ લોકો બેરોજગાર છે,એમના પરિવારની હાલત કફોડી થઈ પડી છે ત્યારે 17મી સપ્ટેમ્બરે કેવડિયા ખાતેની જાહેર સભામાં પીએમ મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીને સ્થાનિકોના રોજગારનું માધ્યમ જણાવતા લોકોમાં રોષની લાગણી પેદા થઈ છે.

પીએમ મોદીએ જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે વિશ્વ આખા માટે પ્રવાસનનું આકર્ષણ બન્યું છે.પ્રતિ દિન 8500 લોકો અહીં આવે છે.સ્ટેચ્યુ ઓફ યુનિટી એ માત્ર પ્રવાસન જ નહીં પરંતુ અહીંના વિકાસ માટેનું મહત્વનું માધ્યમ બન્યું છે.નિર્માણ પછીના માત્ર 11 માસમાં 23 લાખ લોકોની મુલાકાત સ્વયંમ એક વિક્રમ છે.આ પ્રતિમાએ સ્થાનિક લોકોને રોજગારી પુરી પાડવાનું માધ્યમ બન્યું છે.

પીએમ મોદી તો પોતાની સ્ક્રિપ્ટ મુજબ બોલીને જતા રહ્યા પણ સ્થાનિકો કેવી હાલતમાં જીવી રહ્યા છે કદાચ એ જાણવાનો એમણે પ્રયાસ પણ નહીં કર્યો હોય,અને પ્રયાસ કર્યો પણ હશે તો નર્મદા નિગમે આ બાબતે મોદીને વાકેફ નહીં કર્યા હોય એવું પણ બની શકે.

જો કે મુખ્યમંત્રી હતા ત્યારથી આજદિન સુધી તેઓની મુલાકાત પહેલા સ્થાનિક તમામ બાબતોનો અભ્યાસ કરાય જ છે તે જોઈને તો મોદી આ બાબતથી અજાણ હોય એ માનવું ભૂલ ભરેલું છે.

17મી સપ્ટેમ્બરે મોદીએ દેશના વિકાસની યોજનાઓ માટે ઘણી મોટી મોટી વાતો કરી પણ જેણે કેવડીયાના વિવિધ પ્રોજેક્ટોમાં પોતાની મહામૂલી જમીનો ગુમાવી છે એમના વિકાસ માટેની યોજનાની કોઈ જાહેરાત ન કરી એ ખરેખર આશ્ચર્ય પમાડે એમ છે.

અને હા કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અન્ય 35 પ્રવાસીય પ્રોજેકટ પર સીધી નજર PMO રાખે છે એ બધાને ખ્યાલ જ છે.

myAdivasi

Publisher: Mera News Gujarati


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

Leave a Reply

Your email address will not be published.