It’s Magic.. It’s Magic.. जादू.. of : ModiShah

SHARE WITH LOVE
 • 7
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  7
  Shares

ભાજપના ચાણક્ય નું જાદુ

મહારાષ્ટ્ર અને હરિયાણામાં એકસાથે ચૂંટણી યોજાઈ તેમ છતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે એક રાજ્યમાં તાબડતોબ ગઠબંધન સરકાર રચી દીધી અને મહારાષ્ટ્ર પર મૌન જાળવી રાખ્યું તેના પાછળ તેમની ચાણક્યનીતિ અને દૂરંદેશીતાનું રહસ્ય છુપાયેલું હતું. પાર્ટી પોતાને આમ કરવામાં સફળ માની રહી છે. પાર્ટીએ પોતાની રણનીતિ અંતર્ગત શિવસેનાને બેનકાબ કરવા અને સમગ્ર ઘટનાક્રમ પર બહારથી ચાંપતી નજર રાખવા પર જ કામ કર્યું. શાહે જાતે સમગ્ર ઘટનાક્રમ પર સતત બારિક નજર રાખી હતી અને તેમના પ્રભારી મહાસચિવ ભૂપેન્દ્ર યાદવ મુંબઈ-દિલ્હી વચ્ચે આવ-જા કરી રહ્યા હતા. શિવસેનાનું વલણ બદલાયેલું જણાતા ભાજપના નેતૃત્વે નક્કી કરી લીધઉં હતું કે સત્તાને લઈને શિવસેનાની જેવી વૈચારિક પાર્ટીની ભૂખ કેવી છે તેનો ચોક્કસ પર્દાફાશ કરવો પડશે. ભાજપના ચાણક્ય અમિત શાહે આ માટે ચક્રવ્હયૂહ રચ્યું અને તેમાં શિવસેના અને કોંગ્રેસ ફસાઈ ગયા અને આખરે મહારાષ્ટ્રમાં ભાજપ અને એનસીપીની સરકાર રચાઈ છે.

નિર્ધારિત રણનીતિ હેઠળ જ મહારાષ્ટ્રમાં સરકાર રચવાની અંતિમ તારખીથી એક દિવસ અગાઉ ભાજપે પોતાની તરફથી શિવસેનાને મનાવવાનો પ્રયાસ કરવા સંદેશ મોકલ્યો હતો. ત્યારબાદ 8 નવેમ્બરના દેવેન્દ્ર ફડણવિસે રાજીનામું આપી દીધું હતું. ભાજપની રણનીતિ રાષ્ટ્રપતિ શાસન તરફ આગળ વધવાની હતી. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ વિધાનસભા કાર્યકાળ સમાપ્ત થયા બાદ બંધારણિય અધિકાર મુજબ પહેલા ભાજપને ત્યારબાદ શિવસેનાને અને બાદમાં રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ને સરકાર બનાવવાની સંભાવના વિશે જાણ્યું.

એનસીપીએ રાજ્યપાલ પાસે સમય માંગ્યો અને ભૂલ કરી

ભાજપના નેતૃત્વને સોમવારે રાત્રે જ અંદાજ આવી ગયો હતો કે ત્રણેય પક્ષો મળીને સરકાર રચવા જઈ રહ્યા છે. તેઓ કોમન મિનિમમ પ્રોગ્રામ પર વાત કરવા વધુ સમય ઈચ્છતા હતા, પરંતુ એનસીપીએ એક ભૂલ કરી કે તેમણે રાજ્યપાલ પાસે વધુ સમયની માંગ કરી હતી. ત્યારબાદ ત્રણ કલાકમાં જ રાજ્યપાલની ભલામણ, કેબિનેટ બેઠક અને રાષ્ટ્રપતિ શાસન માટે રાષ્ટ્રપતિ કોવિંદના હસ્તાક્ષર થઈ ગયા હતા.

એનસીપીને આશા હતી કે રાજ્યપાલ સમય નહીં આપે તો પણ તેમની પાસે રાત્રે આઠ વાગ્યા સુધીનો સમય છે. પરંતુ રાજ્યપાલે એનસીપીની વધુ સમયની દરખાસ્તને આધારે જ દિવસના સમયે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની ભલામણ આપી હતી. સૂત્રોના મતે રાજ્યપાલને દિવસે પત્ર લખીને રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની તક આપવી એ પણ ભાજપ-એનસીપીની પૂર્વઆયોજિત રણનીતિનો ભાગ હતો કારણ કે એનસીપી પાસે રાત સુધીનો સમય હતો અને તે રાહ જોઈ શક્યું હોત.

મોદી-શાહીની બેઠકમાં લખાઈ મહારાષ્ટ્રમાં સરકાર રચવાની પટકથા

વડાપ્રધાન મોદી સાથે શરદ પવારે દિલ્હીમાં 40 મિનિટ સુધી બેઠક યોજી હતી. આ બેઠકે સરકાર રચવા તરફ ઈશારો આપ્યો હતો. મોદી-પવારની મુલાકાત બાદ ભાજપના અધ્યક્ષ અમિત શાહે વડાપ્રધાન સાથે મુલાકાત કરી હતી. સમગ્ર પટકથા આ બેઠકમાં લખાઈ હતી પરંતુ મોદી-શાહએ ગુપ્તતા જાળવી હતી. એનસીપી તરફથી ભાજપ સાથે સરકાર રચવાની પહેલ કરશે શરદ પવાર નહીં પરંતુ અજીત પવાર કરશે. આ ફોર્મ્યૂલા પર કામ આગળ ધપાવાયું હતું. ભાજપ ઈચ્છતિ હતી કે શિવસેના અને કોંગ્રેસ બન્નેનો પર્દાફાશ થાય. એટલે જ સત્તાનો કોળિયો મોઢા સુધી આવ્યા બાદ શાહે તેને ઝુટવી લીધી હતો અને શિવસેના-કોંગ્રેસને ચેકમેટ કરી દીધા.

સૂત્રો નામતે લોકસભા ચૂંટણીવ ખતે પણ એનસીપીએ ભાજપના નેતૃત્વને ગઠબંધન કરવાના સંકેત આપ્યા હતા, પરંતુ તેના બદલામાં શિવસેનાને એનડીએમાંથી અલગ કરવાની શરત રખાઈ હતી, જે ભાજપે સ્વીકારવાનો ઈનકાર કરી દીધો હતો. જો કે શિવસેનાના વલણથી નારાજ ભાજપે આ વખતે તક જોઈને તેનો કાંટો સરળતાથી કાઢી નાંખ્યો છે.


SHARE WITH LOVE
 • 7
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  7
  Shares

Leave a Reply

Your email address will not be published.