બુલેટ ટ્રેન પ્રોજેક્ટનાં 72 ટકા કોન્ટ્રાકટ ભારતીય કંપનીઓને અપાશે

SHARE WITH LOVE
 • 12
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  12
  Shares

બુલેટ ટ્રેન પ્રોજેક્ટનાં 70 ટકા કોન્ટ્રાકટ ભારતીય કંપનીઓને અપાશે

અમદાવાદ : મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના નિર્માણનો કોન્ટ્રાકટ ભારતીય કંપનીઓને આપવામાં આવશે. આ કુલ બાંધકામના 72% કામ હશે. રેલ્વે બોર્ડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર વી.કે. યાદવે કહ્યું કે આનાથી આત્મનિર્ભર ભારતની પહેલને મજબૂત બનાવશે.

એસોચેમના વેબિનારમાં બોલતા તેમણે કહ્યું હતું કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના હાઈ વેલ્યુ ટેક્નિકલ કામ જેવા કે બ્રિજ અને ટનલ બાંધકામનું કાર્ય ભારતીય કંપનીઓ પાસે રહેશે. બીજી તરફ જાપાનની કંપનીઓને સિગ્નલ, ઇલેક્ટ્રિક અને ટેલિકોમનું કામ મળશે. આ અગાઉ તેઓએ જણાવ્યું હતું કે રેલવે બોર્ડના ચેરમેન વીકે યાદવે કહ્યું કે બુલેટ ટ્રેન પ્રોજેકટ માટે જમીન અધિગ્રહણનું કામ ઝડપથી ચાલી રહ્યું છે અને અત્યાર સુધી 63% જમીન હસ્તાંતરિત કરી ચૂક્યાં છે.

બુલેટ ટ્રેનના 508 કિલોમીટર લાંબા પ્રોજેક્ટ માટે થનાર અંદાજિત ખર્ચ 1.10 લાખ કરોડ રૂપિયા છે. તેમાંથી 88 હજાર કરોડ રૂપિયા જાપાન આંતરરાષ્ટ્રીય સહયોગ એજન્સી ભારતને લોન રૂપે આપશે.તેઓએ કહ્યું હતું કે જાપાન સરકાર સાથેની વિસ્તૃત ચર્ચા બાદ અમે આ પ્રોજેક્ટના 72 ટકા પ્રોજેક્ટ ભારતીય કંપનીઓ માટે રાખ્યા છે.તેમાં તમામ એન્જીનીયરીંગ કામ સામેલ છે.

source


SHARE WITH LOVE
 • 12
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  12
  Shares