વાનરને નાગરિકતા આપવાની માંગ/ લાલ મોઢાવાળા વાનરોનો આતંક હતો, તંત્ર કાળા મોઢાવાળા વાનરો પકડી લાવ્યા

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •  
 •  

મોટા ભાગે એવુ બનતુ હોય છે કે, લોકો પોતાના અધિકારોની માગ કરતા હોય છે. જો કે, રાજસ્થાનના દેવગઢ નગર વિસ્તારમાં વાનરા આંતકથી પરેશાનીથી અજીબોગરીબ નિર્ણય લેવા માટે મજબૂર કર્યા છે. લોકો તેમને પકડી ન પાડતા તેમને હવે ત્યાંની નાગરિકતા આપવાની માગ કરી છે. જેના માટે વાજતેગાજતે ઝૂલૂસ લઈને એસડીએમ અને નગરપાલિકાને આવેદન પણ આપવામાં આવ્યુ છે. ગત દિવસોમાં જ નગરપાલિકાને વાનરોને પકડવા માટે આવેદન આપવામાં આવ્યુ હતું. જો કે, અત્યાર સુધી પાલિકાએ આ વાનરને પકડવા માટે કોઈ કાર્યવાહી કરી નથી. ઉલ્ટાનું પાલિકાના કર્મચારીઓએ તો વાનરને પકડવાને બદલે માકડાને પકડીને બેસી ગયા. જો કે, અહીં લાલ મોઢાવાળા વાનરોનો ખૂબ આતંક છે અને લોકો તેનાથી ખૂબ પરેશાન થઈ ગયા છે.

રાહદારી અને બાળકોને બચકા ભરે છે વાનર

સ્થાનિક લોકોનું કહેવુ છે કે, મોટી સંખ્યામાં અહીં વાનરો આતંક મચાવી રહ્યા છે. જે રાહદારી અને નાના બાળકોને શિકાર બનાવે છે. તથા તેમને બચકા ભરી લે છે. જેના કારણે મહિલાઓ અને બાળકો ખૂબ પરેશાન છે. કેટલાય દિવસ સુધી માગ કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. સ્થાનિકોની અતિશય ધારદાર રજૂઆત બાદ આખરે તંત્રએ મંકી કેચર મંગાવ્યા અને કાળા મોઢા વાળા માકડાને પકડી લાવ્યા. જોકે, આતંક મચાવનારા લાલ મોઢાવાળા વાનરોનો આતંક તો ત્યાંને ત્યાં જ છે.

 

 

હવે લોકોને તંત્ર પર નથી ભરોસો

લોકોનું કહેવુ છે કે, જો નગરપાલિકા કોઈ કાર્યવાહી કરવા માગતુ નથી, તો આ વાનરોને નાગરિકતા આપી તેમને અહીંના નાગરિકો બનાવી દ્યો. લોકો જણાવે છે કે, અમારી આ માગને લઈ અમે આવેદન પણ આપ્યુ છે. ત્યારે હે જોવાનું એ છે કે, તંત્ર આ અંગે શું કાર્યવાહી કરે છે.

Source link


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •  
 •