આંદોલન / રાજસ્થાનમાં ગુર્જર અનામત આંદોલને જોર પકડ્યું, દિલ્હી -મુંબઈ ટ્રેક પર પ્રદર્શનકારીઓનો કબ્જો, આ 7 ટ્રેનોનો માર્ગ બદલાયો

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •  
 •  

ગુર્જર આરક્ષણ આંદોલન પોતાની અસર બતાવી રહ્યું છે. આંદોલનને લઈને 2 જૂથમાં વહેંચાયેલા ગુર્જર સમાજના એક જૂથે દિલ્હી- મુંબઈ રેલ માર્ગ પર કબ્જો કર્યો છે. પ્રદરશનકારી બયાનાના પીલૂપુરામાં રેલવે ટ્રેક પર બેસી ગયા છે. ત્યારે આ રુટ પર ટ્રેનોની અવરજવર પ્રભાવીત થવાનું શરુ થઈ ગયું છે. પ્રદર્શનના પહેલા દિવસે રવિવાકે આંદોલનકારીઓએ કેટલાક પાટાઓની ફિશ પ્લેટ ઉખાદી નાંખી હતી. એ બાદ ઉત્તર પશ્ચિમ રેલવેએ આ માર્ગની 7 ટ્રેનોનો માર્ગ બદલી નાંખ્યો છે. આ ફેરપાર આંદોલનકારીઓના અહીંથી હટવા સુધી ચાલુ રહેશે. ટ્રેનોમાં ફેરફાર રવિવારથી લાગૂ કરી દેવામાં આવ્યું છે. આનાથી આ માર્ગ પર પ્રવાસ કરનારા પ્રવાસીઓને ભારે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

 • એક જૂથે દિલ્હી- મુંબઈ રેલ માર્ગ પર કબ્જો કર્યો
 • પ્રવાસીઓને ભારે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે
 • આંદોલનના કારણે 7 ટ્રેનોના માર્ગમાં ફેરફાર કરવામાં આવ્યો છે

ઉત્તર પશ્ચિમ રેલવે તરફથી જારી આદેશ અનુસાર ગુર્જર આંદોલનના કારણે હિંડૌન સિટી બયાના રેલખંડ પર રેલ વ્યવહાર અવરોદ્ધ થઈ ગયો છે. આના કારણે આ માર્ગથી પસાર થનારી 7 ટ્રેનોનો રસ્તો બદલ્યો છે. આંદોલનની સમાપ્તિ સુધી આ ટ્રેનો પરિવર્તિત માર્ગથી સંચાલિત થશે. આંદોલનકારિઓએ રેલવે ટ્રેકોની સાથે હિંડોન બયાના મેગા હાઈવે પર પર જમાવટ કરી છે.

આંદોલનના કારણે આ ટ્રેનોના માર્ગમાં ફેરફાર કરવામાં આવ્યો છે

1. ગાડી નંબર 02060 હજરત નિજામુદ્દીન
2. ગાડી નંબર 09039 બાન્દ્રા ટર્મિનસ
3. ગાડી નંબર 02401 કોટા દહેરાદુન
4. ગાડી નંબર 02415 ઈન્દોર-હજરત નિજામુદ્દીન
5. ગાડી નંબર 02416 હજરત નિજામુદ્દીન -ઈન્દોર
6. ગાડી નંબર 02963 હજરત નિજામુદ્દીન- ઉદેપુર
7. ગાડી નંબર 02963 ઉદેપુર- હજરત નિજામુદ્દીન

ઉલ્લેખનીય છે કે આરક્ષણ સાથે જોડાયેલી પેન્ડિંગ ડિમાન્ડને લઈને ગુર્જર સમાજ એક મોટું આંદોલર કરી રહ્યો છે. જ્યારે બીજુ જૂથ સરકાર સાથે થયેલી વાર્તા બાદ સંતુષ્ઠ નજર આવી રહ્યું છે. ગુર્જર આરક્ષણ સંઘર્ષ સમિતિના સંયોજક કર્નલ કિરોડ સિંહ બૈંસલા ગુટે આંદોલનનો આગાસ કર્યો છે. આ મુદ્દે વાતચીત કરવા માટે રવિવારે રેલ મંત્રી અશોક ચાંદના ત્યાં હતા. પરંતુ વાર્તા થઈ શકી નહોંતી. અહીં બૈંસલાના પુત્ર વિજય સિંબ બૈંસલાના નેતૃત્વમાં ગુર્જર સમાજ આંદોલન કરી રહ્યું છે.

source


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •  
 •