ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસ આજથી અનિશ્ચિત મુદ્દત માટે બંધ, જાણો કારણ

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં વાહનો અને મુસાફરોનું એક સાથે વહન કરી શકાય તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે રો-પેક્સ ફેરી શરૂ કરવામાં હતી. શરૂઆતમાં ઘોઘાથી દહેજ વચ્ચે દરિયાઈ સફર માણવા માટે મોટી સંખ્યામાં લોકોએ આ સેવાનો લાભ લોધો હતો. લોકોના સારા પ્રતિસાદના કારણે ઘોઘાથી દહેજ વચ્ચે રોજના 4 ફેરા રો-પેક્સના ફેરીના લાગતા હતા અને આ 4 ફેરા દરમિયાન 1500 મુસાફરો વાહન સાથે રો-પેક્સ ફેરીમાં દરિયાઈ મુસાફરી કરતા હતા.

હવે ગુજરાતમાં દરિયાઈ પરિવાન ક્ષેત્રે મહત્ત્વની ગણાતી એવી રો-રો ફેરી સર્વિસ અને રો-પેક્ષ ફેરી સર્વિસ ફરી એક વાર બંધ થઇ છે. આ વખતે અનિશ્ચિત મુદ્દત માટે આ ફેરી બંધ કરવામાં આવતા રો-રો ફેરીના માધ્યમથી ઘોધથી દહેજ જતા અથવા તો દહેજથી ઘોઘા આવતા મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. સાથે સાથે દરિયાઈ પરિવહનને પણ મોટો ફટકો પડશે. દરિયાઈ પરિવહન સેવાનો આ પ્રોજેક્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ હતો અને આ પ્રોજેક્ટને શરૂ થયાના એક વર્ષ પણ પૂર્ણ નથી થયું ત્યાં બીજી વાર આ ફેરી સર્વિસ બંધ કરવામાં આવી છે.

ફેરી સર્વિસ બંધ કરવાનું કારણ એ છે કે, દહેજના દરિયામાં પાણીની ઊંડાઈ ઓછા હોવાના કારણે તંત્રને આ નિર્ણય લેવાની ફરજ પડી છે. કરોડો રૂપિયાના ખર્ચ પછી પણ ગુજરાત મેરીટાઈમ બોર્ડ ડ્રેજીંગનો પ્રશ્ન ઉકેલવામાં નિષ્ફળ રહ્યું છે. આ સર્વિસ દ્વારા ખંભાતના અખાતમાં ઘોઘા અને દહેજ વચ્ચેનું 30 નોટીકલ માઈલની અંતર કપાતું હતું અને જ્યારથી આ રો-રો ફેરીની સર્વિસની શરૂઆત થઇ છે ત્યારથી ઘોધા અને દહેજ બંને તરફ દરિયાના પાણીની ઊંડાઈનો પ્રશ્ન તંત્ર માટે સતત મુશ્કેલી ઉભી કરી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, શરૂઆતથી જ રો-પેક્સ ફેરીમાં કોઈને કોઈ ખામી સામે આવતા મુસાફરો રો-પેક્સ ફેરીનો ઉપયોગ કરવાનું લોકો ટાળી રહ્યા છે. જેના કારણે મુસાફરીની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. રો-પેક્સ ફેરીના લોકાર્પણ પહેલા દહેજ બંદરે પોન્ટુનનો ક્લેમ્પ તૂટી ગયો હતો, ત્યારબાદ જહાજને ટગ કરતા સમયે એક બોટ દરિયામાં ડૂબી હતી, આ ઉપરાંત જહાજ દહેજથી ઘોઘા તરફ જઈ રહ્યું હતું તે સમયે મધ દરિયે જહાજમાં ટેકનીકલ ખામીના કારણે જહાજ બંધ પડી ગયું હતુ ત્યારબાદ જહાજને ટગ કરીને કિનારે લાવવામાં આવ્યું હતુ. હવે ફરીથી અનિશ્ચિત મુદ્દત માટે આ ફેરી સર્વિસ બંધ થતા ભાવનગરના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે અને તેમને ફરીથી કલાકોનો સમય બગડીને બસ કે, અન્ય વાહનોની મદદથી ભાવનગરથી સુરત કે, ભરૂચ આવવા માટે કિલોમીટરોનો અંતર કાપવું પડશે.


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

Leave a Reply

Your email address will not be published.