સળગતો સવાલ: હરિયાણામાં મજૂરોને એક દિવસનું વેતન 783 તો પછી ગુજરાતમાં 320 રૂપિયા જ કેમ?

SHARE WITH LOVE
 • 226
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  226
  Shares

છેલ્લા બે દાયકાઓમાં ભારતનો વિકાસ દર 6 થી 7 ટકા વચ્ચે રહ્યો છે. વિકાસના સંદર્ભમાં તે સારું માનવામાં આવે છે. પરંતુ આપણા કામદારોને ફાયદો થયો? બિલકુલ નહીં. કારણ કે જો થયો હોત તો લઘુત્તમ વેતન અને પગાર વચ્ચે કોઈ તફાવત ના રહ્યો હોત. ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનના ‘ઈન્ડિયા વેજ રિપોર્ટ’ બતાવે છે કે 1993થી 2012 સુધીમાં સંગઠિત ક્ષેત્રના વેતનમાં વધારો અસમર્થિત ક્ષેત્રમાં નથી રહ્યો.

તેથી કામદાર વર્ગની અસ્પૃશ્યતા આજે પણ ત્યાં જ છે કે જે 90ની સાલમાં હતી. ઘણા રાજ્યોમાં તે માથાદીઠ આવક સાથે સંકળાયેલું છે પરંતુ રાજ્યો વચ્ચે ઘણો તફાવત છે. જેમ કે હરિયાણામાં દૈનિક વેતન 783 રૂપિયા છે અને ગુજરાતમાં તે 320 રૂપિયા છે. જ્યારે હરિયાણાથી ગુજરાત એકેય બાબતે ઉણું ઉતરે એમ નથી.

પ્રશ્ન એ છે કે જ્યારે સમાજનો મોટો ભાગ વંચિત રહી ગયો ત્યારે દેશમાં ‘ઉદારીકરણ’ અને ‘મુક્ત બજાર અર્થતંત્ર’ નો લાભ કોને મળ્યો? તે સ્પષ્ટ છે કે સંગઠિત ક્ષેત્રના કર્મચારી ભારતના થોડાક હિસ્સાને જચ પગારની સુવિધાઓનો લાભ મળ્યો અને આ લાભ દિવસ કરતા રાતે વધારે ઝડપથી વધતો ગયો. પણ અફસોસ કે આપણા મજદુરો હજુ 90ના દાયકામાં હતા ત્યાં અને ત્યાં જ રહ્યાં.

એક પ્રશ્ન એ પણ છે કે એવા કેટલા લોકો છે કે જેને રોજગાર મળે છે અને કેટલા લોકો તેવા છે કે જેને નિશ્ચિત વેતન મેળવામાં પણ ફાફા પડે છે. 2011-12 ની આકૃતિ બતાવે છે કે 62 ટકાથી વધુ લોકોને રોજગારી વેતન મળે છે. કે જેઓ ‘પરચુરણ કામદારો’ સાથે સંકળાયેલા છે. તે હકીકત સ્પષ્ટ છે કે ભારતમાં કાર્યરત લોકોની સંખ્યામાં વધારો ભલે થયો હોય પરંતુ કડક, અનૌપચારિક અથવા સામાજિક સલામતીની બહારના સખત કામમાં મોટાભાગના લોકો હજી પણ હતી એ જ હાલાતમાં છે.


SHARE WITH LOVE
 • 226
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  226
  Shares

Leave a Reply

Your email address will not be published.