વજન ઘટાડવું છે તો ભોજન પહેલા પીઓ પાણી, મળશે ઘણા ફાયદા

SHARE WITH LOVE
 • 11
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  11
  Shares

વજન ઘટાવા માટે લોકો શું-શું નથી કરતા, પરંતુ ભોજન લેતા પહેલા પાણી પીવાથી એક નાની આદત તમને વજન ઘટાડવામાં તો મદદ કરે છે સાથે જ વજનને મેનટેન રાખવામાં પણ મદદ કરી શકે છે. અગત્યની વાત એ છે કે ભોજન લેતા પહેલા પાણી પીવાથી તમારા શરીરને કોઇ નુકસાન પણ નહીં પહોચે. તો આવો જોઇએ કઇ રીતે તમારૂ વજન ઘટાવી શકાય.

ભોજન લેતા પહેલા પીઓ 1 ગ્લાસ પાણી

ભોજન લેતા પહેલા પાણી પીઓ તે યોગ્ય વાત છે, પરંતુ સાઇન્સમાં થયેલી શોધ કઇંક અલગ કહે છે. યૂએસ બેસ્ટ ન્યૂટ્રિશનિસ્ટ ઇલાના મુરસ્ટારઇનના મુજબ, ભોજન લેતા પહેલા 16 આઉન્સ એટલે એક ગ્લાસ પાણી પીવું તમને ફીટ રાખી શકે છે. ઇલાનાની માને તો, કેટલાક રિસર્ચમાં એ સામે આવ્યું છે કે ભોજન લેતા પહેલા પાણી પાવાથી એનર્જી ઇન્ટેક ઓછી કરે છે, જે વજન ઘટાવામાં મદદ કરે છે. જોકે કેટલાક લોકો પાણીને ભુખ સાથે જોડે છે. એવામાં ભોજન લેતા સમયે ફૂડ ઇન્ટેકનું પ્રમાણ વધુ થઇ જાય છે, જેથી વજન વધે છે. જેથી બચવા માટે યોગ્ય છે કે તમે ભોજન લેતા પહેલા એક ગ્લાસ પાણી પી લો. જેથી તમારૂ વજન ઓછું થઇ શકે છે.

કેવું પાણી પીઓ

હંમેશાએ પ્રશ્ન પુછવામાં આવે છે કે આપણે કેવી રીતે પાણી પીવું જોઇએ. મોટાભાગે લોકો ગરમીના દિવસોમાં ખૂબ વધું ઠંડું પાણી અને ઠંડીની ઋતુમાં પાણી ગરમ પીએ છે, પરંતુ આ વાત જાણી લો કે એકદમ ઠંડું અથવા ગરમ પાણી પીવાથી બચવું જોઇએ. જેથી શરીરને નુકસાન પહોચી શકે છે. શરીર માટે સૌથી સારૂ હળવું ગરમ પાણી પીવું જોઇએ. હળવું ગરમ પાણી ભોજનમાં સામેલ તેલને તોડે છે અને ભોજન પચાવવામાં મદદ કરવાના સાથે જ ચરબીને પણ ઓછી કરે છે.


SHARE WITH LOVE
 • 11
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  11
  Shares

Leave a Reply

Your email address will not be published.