ગુજરાતીઓએ રેકોર્ડ તોડ્યો, 52 વર્ષમાં પહેલીવાર સરેરાશ 64% વોટિંગ

SHARE WITH LOVE
 • 54
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  54
  Shares

સૌથી વધુ વલસાડમાં 74%, સૌથી ઓછું અમરેલીમા 56% 

ચૂંટણી પ્રક્રિયા સંદર્ભે સમગ્ર રાજ્યમાંથી દિવસ દરમિયાન 43 ફરિયાદ મળી

છૂટા છવાયા છમકલાઓ બાદ કરતા ગુજરાતમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા સંપન્ન  

26 લોકસભા બેઠકના 371 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ

આખરે ગુજરાતે ઈતિહાસ રચ્યો. મતદારોએ બતાવી દીધું કે, તેઓ નિર્ધાર કરે છે ત્યારે આ જ રીતે ઈતિહાસ બદલાય છે. મતદારોએ 64% મતદાન કરીને 52 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. 1967માં 63.77% વોટિંગ નોંધાયું હતું. મંગળવારે મોડી સાંજ સુધીમાં કુલ મતદાનની ટકાવારી 63.75 થઈ ગઈ હતી. ચૂંટણી પંચે ટકાવારી વધી શકે છે એમ જણાવ્યું હતું. જેથી 64 ટકાએ પહોંચે તેવી પ્રબળ શક્યતા છે. 52 વર્ષના ચૂંટણી ઈતિહાસમાં આ પહેલાં 1967માં નહેરુના સમયમાં 63.77% મતદાન થયું હતું.

2014માં મોદી લહેર સમયે માત્ર 0.11%થી આ રેકોર્ડ તૂટતા-તૂટતા બચી ગયો. ત્યારે 63.6% મતદાન થયું હતું. 2019ના મતદાને ઈન્દિરા લહેર, રામ લહેર, અટલ-મોદી લહેરના દરેક કીર્તિમાન તોડી નાંખ્યા. સૌથી વધુ 74.9% મતદાન વલસાડમાં જ્યારે સૌથી ઓછું 55.73% મતદાન અમરેલીમાં થયું. અમિત શાહની ગાંધીનગર બેઠક પર 64.95% મતદાન થયું. આ મતદાન સાથે જ ગુજરાતમાં ચૂંટણીનો ગરમાવો ખતમ થયો. હવે બસ 23 મેની રાહ જોવાય છે, જે દિવસે ચૂંટણીના પરિણામો આવવાના છે.

સૌથી વધુ વલસાડ બેઠક પર તો સૌથી ઓછું અમરેલી બેઠક પર મતદાન

રાજ્યમાં 4.51 કરોડ મતદારો માટે ઉભા કરવામાં આવેલા 51,851 મતદાન કેન્દ્રો પર મતદાન યોજાયું હતું. રાજ્યમાં સૌથી ઓછું મતદાન અમરેલીમાં 55.74 ટકા જ્યારે સૌથી વધુ વલસાડમાં 74.09 ટકા મતદાન થયું છે. તેમજ સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં 71.43 ટકા અને દીવ-દમણ 65.34 ટકા મતદાન થયું છે.

કઈ બેઠક પર કેટલું મતદાન

બેઠકભાજપ ઉમેદવારકોંગ્રેસ ઉમેદવારમતદાનની ટકાવારી
કચ્છ‌વિનોદ ચાવડાનરેશ મહેશ્વરી 57.53
બનાસકાંઠાપરબત પટેલપરથી ભટોળ64.71
પાટણભરતસિંહ ડાભીજગદીશ ઠાકોર61.74
મહેસાણાશારદા પટેલએ.જે. પટેલ65.04
સાબરકાંઠાદિપસિંહ રાઠોડરાજેન્દ્ર ઠાકોર67.21
ગાંધીનગરઅમિત શાહડૉ. સી.જે.ચાવડા64.94
અમદાવાદ(પૂ.)એચ.એસ પટેલગીતા પટેલ60.77
અમદાવાદ(પ.)ડૉ. કિરીટ સોલંકીરાજુ પરમાર59.82
સુરેન્દ્રનગરડો મહેન્દ્ર મુંજપરાસોમા ગાંડા પટેલ57.84
રાજકોટમોહન કુંડારિયાલલિત કગથરા63.15
પોરબંદરરમેશ ધડૂકલલિત વસોયા56.79
જામનગરપૂનમ માડમમૂળુ કંડોરિયા58.49
જૂનાગઢરાજેશ ચુડાસમાપૂંજા વંશ60.70
અમરેલીનારણ કાછડિયાપરેશ ધાનાણી55.74
ભાવનગરડૉ. ભારતી શિયાળમનહર પટેલ58.42
આણંદમિતેષ પટેલભરતસિંહ સોલંકી66.03
ખેડાદેવુસિંહ ચૌહાણબિમલ શાહ60.62
પંચમહાલરતનસિંહ રાઠોડવી.કે.ખાંટ61.69
દાહોદજશવંતસિંહ ભાભોરબાબુ કટારા66.05
વડોદરારંજન ભટ્ટપ્રશાંત પટેલ67.61
છોટાઉદેપુરગીતા રાઠવારણજિતસિંહ રાઠવા72.89
ભરૂચમનસુખ વસાવાશેરખાન પઠાણ71.77
બારડોલીપ્રભુ વસાવાતુષાર ચૌધરી73.57
સુરતદર્શના જરદોશઅશોક અધેવાડા63.98
નવસારીસીઆર પાટીલધર્મેશ પટેલ66.42
વલસાડડૉ. કે સી પટેલજીતુ ચૌધરી74.09

દર બે કલાકે નોંધાયેલું મતદાન

રાજ્ય ચૂંટણી કમિશ્નરે જણાવ્યા મુજબ, 9 વાગ્યે 10.32, 11 વાગ્યે 26.87, 1 વાગ્યે 39.34, 3 વાગ્યે 50.36, 5 વાગ્યે 58.95 અને 6 વાગ્યે 62.36 ટકા જેટલું મતદાન નોંધાયું છે.

