સૌરાષ્ટ્રના આ જિલ્લાની 100 સરકારી શાળા બંધ કરવાનીની યાદી તૈયાર

SHARE WITH LOVE
 • 9
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  9
  Shares

ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ સતત કથળી રહી છે. ગુજરાત સરકાર વિદ્યાર્થીઓને વધુ ભણાવવા માટેની વાતો કરી છે, પણ બીજી તરફ સરકાર જ ગુજરાતના અલગ અલગ ગામડાઓમાં ચાલતી અને 30થી ઓછાં બાળકો ધરાવતી સરકારી શાળાઓને બંધ કરીને શાળાઓને મર્જ કરવાનો નિર્ણય લેવાની વિચરણા કરી રહી છે અને આ બાબતે શિક્ષણ વિભાગે કવાયત પણ શરૂ કરી દીધી છે. શિક્ષણ વિભાગના શાળા બંધ કરવાના નિર્ણયને લઇને ઘણા પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે, જો શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોય તો તેમાં શાળામાં અભ્યાસ કરવા આવતા બાળકનો શું વાંક? ઘણા બાળકો દૂર-દૂરથી શાળાએ જતા હોય છે અને તેમાં પણ એ વિદ્યાર્થીને નવી શાળા હજુ વધારે દૂર ફાળવાય અને તે વિદ્યાર્થી શાળાએ જવાનું બંધ કરી દે તો તેની જવાબદારી કોની.

એક રિપોર્ટ અનુસાર, જામનગર જિલ્લામાંથી ઓછાં વિદ્યાર્થી ધરાવતી 100 જેટલી શાળાઓને બંધ કરીને મર્જ કરવા માટે એક યાદી તૈયાર કરવામાં આવી છે. આ યાદીમાં જામનગરની 14 શાળા, ધ્રોલની 15 શાળા, જોડિયાની 10 શાળા, લાલપુરની 32 શાળા, જામજોધપુરની 17 શાળા અને કાલાવડની 12 શાળાઓનો સમાવેશ થયા છે. જામનગરની 100 શાળાઓ બંધ થવાની વાત વાલીઓને જાણવા મળતા વાલીઓ તંત્રની સામે શાળાઓ બંધ ન કરવાની માંગણી કરી રહ્યા છે.

વાલીઓએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, શાળા બંધ થવાની વાત સાંભળી એટલે અમે શાળાએ આવ્યા હતા અને શાળા બંધ ન કરવા બાબતે રજૂઆત કરી હતી. અમે લોકો મજૂરી કરીએ છીએ અને અત્યારે પણ બાળકોને શાળાએ મુકવા જવામાં પણ સમસ્યા છે. અત્યારે જે શાળામાં બાળકો અભ્યાસ કરે છે, તે શાળા ગામથી સાત કિલોમીટર દૂર આવેલી છે. અમે સરકારને એટલી વિનંતી કરીએ છીએ કે, આ શાળાઓ શરૂ રાખવામાં આવે.

આ બાબતે કોંગ્રેસના નેતાઓએ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, સરકારે જ્યારે શાળાઓ બનાવી ત્યારે શાળાની અંદર વિદ્યાર્થીની સંખ્યા પૂરી હતી પણ હવે શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી છે, તો સરકારે સમસ્યાના મૂળમાં જવાની જરૂર છે. સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટ છે એટલા માટે કેટલાક વાલીઓ પોતાના બાળકોને સારા શિક્ષણ માટે ખાનગી શાળામાં ભણવા માટે મોકલે છે.

 Publisher:  khabarchhe


SHARE WITH LOVE
 • 9
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  9
  Shares

Leave a Reply

Your email address will not be published.