INX Media case:પી.ચિદમ્બરમની ધરપકડ , પુત્ર કરશે જંતરમંતર પર પ્રદર્શન ?

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

ગઈકાલે રાત્રે ધરપકડ પછી સીબીઆઈ પી. ચિદમ્બરમને આજે ખાસ અદાલતમાં રજૂ કરશે. આ દરમિયાન કૉંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ તેમની ધરપકડને રાજકીય કિન્નાખોરી ગણાવી છે. કાર્તી ચિદમ્બરમે પિતાની ધરપકડને લઈને જંતરમંતર પર દેખાવો કરવાની વાત કરી છે.

ચિદમ્બરમને આજે સીબીઆઈની વિશેષ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ચિદમ્બરમ પર ભ્રષ્ટાચારનો આરોપ છે, જેને તેઓ ફગાવતા રહ્યા છે.

દિલ્હી હાઈ કોર્ટે જામીન રદ કર્યા પછી સુપ્રીમ કોર્ટે તત્કાળ સુનાવણી ન કરતા સીબીઆઈએ ગઈ કાલે રાત્રે તેમની હાઈ વૉલ્ટેજ ડ્રામા પછી ધરપકડ કરી હતી.


કૉંગ્રેસે શું કહ્યું?

કૉંગ્રેસ પાર્ટી સમગ્ર રીતે ચિદમ્બરમના સહયોગમાં છે. ગઈ કાલે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના ટ્વીટ ઉપરાંત પત્રકારપરિષદમાં પણ વરિષ્ઠ કૉંગ્રેસી નેતાઓ હાજર હતા.

આજે કૉંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પત્રકારપરિષદનું આયોજન કર્યું હતું અને તેમાં તપાસ એજન્સી પાસે પુરાવાઓ નહીં હોવાનો તથા સરકાર રાજકીય કિન્નાખોરી દાખવી રહી હોવાનો આરોપ કર્યો હતો.

LIVE: Press briefing by @rssurjewala, I/C, AICC Communications. https://t.co/AnhGZzw0hF— Congress Live (@INCIndiaLive) August 22, 2019

રણદીપ સુરજેવાલાએ કહ્યું કે છેલ્લા બે દિવસમાં ભારતે ધોળે દિવસે લોકશાહી અને કાયદાના શાસનની હત્યા થતી જોઈ છે. સરકાર સીબીઆઈ અને ઈડીનો અંગત અદાવત માટે ઉપયોગ કરી રહી છે.

એમણે કહ્યું કે મનઘડંત રીતે, કિન્નાખોરીથી અને પસંદગીપૂર્વક પૂર્વ ગૃહ-નાણામંત્રી પી. ચિદમ્બરમની ધરપકડ કરાઈ છે અને તે મોદી સરકારની અંગત અને રાજકીય બદલાવૃત્તિ છે.

સુરજેવાલાએ સીબીઆઈના અધિકારીઓ ઉપર પણ નિશાન સાધ્યુ અને કહ્યું કે જે અધિકારીઓ એમના ઘરની દીવાલ ઠેકી છે તેઓ એમની સામે કોઈ પુરાવાઓ નથી એવું નરેન્દ્ર મોદી અને અમિત શાહને કહેવાની હિંમત દાખવશે એવી અમને આશા છે.

સુરજેવાલાએ કહ્યું કે ચિદમ્બરમ સામે જે કેસ છે તે જે વ્યક્તિ પોતાની જ દીકરીની હત્યામાં જેલમાં છે તેમનાં નિવેદનને આધારે કરવામાં આવી.

તેમણે કાયમ તપાસસંસ્થાઓને સહકાર આપ્યો હોવા છતાં અને તેઓ બંધારણ પ્રત્યે ઉચ્ચ આદર ધરાવતા હોવા છતાં સીબીઆઈએ તેમની રાત્રે ઉતાવળમાં ધરપકડ કરી એવો દાવો પણ સુરજેવાલાએ કર્યો.

સુરજેવાલાએ કહ્યું કે ચિદમ્બરમ સામે કે એમના પરિવાર સામે આઈએનએક્સ મીડિયા કેસમાં કોઈ ગુનો નોંધાયો નથી. કોઈ ચાર્જશીટ ફાઇલ થઈ નથી. કાર્તીને ત્યાં દરોડા પાડવામાં આવ્યા, ધરપકડ કરવામાં આવી અને તેઓ જામીન પરપ મુક્ત છે. તપાસસંસ્થા પાસે ચાર્જશીટ માટે પણ પૂરતા પુરાવા નથી.

ગઈ કાલે ધરપકડ પછી ચિદમ્બરમને સીબીઆઈની વડીકચેરી સ્થિત ગેસ્ટ હાઉસમાં રાખવામાં આવ્યા હતા.


ભાજપે શું કહ્યું?

ચિદમ્બરમની ધરપકડ પછી ભાજપ આઈટી સેલના અધ્યક્ષ અમિત માલવીયએ એક વીડિયો ટ્વીટ કર્યો હતો જે 2019ની નરેન્દ્ર મોદીની ચૂંટણી સભાનો હતો. એ વીડિયોમાં નરેન્દ્ર મોદી એવું કહી રહ્યા હતા કે જેમણે દેશને લૂંટ્યો છે તેમણે પાઈ પાઈ ચૂકવવી પડશે.

“Some are on bail while some are getting dates from courts. I have managed to take these corrupt people to the doors of jail. One more term, and they can be pushed into it”

~ Narendra Modi, April 2019. pic.twitter.com/kieRKcGL2u

— Amit Malviya (@amitmalviya) August 21, 2019

સુબ્રમણ્યમ સ્વામીએ શરૂઆતથી જ ચિદમ્બરમને દોષિત માને છે. તેમણે કહ્યું કે ચિદમ્બરમને ભાગેડું જાહેર કરી તેમની તમામ સંપત્તિ જપ્ત કરી લેવી જોઈએ.

Time to start process to declare PC as a proclaimed offender and attach all his properties— Subramanian Swamy (@Swamy39) August 21, 2019

કેન્દ્રીય મંત્રી જી. કિશન રેડ્ડીએ કહ્યું કે કાયદો તેનું કામ કરશે. અદાલત તેની રીતે નિર્ણય સેતી હોય છે આની સાથે પાર્ટીને કે સરકારને કોઈ લેવાદેવા નથી.

ભાજપના નેતા અને બાગપતથી સાંસદ સત્ય પાલ સિંઘે કહ્યું કે ચિદમ્બરમજી પૂર્વ ગૃહ-નાણામંત્રી છે, બૌદ્ધિક છે અને કાયદો સારી રીતે સમજે છે. એમણે અદાલતના આદેશ પછી આવુ વર્તન કરવાની જરૂર નહોતી. જે થયું તે ખરાબ થયું. એમણે સરેન્ડર કરી દીધું હોત તો તેમનું સન્માન જળવાઈ રહ્યું હોત.

Satya Pal Singh, Baghpat BJP MP: Chidambaran ji is a former Union Finance,&Home Minister, he is an intellectual & knows the law, he should not have behaved like this after court’s order.What happened was not good, had he surrendered earlier, his dignity would have remained intact pic.twitter.com/9TQntdZvpG— ANI (@ANI) August 22, 2019


એમની પાસે બૉમ્બ કે બંદૂક હતી? કાર્તી ચિદમ્બરમ

Karti Chidambaram in Delhi on P Chidambaram arrested by CBI: This is not merely targeting of my father but the targeting of Congress party. I will go to Jantar Mantar to protest. pic.twitter.com/IpDJbwOHk5— ANI (@ANI) August 22, 2019

પી. ચિદમ્બરમના પુત્ર કાર્તીએ કહ્યું કે આ કૉંગ્રેસને બદનામ કરવાનું કાવતરું છે. હું કદી પીટર મુખરજી કે ઇન્દ્રાણી મુખરજીને મળ્યો નથી અને તેમની સાથે કે તેમની કંપની સાથે કોઈ લેવાદેવા નથી. એફઆઈપીબી વિશે પણ મને કંઈ જાણ નથી.

સીબીઆઈ દ્વારા ગઈ કાલે દીવાલ ઠેકીને ધરપકડ કરવા વિશે તેમણે કહ્યું કે શું તેમની પાસે બૉમ્બ કે બંદૂક હતી. આ બીજું કંઈ નહીં પરંતુ ટેલિવિઝનની નૌટંકી છે. આ ફક્ત મારા પિતાને નથી ટાર્ગેટ કરાઈ રહ્યા પરંતુ કૉંગ્રેસ પાર્ટીને ટાર્ગેટ કરાઈ રહી છે.


શું છે આઈએનએક્સ કેસ?

સીબીઆઈએ તારીખ 15મી મે, 2017ના દિવસે આઈએનએક્સ મીડિયા સામે કેસ દાખલ કર્યો હતો.

કંપનીને વિદેશી રોકાણની મંજૂરી આપવામાં ગેરરીતિ આચરવામાં આવી હોવાનો આરોપ છે.

આઈએનએક્સ મીડિયામાં 305 કરોડ વિદેશી રોકાણની મંજૂરી આપવામાં આવી હતી અને તે સમયે ચિદમ્બરમ નાણામંત્રી હતા.

કાર્તી ચિદમ્બરમ ઉપર આરોપ છે કે આઈએનએક્સ મીડિયા સામેની સંભવિત તપાસને અટકાવવા માટે તેમણે દસ લાખ ડૉલરની માગણી કરી હતી.

સીબીઆઈનો દાવો છે કે આઈએનએક્સ મીડિયાના પૂર્વ ડાયરેક્ટર ઇંદ્રાણી મુખરજીએ સીબીઆઈની પૂછપરછ દરમિયાન આ વાતની કબૂલાત કરી હતી.

સીબીઆઈનો દાવો છે કે દિલ્હીની એક ફાઇવસ્ટાર હોટલમાં આ સોદો નક્કી થયો હતો.

ઉલ્લેખનીય છે કે ઇંદ્રાણી ઉપર તેમનાં પુત્રી શીના બોરાની હત્યા કરવાનો આરોપ છે અને હાલમાં તેઓ જેલમાં છે.


ચિદમ્બરમે શું કહ્યું હતું?

ગઈ કાલે ચિદમ્બરમે કૉંગ્રેસના કાર્યાલયમાં પત્રકારોને સંબોધ્યા હતા. જેમાં તેમણે કહ્યું કે તેઓ કાયદાથી ભાગી નથી રહ્યા પણ કાયદાની શરણે ગયા છે.

ધરપકડથી રાહત મેળવવા માટે તેઓ સુપ્રીમ કોર્ટની શરણે ગયા હતા. જ્યાં તેમની અરજી પર શુક્રવારે સુનાવણી હાથ ધરાશે.

#WATCH P Chidambaram taken away in a car by CBI officials. #Delhi pic.twitter.com/nhE9WiY86C— ANI (@ANI) August 21, 2019

પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમે દિલ્હીમાં એક પત્રકારપરિષદ યોજીને પોતાને નિર્દોષ ગણાવ્યા હતા.

નવી દિલ્હીમાં ઓલ ઇન્ડિયા કૉંગ્રેસ કમિટીના કાર્યાલય ખાતે યોજાયેલી પત્રકારપરિષદમાં ચિદમ્બરમે કહ્યું કે “INX મામલે મારા વિરુદ્ધ કોઈ આરોપ નથી. શુક્રવાર સુધી એજન્સીઓએ થોભવું જોઈએ.”

પત્રકારપરિષદને પગલે સીબીઆઈની ટીમ પણ કૉંગ્રેસના કાર્યાલયે પહોંચી હતી તો ઈડીએ પણ પોતાની ટીમ મોકલી હતી.

પત્રકારપરિષદ પૂર્ણ થયા બાદ ચિદમ્બરમ દિલ્હીના જોરબાગ ખાતેના તેમના આવાસ ખાતે જવા માટે નીકળ્યા હતા. જે બાદ સીબીઆઈ અને ઈડીની ટીમ તેમની પાછળ તેમના આવાસે પહોંચી હતી.

ટીવી અહેવાલો અનુસાર એજન્સીની ટીમોએ દીવાલ ઠેકીને ચિદમ્બરમના આવાસમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેમના ઘરના દરવાજા બંધ છે. ટીવી પર પ્રસારિત રિપોર્ટોમાં સીબીઆઈ કર્મચારીઓ દીવાલ કૂદીને તેમના ઘરમાં પ્રવેશતા દેખાયા હતા.


પત્રકારપરિષદમાં શું થયું?

તેમણે એવું પણ કહ્યું કે તેઓ કાયદાથી ભાગ્યા નથી પણ કાયદાની શરણમાં આવ્યા છે.

તેમણે ઉમેર્યું, “હું ન્યાયનો પ્રયાસ કરી રહ્યો છું. હું મારું માથું ઊંચું કરીને જ રહીશ. જીવન અને આઝાદીમાં હું ખચકાયા વગર આઝાદી પસંદ કરીશ. આઝાદી માટે લડવું પડે.”

આ દરમિયાન તેઓ રાહત મેળવવા માટે સુપ્રીમકોર્ટની શરણમાં ગયા હતા. જ્યાં તેમની અરજી પર હવે શુક્રવારે સુનાવણી હાથ ધરવામાં આવશે.

પોતાના નિવેદનમાં તેમણે કહ્યું, “ગત રાતે હું મારા વકીલો સાથે કાગળો તૈયાર કરી રહ્યો હતો. મારા પર કાયદાથી છૂપાવાના આરોપ લાગ્યા છે. જ્યારે હકીકત એ છે કે હું કાયદાથી રક્ષણ માગી રહ્યો છું.”

આ પહેલાં મંગળવાર સાંજે સીબીઆઈ ચિદમ્બરમના ઘરે પહોંચી હતી, જ્યાં તેઓ નહોતા મળ્યા. જેને પગલે સીબીઆઈએ તેમના વિરુદ્ધ લૂકઆઉટ નોટિસ જાહેર કરી હતી.

પત્રકારપરિષદ વખતે સલમાન ખુર્શિદ, કપિલ સિબ્બલ, અભિષેક મનુ સિંઘવી પણ હાજર હતા.


ગઈ કાલે દિવસ દરમિયાન શું થયું?

ગઈ કાલે ધરપકડથી બચવાનો પ્રયાસ કરી રહેલા પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમને મંગળવારે સુપ્રીમ કોર્ટમાંથી રાહત નહોતી મળી.

અગ્રિમ જામીનઅરજી રદ થયા બાદ સુપ્રીમ કોર્ટમાં પહોંચેલા ચિદમ્બરમના અગ્રિમ જામીન મામલે સીબીઆઈએ કૅવિયેટ દાખલ કરી દીધી.

સુપ્રીમ કોર્ટમાં અરજી થતાં સીબીઆઈ અને ઈડીએ કૅવિયેટ ફાઇલ કરી. એનો અર્થ એ છે કે હવે આ કેસમાં અદાલત ઈડી અને સીબીઆઈની દલીલો સાંભળ્યા વગર સીધી રાહત આપી શકશે નહીં.

આ પહેલાં ચિદમ્બરમ તરફથી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતા, જ્યાં તત્કાલ સુનાવણી કરવાનો ઇન્કાર કરી દેવાયો હતો.

An extremely qualified and respected member of the Rajya Sabha, @PChidambaram_IN ji has served our nation with loyalty for decades including as Finance Minister & Home Minister. He unhesitatingly speaks truth to power and exposes the failures of this government,
1/2— Priyanka Gandhi Vadra (@priyankagandhi) August 21, 2019

but the truth is inconvenient to cowards so he is being shamefully hunted down. We stand by him and will continue to fight for the truth no matter what the consequences are.
2/2— Priyanka Gandhi Vadra (@priyankagandhi) August 21, 2019

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ કહ્યું કે મોદી સરકાર ઈડી, સીબીઆઈ અને કરોડરજ્જુ વગરના મીડિયાને સહારે ચિદમ્બરમનું ચરિત્રહનન કરી રહી છે. હું સત્તાના આ દુરુપયોગનો આકરો વિરોધ કરું છું.

Modi’s Govt is using the ED, CBI & sections of a spineless media to character assassinate Mr Chidambaram.

I strongly condemn this disgraceful misuse of power.

— Rahul Gandhi (@RahulGandhi) August 21, 2019

હાઈકોર્ટે જામીન રદ કરતા ચિદમ્બરમે સ્પેશિયલ લીવ પિટિશન દાખલ કરી હતી.

વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ, સલમાન ખુરશીદ અને વિવેક તાનખાએ સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી હતી.

સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ રમન આગળ કેસની રજૂઆત થઈ હતી. જોકે, જસ્ટિસ રમને કોઈ આદેશ ન આપતા કેસની ફાઇલ ચીફ જસ્ટિસને મોકલી આપી છે.

હવે ચિદમ્બરમની જામીન અરજી અંગેનો નિર્ણય ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ લેશે.

જોકે, ચીફ જસ્ટિસ ગોગોઈ અયોધ્યા કેસની રોજિંદી સુનાવણીમાં વ્યસ્ત હોઈ ચિદમ્બરમની અરજી પર સુનાવણી કેટલી ઝડપે થશે તે હાલ કહી શકાય એમ નથી.

ગઈકાલે સીબીઆઈ અને ઈડીની ટીમો ચિદમ્બરમના ઘરે પહોંચી હતી. જોકે, તેઓ મળી આવ્યા નહોતા.

આજે બુધવારે પણ સીબીઆઈની ટીમો ઘરે પહોંચી હતી પરંતુ તેઓ મળી આવ્યા નથી.

સીબીઆઈએ ચિદમ્બરમના ઘરની બહાર નોટિસ લગાવી હતી.

તેઓ આઈએનએક્સ મીડિયા કેસમાં આરોપી છે અને સીબીઆઈ તેની તપાસ કરી રહી છે.

આ કેસમાં ધરપકડથી બચવા માટે ચિદમ્બરમે આગોતરા જામીન માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ કેસમાં તેઓ જામીન પર હતા અને ગઈકાલે હાઈકોર્ટે જામીન રદ કરી દીધા હતા.

સીબીઆઈ સિવાય ઍન્ફૉર્સમૅન્ટ ડાયરેક્ટ્રેટે કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં પી. ચિદમ્બરમના પુત્ર કાર્તી પણ સહઆરોપી છે.


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

Leave a Reply

Your email address will not be published.