કોલ ઇન્ડિયાની કામગીરી બંધ કરવા ઝારખંડ સીએમની ધમકી

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

કોલ ઇન્ડિયા પાસેથી ઝારખંડ સરકારની લેણી નીકળતી રૃ. ૧.૫ લાખ કરોડની રકમ વસૂલવા માટે રાજ્યનાં સીએમ હેમંત સોરેને કંપનીની કામગીરી બંધ કરાવવા ચેતવણી આપી છે. સોેરેને કહ્યું છે કે, જો વિપક્ષમાં બેઠેલો ભાજપ ટેકો આપે તો અમે કંપનીની કામગીરી બંધ કરાવવા માંગીએ છીએ. કોલ ઇન્ડિયા પાસેથી કરોડોની રકમ લેણી હોવા છતાં કેન્દ્ર સરકાર દ્વારા ઝારખંડનાં ઇમ્ૈં એકાઉન્ટમાંથી કરોડોની રકમ ઓટો ડેબિટ કરવામાં આવે છે અને કેન્દ્ર સરકાર લઈ જાય છે.
તેમણે ભાજપ સિવાય અન્ય પક્ષો દ્વારા શાસિત સરકારો સામે કેન્દ્ર દ્વારા પક્ષપાતભર્યું વલણ દાખવવાનાં આક્ષેપો કર્યા હતા. સોરેને કહ્યું કે જ્યારે જ્યારે અમે આ મુદ્દો ઉઠાવીએ છીએ ત્યારે કેટલાક કેન્દ્રીય પ્રધાનો અહીં આવે છે અને કોલ ઇન્ડિયા દ્વારા રૃ. ૫૦ કરોડ કે રૃ. ૧૦૦ કરોડ આપવામાં આવે છે.

સોરેને આક્ષેપ કર્યો હતો કે, કેન્દ્ર દ્વારા રાજ્યને તેની લેવાની બાકી રકમ આપવામાં આવતી નથી. ઊલટાનું તેનાં ખાતામાંથી કરોડોની રકમ કાપી લેવામાં આવે છે. સોરેને કહ્યું કે, કોેલ ઇન્ડિયા દ્વારા ઝારખંડ સરકારના બાકી નીકળતા લેણા ચૂકવવા પર સરકાર દ્વારા કોઇ ધ્યાન અપાતું નથી.

Source link


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •