ઘરોમાં કામ કરી માતાએ દીકરાને બનાવ્યો ખો-ખો ચેમ્પિયન, સરકાર આપે છે મહિને 12 હજાર

SHARE WITH LOVE
 • 20
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  20
  Shares

અથાગ મહેનત અને આસમાનને આંબવાના ઈરાદા કાેઈ પણ વ્યક્તિને સફળતાની સીડી ચઢાવે છે. ગરીબી, લાચારી, મજબૂરી પણ તેને આડે આવતી નથી. આવી જ કંઈ કહાણી સુરતના ગોડાદરા, ઉમીયાનગર સાેસાયટીમાં દસ બાય દસની ખાેલીમાં રહેતા 17 વર્ષીય વિશાલ તડવીની છે. માતા લોકોના ઘરે વાસણ માંજે છે, પિતા મૃત્યુ પામ્યા છે અને માેટો ભાઈ સંચામાં કામ કરી પરિવારનાે ભાર ઉઠાવે છે. ત્યારે આ ખેલાડી ખેલો ઈન્ડિયામાં મેડલિસ્ટ બની ગયાે અને હાલ ચાલતી જુનિયર નેશનલ ખાે-ખાેની 39મી સ્પર્ધામાં ગુજરાતની ટીમનો બેસ્ટ ડિફેન્ડર, બેસ્ટ એટેકર અને બેસ્ટ પોલર છે. પાંચ નેશનલ અને અનેક ડોમેસ્ટિક ખાે-ખાે મેચ રમી ચુકેલો વિશાલ તડવીનાે રોલ માેડલ એકલવ્ય મેડલ જીતેલાે દિપેશ મોરે છે. બાળપણમાં ઘર આંગણે રમાતી આ રમત ભલે લુપ્ત થવા પર છે પણ તેનું વજુદ હજુ નેશનલ-ઈન્ટરનેશનલ કક્ષાએ છે અને તેમાં હજી સુરતીઆે પણ રસ લઈ કારર્કિદી બનાવી રહ્યાં છે તે વાત આનંદ પમાડનારી છે.

 સંઘર્ષની કહાણી

વિશાલ કહે છે, ગોડાદરાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં અભ્યાસ કરતા હું રમતાે હતાે. ત્યારે મારા પર સ્પોર્ટસ આેથાેરિટી આેફ ગુજરાતના સુરત સ્થિત ડિસ્ટ્રીક કોચિંગ સેન્ટરના ખો-ખો કોચ હનુમાન ગારગેની નજર પડી અને તેમણે તેને, તેના પરિવારને ખાે-ખાેનું કોચિંગ લેવા સમજાવ્યા. વાત માની પણ છેક ગાેડાદરાથી મજૂરા ગેટ ચિલ્ડ્રન પાર્કના મેદાનમાં જવું કેવી રીતે. તે માટે પણ કોચે સાઈકલ અપાવી અને શરૂ થયું રાેજ ચાર કલાક ટ્રેનિંગનું સેશન. અને મેચ દરમિયાન અઢી-અઢી કલાકના ત્રણ સેશનમાં તે પ્રેક્ટિસ કરે છે. આટલા કિલીમીટર સાઈકલ ચલાવ્યા બાદ પણ વિશાલ થાક્યાે નહીં. શ્રી સમર્થ ક્રિડા મંડળની ત્રણ કાેચની ટીમ પાસે વિશાલને હનુમાન સરે તૈયાર કર્યાે. મેચ રમવાની શરૂઆત કરી અને આજે પ્રચલિત ખેલાડી બની ગયાે. હવે જુનિયરમાંથી જેવાે સિનિયરમાં જતા જ ઈન્ટરનેશનલ લેવલ સુધી પહાેંચવાનું સપનું છે. વિશાલનાે નાનાે ભાઈ અનિલ પણ ખો-ખોનાે અચ્છો ખેલાડી છે. વિશાલ વડાપ્રધાન માેદીની યાેજના ખેલાે ઈન્ડિયામાં તે ગયા વર્ષે જ મેડલિસ્ટ બન્યાે. તેને દર મહિને સારી ટ્રેનિંગ, સારો ખાેરાક મળે અને પરિવારને મદદરૂપ પણ થાય તે માટે રૂ. 12 હજાર બેંક એકાઉન્ટમાં મળતા થયા. ઉપરાંત સીઆેએફ કેમ્પમાં પણ તેની પસંદગી થતા 11 મહિના માટે રૂ. 4650 મળતા થયા. હવે તે બેસ્ટ ટ્રેનિંગ દેશમાં ગમે ત્યાં મેળવી શકે છે અને પાેતાના સપના સુધી પહાેંચી શકે છે. તેની આ પ્રતિભાને જોતા એનપી લીલીયાવાળા સ્કૂલે પણ ધાેરણ-9થી 12 સુધી તેની ફી ન લેવાની ઘાેષણા કરી છે. જ્યારે રાેટરી કલબના મિહિર ઠક્કર અને પ્રકાશ પટેલ રોજ ટ્રેનિંગ દરમિયાન એક ઈંડુ, એક કેળુ, 50 ગ્રામ મગ અને દુધ પુરુ પાડે છે. વિશાલ મળતી તમામ મદદથી ખુબ ખુશ છે.

