ઝારખંડમાં સરકાર તોડી પાડવા ૩ ધારાસભ્યોને એક કરોડની ઓફર

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

રાંચી, તા.૨૫

ઝારખંડમાં કોંગ્રેસની સરકાર તોડી પાડવા માટે ત્રણ ધારાસભ્યો, બે પત્રકારો અને એક વચેટિયો સંડોવાયેલા હતા. દિલ્હીમાં ત્રણ ધારાસભ્યો સાથે લેવડ-દેવડની ડીલ પણ થઈ હતી અને એક કરોડ રૂપિયા એડવાન્સ આપવાનું વચન પણ અપાયું હતું, પરંતુ તેમને નાણાં ન મળતા તેઓ પાછા ફરી ગયા તેવો સરકાર પાડવાનું કાવતરું ઘડવા બદલ પકડાયેલા આરોપીઓએ દાવો કર્યો છે.

ઝારખંડ સરકાર તોડી પાડવાના કાવતરામાં પોલીસે કેટલાક આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસની પુછપરછમાં અનેક ખૂલાસા થયા છે. પોલીસ પૂછપરછમાં આરોપીઓએ જણાવ્યું કે આ કાવતરાંમાં મહારાષ્ટ્રના બે નેતા ચંદ્રશેખર રાવ બાવનકુળે અને ચરણસિંહ સંડોવાયેલા હતા. ધરપકડ કરાયેલા આરોપીઓમાં અભિષેક, અમિત અને નિવારણેએ બંનેને મહારાષ્ટ્ર ભાજપના ધારાસભ્યો બતાવ્યા હતા, પરંતુ ત્યાંના ધારાસભ્યોની યાદીમાં તેમનું નામ નથી.

અભિષેકે પોલીસને કહ્યું કે આ કેસમાં અમિતે ૧૫ જુલાઈએ ઈન્ડિગોની ટિકિટ મોકલી હતી. મહારાષ્ટ્રના એક નેતા જયકુમાર વાનખેડેએ તેનું બૂકિંગ કરી અમિત સિંહને મોકલ્યો હતો. ૧૫મી જુલાઈએ દિલ્હી પહોંચ્યા હતા. તેમની સાથે ત્રણેય સ્થાનિક ધારાસભ્યો પણ હોટેલમાં પહોંચ્યા હતા. અહીં ચંદ્રશેખર રાવ બાવનકુળે અને ચરણસિંહ પહોંચ્યા હતા. દિલ્હીમાં અનેક નેતાઓના આવાસ પર ગયા પછી ત્રણે ધારાસભ્યો ઝારખંડ ભવન પાછા ફર્યા હતા.

અભિષેકે કહ્યું કે ૧૬મી જુલાઈએ ત્રણે ધારાસભ્યો દિલ્હીમાં મોટા નેતાઓને મળ્યા. તેમને એક કરોડ એડવાન્સ આપવાનું વચન અપાયું હતું, પરંતુ એડવાન્સ ન મળતા તેઓ નારાજ થઈ ગયા અને તે જ દિવસે બપોરે ૨.૩૦ વાગ્યાની ફ્લાઈટમાં રાંચી પરત ફર્યા હતા. પકડાયેલા આરોપીઓના જણાવ્યા મુજબ રાંચીમાં અનેક સ્થાનિક ધારાસભ્યોનો સંપર્ક કરાયો. અભિષેકે કબૂલ્યું કે ગૃહમાં વોટિંગ કરાવીને સરકાર તોડી પાડવાનું કાવતરું રચાયું હતું. સરકાર તોડી પાડવામાં બે પત્રકાર અને એક વચેટિયાની પણ સંડોવણી હોવાનું તેણે કબૂલ્યું હતું.

Source link


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •