સંસદના શિયાળુ સત્ર પૂર્વે સર્વપક્ષીય બેઠકમાં વડાપ્રધાન, ગૃહમંત્રી હાજર

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

સરકાર બોલાવેલી બેઠકમાં તમામ પક્ષોના નેતાઓ પણ હાજર રહ્યા

એજન્સી, નવી દિલ્હી

સંસદના શિયાળુ સત્ર પૂર્વે દિલ્હીમાં યોજાયેલી સર્વ પક્ષીય બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ગૃહ મંત્રી અમિત શાહ સહિત તમામ પક્ષના વરિષ્ઠ નેતાઓ પણ હાજર રહ્યા હતા.

કેન્દ્રિય મંત્રી થાવરચંદ ગહેલોત, લોકસભામાં કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરી, રાજ્યસભાના વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદ તેમજ રાજ્યસભાના ડેપ્યુટી લીડર આનંદ શર્મા પણ બેઠકમાં હાજર હતા. ટીએમસીના સાંસદ ડેરેક ઓ બ્રાયન, એલજેપી નેતા ચીરાગ પાસવાન તેમજ સમાજવાદી પાર્ટીના રામ ગોપાલ યાદવ, તેલુગુ દેશમ પાર્ટીના જયદેવ ગાલા અને વી વિજયસાઈ રેડ્ડી પણ ઉપસ્થિત રહ્યા હતા.

સરકાર દ્વારા બોલાવાયેલી આ બેઠકનું સંચાલન સંસદીય બાબતોના મંત્રી પ્રહલાક જોશી તેમજ સંસદીય બાબતોના રાજ્યમંત્રી અર્જુન મેઘવાલે કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે શનિવારે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ તમામ રાજકીય પક્ષોને સંસદના શિયાળુ સત્રને ચલાવવામાં સહકાર આપવા અનુરોધ કર્યો હતો. સર્વપક્ષીય બેઠક બાદ સ્પીકરે જણાવ્યું હતું કે વિવિધ પક્ષોના નેતાઓએ કેટલાક મુદ્દાઓ ટાંક્યા છે જેના પર શિયાળુ સત્રમાં ચર્ચા કરવામાં આવશે. સંસદનું શિયાળું સત્ર 18 નવેમ્બરથી 13 ડિસેમ્બર સુધી યોજાશે.


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

Leave a Reply

Your email address will not be published.