નોન જ્યુડિશ્યલ સ્ટેમ્પ પેપર પર રાજ્ય સરકારે લીધો નવો નિર્ણય

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં રૂ. પ૦૦થી ઓછી કિંમતના નોન જ્યુડીશ્યલ સ્ટેમ્પ પેપરનું ફિઝીકલ વેચાણ વધુ ત્રણ મહિના એટલે કે તા. ૧ ઓકટોબરથી તા. ૩૧ ડિસેમ્બર-ર૦૧૯ સુધી ચાલુ રાખવામાં આવશે. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, રાજ્યમાં રૂ. પ૦૦થી વધુની રકમના નોન જ્યુડીશ્યલ સ્ટેમ્પ પેપરનો ફિઝીકલ ઉપયોગ તા. ૧ ઓકટોબર-ર૦૧૯થી બંધ કરીને ડિઝીટલ સ્ટેમ્પીંગ સુવિધાનો ઉપયોગ કરવાનું યથાવત રાખવામાં આવ્યું છે.

અગાઉ સરકારે નાગરિકોને સ્ટેમ્પ પેપર મેળવવામાં પડતી મુશ્કેલીઓ તથા સ્ટેમ્પ વેન્ડર મારફતે વેચાતા પરંપરાગત સ્ટેમ્પ પેપરની કૃત્રિમ અછત ઉભી કરી સ્ટેમ્પ વેન્ડરો દ્વારા વધુ કીમત વસૂલ કરી નાગરિકોને છેતરવાનો પ્રયાસ થતો હોવાની રજૂઆતોને ધ્યાને લઈ થોડા સમય પહેલાં જ રાજ્ય સરકારે ડિજિટલ સ્ટેમ્પિંગની સુવિધાનો વ્યાપ વધારવા નિર્ણય કર્યો હતો. જોકે હવે રાજ્યમાં રૂ. પ૦૦થી ઓછી કિંમતના નોન જ્યુડીશ્યલ સ્ટેમ્પ પેપરનું ફિઝીકલ વેચાણ વધુ ત્રણ મહિના એટલે કે તા. ૧ ઓકટોબરથી તા. ૩૧ ડિસેમ્બર-ર૦૧૯ સુધી ચાલુ રાખવાનો નિર્ણય મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યો છે. ઉલ્લેખનિય છએ કે, 1લી ઓક્ટોબરથી રાજ્યભરમાં નોન જ્યુડીશ્યલ ફીઝીકલ સ્ટેમ્પ પેપરના ઉપયોગને બંધ કરી ફક્ત ડિજિટલ ઈ-સ્ટેમ્પિંગની પદ્ધતિને અનુસરવા નિર્ણય કરાયો છે. જો કે આ નિર્ણય 500થી ઓછી કિંમતના નોન જ્યુડીશ્યલ સ્ટેમ્પ પેપર પર હાલ લાગુ પડશે નહીં.


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

Leave a Reply

Your email address will not be published.