ઇવાંકા ટ્રમ્પ ભારતની દીકરીના પિતૃપ્રેમથી ગદગદ, જ્યોતિના વખાણ કરતાં કહ્યું કે…

SHARE WITH LOVE
 • 231
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  231
  Shares

ભારતમાં પરિવાર નામની સંસ્થાની કદર આખી દુનિયામાં છે. ભારતીય પરિવારના તાણાવાણાથી આખી દુનિયા અને ખાસ કરીને યુરોપ, અમેરિકાને ખૂબ ગમે છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી ઇવાન્કા ટ્રમ્પ પણ એ લોકોમાં છે જે ભારતમાં પારિવારિક પ્રેમની એક ઝલક જોઇને ગદગદ છે. તેમણે ટ્વિટર પર એ છોકરીની સ્ટોરી શેર કરી છે જે ગુરૂગ્રામમાં ફસાયેલા પોતાના પિતાને સાઇકલ પર બેસાડીને પોતાના ઘરે બિહારના દરભંગા લઇ ગઇ.

જ્યોતિ માટે ઇવાન્કાની ટ્વીટ

તેમણે ટ્વીટ કરી કે 15 વર્ષની જ્યોતિ કુમારીએ પોતાના ઘાયલ પિતાને સાઇકલ પર સાત દિવસમાં 1200 કિમીનું અંતર કાપીને પોતાના ગામ લઇ ગઇ. આ ભારતીયોની સહનશીલતા અને તેમને અખૂટ પારિવારિક પ્રેમ ભાવનાનો પરિચય કરાવે છે.

જ્યારે સાઇકલ પર પિતાને લઇઇ ગુરૂગ્રામથી દરભંગા નીકળી જ્યોતિ

વાત એમ છે કે કોરોના સંકટના લીધે દેશવ્યાપી લોકડાઉનમાં દેશની અલગ-અલગ જગ્યા પર પ્રવાસી મજૂર ફસાયા. ટ્રેન સહિત અવરજવરના બીજા સાધનો બંધ થતાં મજૂર પગપાળા પોતાના ઘર તરફ નીકળી પડ્યા. જ્યોતિના પિતા મોહન પાસવાન થોડાંક મહિના પહેલાં અકસ્માતમાં ઘાયલ થયા હતા, આથી તેઓ પોતાના દમ પર ઘરે પહોંચવામાં અસમર્થ હતા.

7 દિવસ સાઇકલ પર સફર કરી

લોકડાઉનમાં ફસાતા જ્યોતિ પિતાની સ્થિતિ જોઇ પરેશાન હતી અને એક દિવસ તે સાઇકલ લઇને પિતા સાથે નીકળી પડી. જ્યોતિએ કહ્યું કે તેને પાપાને સાઇકલ પર બેસાડીને 10મી મેના રોજ ગુરૂગ્રામથી નીકળવાનું શરૂ કર્યું અને 16મી મેના સાંજે ઘરે પહોંચી. રસ્તામાં ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડ્યો, જો કે કેટલાંક લોકોએ તેની મદદ પણ કરી.

ઇવાંકાને કદાચ જ્યોતિમાં દેખાઇ પોતાની ઝલક

જ્યોતિના પિતાના પ્રત્યે આ પ્રેમ જોઇ ઇવાંકા ભાવનાઓમાં એટલા માટે આવી ગઇ કારણ કે તે પણ ભાવનાત્મક રીતે પોતાના પિતા ડોનાલ્ડ ટ્રમ્પની ખૂબ જ નજીક છે. બંને બાપ-દીકરીની વચ્ચેના સંબંધનો અંદાજો એ વાત પરથી લગાવી શકો છો કે ટ્રમ્પે ઇવાંકાને પોતાની સલાહકાર તરીકે નિમણૂક કરી છે. ઇવાંકા અમેરિકન રાષ્ટ્રપતિ અને પોતાના પિતા ડોનાલ્ડ ટ્રમ્પની નોકરીઓના સૃજન, આર્થિક સશક્તિકરણ, વર્કફોર્સ ડેવલપમેન્ટ અને આંત્રપ્રિન્યોરશિપ મામલાની સલાહકાર છે. શકય છે કે ઇવાંકાએ જ્યોતિમાં પોતાની ઝલક જોઇ હોય અને ભાવ વિભોર થઇ ગઇ હોય.

source


SHARE WITH LOVE
 • 231
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  231
  Shares