વરસાદનો કહેર : પૂર અને ભૂસ્ખલનને કારણે ઘણા લોકોના જીવ જોખમમાં, ઉત્તરાખંડમાં 5 લોકોના મોત

SHARE WITH LOVE

દેશના કેટલાક રાજ્યોમાં વરસાદ સતત કહેર મચાવી રહ્યો છે. ઉત્તરાખંડથી કેરળ સુધી ભારે વરસાદના કારણે લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. પૂર અને ભૂસ્ખલનને કારણે ઘણા લોકોના જીવ જોખમમાં મુકાઇ ગયા છે. આ દરમિયાન, ઉત્તરાખંડના બદ્રીનાથ નેશનલ હાઇવે પરનો એક વીડિયો સામે આવ્યો છે.

સોમવારે સાંજે હાઇવે નજીક લાંબાગઢ નાળામાં ફસાયેલી એક કારને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી હતી.
મુસાફરો પણ કારમાં સવાર હતા. ભૂસ્ખલનને કારણે નાળામાં પથ્થરોના કારણે કાર ફસાઇ ગઇ હતી. બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન દ્વારા કારનું રેસક્યું કરવામાં આવ્યું હતું. જ્યારે, ઉત્તરાખંડના ચંપાવતમાં ચલ્થી નદીમાં પાણીના ભારે પ્રવાહને કારણે નિર્માણાધીન પુલ તણાઇ ગયો હતો.

ઉત્તરાખંડમાં આજે પણ એલર્ટ જારી કરાયું છે
રાજ્યમાં ત્રણ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. જેમાં નેપાળના ત્રણ મજૂરો સહિત પાંચ લોકોના મોત થયા છે, જ્યારે બે લોકો ઘાયલ થયા છે. હવામાન સારું થાય ત્યાં સુધી ઉત્તરાખંડ સરકાર દ્વારા ચારધામ યાત્રા અટકાવી દેવામાં આવી છે. હિમાલયના મંદિરો તરફ જતા વાહનોની અવરજવર પણ બંધ કરી દેવામાં આવી છે.

મુખ્યમંત્રીએ પોતે સંભાળ્યો મોરચો
નૈનિતાલમાં 24 કલાકમાં 150 મીમીથી વધુ વરસાદ પડ્યો છે. ભારે વરસાદને કારણે તમામ 62 નાળાઓ તૂટી ગયા છે. નૈનીતાલ નજીક વીરભટી મોટર બ્રિજ પાસે અનેક કાર અને ટ્રક કાટમાળ નીચે દટાયા હતા. રાજ્યમાં કુદરતના વિનાશને જોતા ધામી સરકાર એલર્ટ પર છે. દહેરાદૂનમાં CM પુષ્કર સિંહ ધામી પોતે મોરચો સાંભળતા ગઈ કાલે રાત્રે સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ પહોંચ્યા હતા અને અધિકારીઓએ સાથે વાતચીત કરી હતી. રાહત અને બચાવ એસડીઆરએફની 29 ટીમો રાજ્યના વિવિધ જિલ્લાઓમાં મોકલવામાં આવી છે.

કેરળમાં ડેમના દરવાજા ખોલવામાં આવ્યા
કેરળમાં ભારે વરસાદના કારણે વિનાશ સર્જાયો છે. અહીં ભારે વરસાદથી પૂર અને ભૂસ્ખલનના કારણે લગભગ 30 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે અનેક લોકો બેઘર થઈ જ્ઞ છે. ડેમમાં પાણીની જળ સપાટીમા વધારો થવાથી મંગળવારે સવારે 6 વાગે એર્નાકુલમ જિલ્લામા ઇદામલયાર ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા છે.

Source link


SHARE WITH LOVE