ગુજરાતમાં દારૂબંધીના લીરે લીરા ઉડ્યા, બે વર્ષમાં 232 કરોડ રૂપિયાનો દારૂ પકડાયો

SHARE WITH LOVE
 • 5
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  5
  Shares

ગુજરાતમાં દારૂબંધી છે અને દારૂબંધીના મુદ્દે ગુજરાતના રાજકારણમાં પણ ગરમાવો આવ્યો હતો. સરકાર એક તરફ એમ કહી રહી છે કે, ગુજરાતમાં ચુસ્તપણે દારૂબંધીના કાયદાનું કડક રીતે અમલીકરણ કરવામાં આવે છે પરંતુ અવાર નવાર પોલીસના હાથે લાખો રૂપિયાના દારૂના મુદ્દામાલ સાથે આરોપીઓ પકડાય છે અને કેટલીક વાર તો લોકો દ્વારા જ તેમના વિસ્તારમાં ચાલતા દારૂના અડ્ડાઓ પર રેડ કરવામાં આવે છે અને દારૂના વેચાણનો પર્દાફાશ કરવામાં આવે છે. ગુજરાત વિધાનાસભા ચાલી રહેલા સત્રમાં સરકાર દ્વારા દારૂ પકડવાને લઇને જે આંકડાઓ રજૂ કરવામાં આવ્યા છે, તેના પરથી ગુજરાતમાં દારૂબંધીની વાત પર ઘણા સવાલો ઉઠી રહ્યા છે.

કયા જિલ્લામાંથી કેટલો દારૂ ઝડપાયો તે અંગેની વિગતો

એક રિપોર્ટ અનુસાર, સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ બે વર્ષમાં ગુજરાતમાં અમદાવાદમાંથી 8,39,582 વિદેશી દારૂની બોટલ પકડાઈ હતી જેની કિંમત 25,08,68,519 થાય છે. બનાસકાંઠામાંથી 1,42,694વિદેશી દારૂની બોટલ પકડાઈ હતી જેની કિંમત 22,13,99,710 થાય છે. વલસાડમાંથી 6,83,947 વિદેશી દારૂની બોટલ પકડાઈ હતી જેની કિંમત 17,15,31,770 થાય છે. વડોદરામાંથી 8,39,582 વિદેશી દારૂની બોટલ પકડાઈ હતી જેની કિંમત 16,24,91,939 થાય છે. સુરતમાંથી 22,59,202 વિદેશી દારૂની બોટલ પકડાઈ હતી જેની કિંમત 14,15,92,602 થાય છે. રાજકોટમાંથી 3,69,813 વિદેશી દારૂની બોટલ પકડાઈ હતી જેની કિંમત 12,76,50,628 થાય છે. ગાંધીનગરમાંથી 3,18,690 વિદેશી દારૂની બોટલ પકડાઈ હતી જેની કિંમત 10,06,53,398 થાય છે અને ડાંગમાંથી 24,838 વિદેશી દારૂની બોટલ પકડાઈ હતી જેની કિંમત 57,99,434 થાય છે.

આ ઉપરાંત બે વર્ષના સમયમાં ગુજરાતમાંથી 11,831 કિલો ગાંજો પકડાયો છે. જેમા સુરતમાંથી 3534 કિલો, પાટણમાંથી 2462 કિલો, આણંદમાંથી 2225 કિલો પકડાયો હતો. ગાંજાની સાથે 3236 કિલોગ્રામ અફીણ અને 69.60 કિલોગ્રામ ચરસ પણ પકડાયું હતું.


SHARE WITH LOVE
 • 5
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  5
  Shares