સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીક બની રહેલું ડાયનોસોરનું વિશાળ સ્ટેચ્યુ પડ્યું

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

કેવડીયા ખાતે આવેલી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીની અત્યાર સુધીમાં લાખો લોકો મુલાકાત લઇ ચૂક્યા છે અને હજુ પણ વધારે લોકો આ સ્થળની મુલાકાત લે તે માટે તંત્ર દ્વારા હેલોકોપ્ટર રાઈડ, ટ્રેકિંગ, વોટર રાફટીંગ, બટરફ્લાય પાર્ક જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ સુવિધાઓ ઉપરાંત થોડા જ સમયમાં લોકોને પોસાય તેવા ભાડામાં રહેવાની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવનાર છે.

સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લેવા આવતા લોકોને વધુ એક ફરવાનું સ્થળ મળી રહે તે માટે નર્મદા ડેમ નજીક ડાયનોસોર પાર્ક બનાવવામાં આવી રહ્યું છે અને સાત જેટલા અલગ અલગ પહાડી વિસ્તારના 300 એકર જમીનમાં એક જંગલ સફારી પાર્ક આકાર લઇ રહ્યું છે. આ સફારી પાર્કમાં 1000 જેટલા અલગ અલગ પક્ષીઓ અને 12 હરણની પ્રજાતિ ઉપરાંત અન્ય પ્રાણીઓ પણ લાવવામાં આવશે.

તંત્ર દ્વારા લોકોને આકર્ષવાના તમામ પ્રકારના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. નર્મદા ડેમ તરફ જતા રસ્તા પર મૂકવા માટે ડાયનોસોરનું એક સ્ટેચ્યૂ પણ તૈયાર કરવામાં આવી રહ્યી છે. ડાયનોસોરનું વિશાલકાય સ્ટેચ્યૂ નિર્માણ પામી રહ્યું હતું, તે સમયે એકાએક નીચે પડી ગયું હતું. આ ઘટના કેવી રીતે બની તેનો કોઈ પણ પ્રકારની માહિતી નથી મળી પણ આ મહત્ત્વની વાત એ છે કે, આ ઘટનામાં સદનશીબે કોઈ જાનહાની થવા પામી નથી. આ ઘટના પરથી સવાલો એ ઉભા થાય છે કે, ડાયનોસોરનું સ્ટેચ્યૂ પગના ભાગેથી તૂટ્યું છે એટલે એવી પણ આશંકાઓ વ્યક્ત કરવામાં આવી છે કે, ડાયનાસોરનું સ્ટેચ્યૂ બનાવવા માટે હલકી ગુણવત્તાના સમાનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. 


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

Leave a Reply

Your email address will not be published.