ભરૂચ: ઝઘડીયા તાલુકાનું પીપળીપાન ગામ આજે પણ પાણી માટે મારે છે વલખાં

SHARE WITH LOVE
 • 15
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  15
  Shares

સૌરાષ્ટ્ર હોય કે કચ્છ, ઉતર હોય કે મધ્ય ગુજરાત, આ બધી જગ્યાએ નમઁદા નદીના પાણી આશીર્વાદ રૂપ બન્યા હોય ત્યારે નમઁદા નદીના કાંઠે આવેલા વિસ્તારોમાં પાણીની વિકટ પરિસ્થિતિ છે. પરંતુ ભરૂચ જિલ્લામાં ને ઝઘડીયામાં આવેલા અંતરીયાળ ગામો કે જયાં પાણીનાં પુરતા સ્ત્રોત નથી ત્યાંના લોકો એક બેડા પીવાના પાણી માટે વલખા મારે છે.

ઝઘડીયા તાલુકાના પીપળીપાન ગામમાં ભુગર્ભ જળ નીચે ઉતરી જતાં લોકો પીવાના પાણી માટે ટેન્કર ઉપર નિભઁર છે. ગામ ની કુલ વસ્તી 1,000 ની ને પીવાનું પાણી પુરુ પાડવા માટે દિવસમાં એક વખત ટેન્ક આવે છે. પણ ટેન્કર કયારે આવશે તેનો કોઈ સમય નક્કી હોતો નથી. લોકો ટેન્કરની રાહ જોતા નજર ગામના માગઁ ઉપર જોયા કરતા હોય છે. આના કારણે તેમના રોજગારી પર અસર પડી છે. જો ગામ લોકો મજુરી કામ માટે જતાં રહે તો પણ  પાણી ભરવાનું રહી જાય અને પાણીની રાહ જુએ તો મજુરીકામે જઈ શકતા નથી.

પીપળીપાન ની વસ્તી 1,000ની અને 35 જેટલા હેડપંપ છતાં એકપણ ચાલુ નહી. જી.એમ.ડી.સી દ્વારા કોલસાનુ ખનન માટે ખોદકામ ના કારણે ભુગર્ભ જળના વહેણ ટુટી જતાં જળ નીચે ઉતરી ગયા છે. પહેલા 20 ફુટે પાણી મળી જતું હવે 100  ફુટ સુધી પણ પાણી મેળવવામાં ફાંફા પડી રહયા છે. આના કારણે ગામમાં આવેલા હેડપંપ નકામા બની ગયાં છે. પીવાના પાણીની વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે પાણીની લાઈન નાખવામાં આવી છે. પરંતુ સંપ સુધી પાણી પહોંચતું નથી. આવા સંજોગોમાં ગામના લોકોને પાણીના ટેન્કરથી પાણી આપવામાં આવી રહયું છે. દિવસમાં ગમે ત્યારે ટેન્કર આવે ત્યારે પાણી ભરવા માટે લોકોની લાંબી કતાર લાગી જાય છે.

ગામની મહીલા બહેનો એ જણાવ્યું હતું કે પાણી માટે અમારે આખો દિવસ ટેન્કરની રાહ જોવી પડે છે. અને તેના કારણે મજુરીએ પણ જઈ શકાતું નથી.

દલપતભાઈએ જણાવ્યું હતું કે પીવાનું પાણી તો ટેન્કર માંથી મળી રહે છે. પણ ગામના 150 થી વધુ જેટલા પશુઓને પાણી પીવડાવવા માટે 3 થી 4 કીમી દુર આવેલા તળાવ સુધી પાણી પીવડાવવા લઈ જવા પડે છે.

રાજય સરકાર ભલે મોટા દાવા કરતી હોય કે ટેન્કરથી પાણી આપવાની પ્રથા હવે ભુતકાળ બની ચુકી છે. પણ ઝઘડીયા તાલુકાના અંતરિયાળ પીપળીપાન ગામના લોકો આજે પણ ટેન્કરના પાણીની રાહ જોઈ છે. તે હકીકત ખરી છે. #NoHopemodiji


SHARE WITH LOVE
 • 15
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  15
  Shares

Leave a Reply

Your email address will not be published.