અંકલેશ્વર: તાલુકા માંથી રૂપીયા ૨૩,૩૬,૩૭૦ ની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો

SHARE WITH LOVE
 • 18
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  18
  Shares

રાજયકક્ષાના મંત્રીશ્રી શ્રી ઇશ્વરસિંહ ઠાકોરભાઇ પટેલ , સહકાર, રમત-ગમત યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ (સ્વતંત્ર હવાલો), વાહન વ્યવહાર (રાજયકક્ષા) મંત્રીશ્રી તેમનો મતવિસ્તાર ભરૂચ જીલ્લા માં આવેલ અંકલેશ્વર તાલુકાના નવાગામની સીમમાંથી રૂપીયા ૨૩,૩૬,૩૭૦ ની કિંમતનો ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા તથા અન્ય મુદ્દામાલ ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

પોલીસ મહાનિરીક્ષકશ્રી અભય ચુડાસમા વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ તરફથી આગામી ૩૧ ડીસેમ્બરની ઉજવણી અર્થે જિલ્લામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી તથા વેચાણ ન થાય તેમજ પ્રોહી પ્રવૃતિ નેસ્ત નાબૂદ કરવા જિલ્લાના નામચીન બુટલેગરોની પ્રવૃતિ ઉપર સતત વોચ રાખવા સૂચના આપવામાં આવેલી હતી. આ બાબતે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી તરફથી એક સ્પેશ્યલ પ્રોહી ડ્રાઇવનુ આયોજન પણ કરવામાં આવેલ છે. આ સંદર્ભે એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેકટરશ્રી જે.એન.ઝાલાના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. પી.એસ.બરંડા તથા પો.સ.ઇ.વાય.જી.ગઢવી ટીમના માણસો સાથે અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી મળેલ અંકલેશ્વર તાલુકાના નવાગામ ખાતે રહેતા નામચીન બુટલેગર સતીષભાઇ ચંદુભાઇ વસાવાએ ૩૧ મી ડીસેમ્બરના તહેવારમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનુ વેચાણ કરવા માટે એક કંન્ટેનર ભરીને વિદેશી દારૂનો જથ્થો મંગાવેલ છે અને નવાગામની સીમમાં કંટેન્ટરમાંથી વિદેશી દારૂનો જથ્થો ખાલી કરી રહેલ છે. જે બાતમી આધારે બાતમીવાળી જગ્યા જગ્યાએ રેઇડ કરતા સુરતના નામચીન આરોપી તારકનાથ ઉર્ફે સુરજ ઉર્ફે સુરેશ ઉર્ફે સુર્યો ઉર્ફે કરણ ભવાનીપ્રસાદ સીંગ રહેવાસી સુરતવાળા વિદેશી દારૂ/બીયર તથા અન્ય મુદ્દામાલ સાથે કિંમત રૂપીયા ૨૩,૩૬,સાથે કુલ કિંમત રૂપીયા ૨૩,૩૬,૩૭૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી તેમજ સતીષ ચંદુભાઇ વસાવા તથા અન્ય ૦૭ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીનુ નામ

તારકનાથ ઉર્ફે સુરજ ઉર્ફે સુરેશ ઉર્ફે સુર્યો ઉર્ફે કરણ ભવાનીપ્રસાદ સીંગ રહેવાસી સુરત
કબ્જે કરેલ મુદ્દામાલ
(૧) ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ/ટીનના બોક્ષ નંગ ૨૮૭ કિંમત રૂપીયા ૧૩,૨૭,૨૦૦/-
(૨) એક કંન્ટેનર ટ્રક કિંમત રૂપીયા ૧૦,૦૦,૦૦૦/-
(૩) મોબાઇલ નંગ – ૦૩ કિંમત રૂપીયા ૬૫૦૦/-
(૪) રોકડા રૂપીયા ૨૬૭૦/- મળી કુલ કિંમત રૂપીયા ૨૩,૩૬,૩૭૦ /-

પકડાયેલ આરોપીનો પૂર્વ ઇતિહાસ
(૧) સને ૨૦૧૪ ની સાલમાં અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં વિદેશી દારૂના વિપુલ જથ્થા સાથે
પકડાયેલ હતો.
(૨) દસેક માસ પહેલા કામરેજ પોલીસ સ્ટેશનમાં વિદેશી દારૂના વિપુલ જથ્થા સાથે
પકડાયેલ હતો.

કામગીરી કરનાર અધિકારી/કર્મચારી

(૧)પો.સ.ઇ. પી.એસ.બરંડા (૨) પો.સ.ઇ.વાય.જી.ગઢવી (૩) હે.કો. અજયભાઇ રણછોડભાઇ (૪) હે.કો. ચંન્દ્રકાન્ત શંકરભાઇ (૫) હે.કો. દિલીપકુમાર યોગેશભાઇ (૬) હે.કો. હિતેશભાઇ ફતેસીંગ (૭) વુ.હે.કો. વર્ષબેન રમણભાઇ (૮) પો.કો. દિલીપભાઇ ચંદુભાઇ (૯) પો.કો. જયરાજભાઇ ભરતભાઇ (૧૦) પો.કો. જોગેન્દ્રદાન ભુપતદાન (૧૧) પો.કો. કિશોરસિંહ વીરાભાઇ (૧૨) હે.કો.ફતેસીંગ રામસીંગ.

#BharuchPolice
#GujaratPolice


SHARE WITH LOVE
 • 18
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  18
  Shares