અનિલ તેડમારે 

આવી જ કહાણી હાલ જુનિયર નેશનલ રમતા અનિલ તેડમારેની છે. લાેકભારતી સ્કૂલમાં 9માં જ ધાેરણમાં ભણતા અને આઝાદનગર વસાહતમાં રહેતા અનિલને પણ ધાે-6માં ખાે-ખાે રમવા આમંત્રિત કરાયો. તે ખાસી મહેનત બાદ પહેલી નેશનલ રમી રહ્યાે છે. તે એક સ્ટેટ પણ રમી ચુક્યાે છે. પૂણેનો ખેલાડી પ્રતિક વેકર તેનાે રાેલ માેડલ છે. તે યુટ્યુબ પર તેનાથી ઘણું શીખે છે. કલરકામ કરતા પિતાના આ પુત્રનું સપનું ઈન્ટરનેશનલ રમવાનું છે. નેશનલ ટીમમાં સુરતના આ બે ખેલાડી રમીને સુરતનું નામ રોશન કરી રહ્યાં છે.

નેપાળ સામેની ટીમમાં સુરતના છ ખેલાડીઃ 

સુરત, મજૂરા ગેટના ચિલ્ડ્રન પાર્ક પાસેની નગર પ્રાથમિક સ્કૂલ-9ના પ્રાંગણમાં ચાલતી હાલ નેશનલ જુનિયર ખાેખાે ટુર્નામેન્ટમાં દેશભરની 62 ટીમ રમી રહી છે. તેમાં વિશાલ અને અનિલ બે ખેલાડી સુરતના ગુજરાતની ટીમમાં છે. જ્યારે નેપાળની ટીમને આ મેચ રમવા વિશેષ આમંત્રણ અપાયું છે. જેમાં નેશનલની ટીમાં છ ખેલાડી સુરતના છે. જેમાં ગામીત સાેહન, નેપાળી દિપક, પટેલ સમર્થ,શિંદે રિતીક, ખટીક રાજુ, સાેનલ ગાૈરવ સામેલ છે. 12 જણાંની ટીમમાં 6 સુરતના ખેલાડી સુરતનું ગાૈરવ વધારી રહ્યાં છે. ઉપરાંત નેશનલ લેવલે સુરતના બે હાેનહાર ખેલાડી તરીકે નામના પામનારા દિનેશ પટેલ(ડિફેન્ડર) તથા નયન સેરડીયા (આેલરાઉન્ડર)  છે. જે સુરતની મહેનત દેખાડે છે.

સિલેક્શન કેવી રીતે..

ગુજરાતમાંથી ટીમ સિલેક્શન માટે સ્ટેટ બનાવ્યા છે. જેમાં સુરત ગ્રામ્ય, આણંદ, વડાેદરા, અમરેલી, વ્યારા, ભરૂચ અને ડાંગ. જેમાંથી ખાે-ખાેના ખેલાડીનું સિલેક્શન કરી ગુજરાતની ટીમ બનાવાય છે અને બાદમાં નેશનલ માેકલાય છે.

 Publisher:  khabarchhe.com


SHARE WITH LOVE
 • 20
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  20
  Shares

Leave a Reply

Your email address will not be published.