LICની આ પોલીસીમાં જમા કરાવો પાંચ લાખ રૂપિયા અને મેળવો આજીવન પેન્શન

SHARE WITH LOVE
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

ભારતીય જીવન વીમા નિગમ એટલે LICની જીવન શાંતિ (Jeevan Shanti)ના નામથી એક ખાસ પોલિસી છે. આ પોલિસીમાં તમે માત્ર એકવાર ઇન્વેસ્ટમેન્ટ કરી જીવનભર પેન્શન મેળવી શકો છો. આ એક નોન માર્કેટ લિંક્ડ પ્લાન છે. એટલે કે તમને ગેરેંટેડઅને ફિક્સ રિટર્ન મળશે. આ રિટર્ન આપવાની ગેરંટી LIC પોતે લેશે. આ પોલિસીની ખાસ વાત છે કે તેને તમે પોતાના માતા-પિતા અથવા ભાઇ-બહેન સાથે જોઇન્ટ પણ કરાવી શકો છો. જેથી તમારા માતા-પિતા અથવા ભાઇ-બહેન બાદ એ જ રોકાણ પર તમને પણ પેન્શન મળતું રહેશે.

કેટલું મળશે પેન્શન?

આ યોજના હેઠળ પેન્શનની રકમ નક્કી હોતી નથી. તે તમારા રોકાણ, ઉંમર અને ડિફરમેન્ટ પીરિયડ પર ડિપેન્ડ કરે છે. અહીં બે વસ્તુઓ પર ધ્યાન આપવા જેવું છે. ડિફરમેન્ટ પીરિયડ (રોકાણ અને પેન્શન શરૂ થવાની વચ્ચેનો સમય) જેટલો વધારે હશે અથવા ઉંમર જેટલી વધારે હશે, તમને પેન્શન તેના આધાર પર મળશે. LIC તેના માટે તમને રોકાણના આધારે પેન્શન આપે છે. જેમ કે જો તમે 10 લાખ રૂપિયાના રોકાણ પર 5 વર્ષ બાદ પેન્શન શરૂ કરાવો છો તો તેના પર 9.18 ટકા રિટર્ન પ્રમાણે વાર્ષિક 91800 રૂપિયા પેન્શન મળશે, જો તમે રોકાણના 20 વર્ષ બાદ પેન્શન શરૂ કરાવો, તો તમને 19.23 ટકા રિટર્ન પ્રમાણે 192300 રૂપિયા વાર્ષિક પેન્શન મળે છે. આ પેન્શન અથવા રિટર્ન તમને આજીવન મળશે. આ જ પ્રકારે 5 લાખ એકસાથે ઇન્વેસ્ટમેન્ટ પર જો તમે 20 વર્ષ બાદ પેન્શન શરૂ કરાવો છો તો તમને અંદાજિત 96150 રૂપિયા વાર્ષિક પેન્શન મળશે. આ રિટર્ન તમે માસિક, ત્રિમાસિક, છ મહિને અથવા એક વર્ષના આધાર પર પણ મેળવી શકો છો. એટલે તમને દર મહિને 8 હજાર રૂપિયા પેન્શન રૂપે મળશે.

કોણ લઇ શકે આ પોલિસી?

આ પોલિસી કોઇપણ લઈ શકે છે. તેને લેવા માટે ન્યૂનતમ સીમા અંદાજિત 30 વર્ષ છે. મહત્તમ ઉંમર 85 વર્ષ રાખવામાં આવી છે. LICએ તેના માટે 10 પ્રકારના વિકલ્પ આપ્યા છે, જ્યાં તમને રોકાણ પર રિટર્ન અને મનીબેક જેવા ઓપ્શન પણ આપવામાં આવશે. જોકે કેટલીક કેટેગરીમાં મનીબેકના ઓપ્શન મળશે નહીં.

કેવી રીતે લઇ શકશો આ પોલિસી?

આ પોલિસી તમે ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે લઇ શકો છો. ઓનલાઇન માટે તમારે LICની ઓફિશિયલ વેબસાઇટ પર વિઝીટ કરવાની રહેશે. તે સિવાય તમે LICના એજન્ટ દ્વારા પણ ઓફલાઇન પોલિસી ખરીદી શકો છો.


SHARE WITH LOVE
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published.