ચૂંટણી સંદર્ભે 43 ફરિયાદ મળી, સૌથી વધુ અમદાવાદમાં

ચૂંટણી પ્રક્રિયા સંદર્ભે સમગ્ર રાજ્યમાંથી દિવસ દરમિયાન 43 ફરિયાદ મળી હતી. જેમાં સૌથી વધુ 11 ફરિયાદ અમદાવાદમાંથી મળી હતી. દિવસ દરમિયાન 43 ફરિયાદ મળી

4 વિધાનસભાની પેટાચૂંટણીમાં સરેરાશ 58.60 ટકા મતદાન

જ્યારે લોકસભાની સાથે સાથે યોજાયેલી ચાર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીના મતદાનના આંકડા પર નજર કરીએ તો ઉંઝા-62, જામનગર(ગ્રામ્ય)-59.66, માણાવદર-57.68 અને ધ્રાંગધ્રા-55.07 ટકા મતદાન નોંધાયુ છે.

4 ગામમાં મતદાનનો બહિષ્કાર

રસ્તા અને પાણી મુદ્દે ડાંગના બે ગામો દાવદહડ અને ધુબડિયાના ગ્રામજનોએ મતદાન બહિષ્કાર કર્યો છે. પ્રથમ ત્રણ કલાકમાં એકેય મત પડ્યો નહોતો. જ્યારે જામનગરના લાલપુર તાલુકાના ભણગોર ગામમાં પડતર પ્રશ્નોને લઈ ગ્રામજનોએ ત્રણ કલાકમાં એકપણ મત આપ્યો નહોતો. જાફરાબાદ તાલુકાના સરોવડા પાણી અને રસ્તા મુદ્દે લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો અને 11 વાગ્યા સુધીમાં માત્ર બે જ મત પડ્યા હતાં. જો કે અમુક સ્થળોએ સમજાવટ બાદ મતદાન થયું હતું

મોદીના રોડશોમાં આચારસંહિતાનો કોઈ ભંગ નથી

કોંગ્રેસે પીએમ મોદીએ રાણીપમાં મતદાન બાદ કરેલા રોડ શોને લઈ ચૂંટણીપંચમાં ફરિયાદ કરી હતી. આ અંગે સ્પષ્ટતા કરતા ચૂંટણીપંચે જણાવ્યું કે, રિપોર્ટ મુજબ, આચારસંહિતાનો કોઈ ભંગ થયો નથી

મંત્રી વિભાવરીબેને સૂત્રોચ્ચાર કરતા તપાસનો હુકમ

આ સિવાય ભાવનગરમાં રાજ્યકક્ષાના મંત્રી વિભાવરીબેન દવેએ મતદાન બાદ ‘મોદી હૈ તો મુમકીન હૈ’ના સૂત્રોચ્ચાર કરતાં તપાસના આદેશ આપ્યા છે. જ્યારે અમદાવાદ(પૂર્વ)ના ઉમેદવાર હસમુખ પટેલે અમદાવાદ(પશ્ચિમ)ના ઉમેદવાર ડૉ. કિરીટ સોલંકીને મત આપ્યાનું જાહેર કરતા મતદાનની ગુપ્તતાનો ભંગ થયો છે.

રાજ્યપાલ, અમિત શાહ, આનંદીબેન, અડવાણી અને જેટલીએ મતદાન કર્યું

અમિત શાહે પરિવાર સાથે નારણપુરાની નિષ્કલ સ્કૂલમાં જ્યારે મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ શીલજ ખાતેની પ્રાથમિક શાળામાં મતદાન કર્યું હતું. તેમજ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ વાસણા ગામમાં મતદાન કર્યું. જ્યારે રાજ્યપાલ ઓપી કોહલીએ સેક્ટર-20માં મતદાન કર્યું હતું. તેમજ મુખ્ય સચિવ જે.એન.સિંઘ અને પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે પણ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જ્યારે બપોર બાદ પૂર્વ નાયબ વડાપ્રધાન અડવાણી અને કેન્દ્રીય નાણાંમંત્રી અરૂણ જેટલીએ પણ મતદાન કર્યું હતું.

માતાના આશીર્વાદ બાદ પીએમ મોદીએ મતદાન કર્યું

મોદીએ માતા હીરાબાનાં આશીર્વાદ લીધા બાદ અમદાવાદના રાણીપ ખાતે નિશાન હાઇસ્કૂલ રૂમ નંબર 3માં મતદાન કર્યું હતું. જ્યાં તેને આવકારવા માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ પહોંચ્યા હતા. ત્યાર બાદ મોદી અને અમિત શાહે લગભગ અડધો કિલો મીટર ચાલીને લોકોનું અભિવાદન ઝિલ્યું હતું.

મતદાન કરીને કુંભમાં સ્નાન કર્યા બાદ થાય એવી અનુભૂતિ થાય છેઃ પીએમ મોદી

પીએમ મોદીએ મતદાન કર્યા બાદ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, મને આજે કર્તવ્ય નિભાવવાની ગૌરવપૂર્ણ પળ મળી છે. મને આનંદ છે કે મારા વતનમાંથી મને મતદાન કરવાની તક મળી છે. જેમ કુંભનાં મેળામાં સ્નાન કરીને પવિત્રતાની અનુભૂતિ થાય તેવો જ અનુભવ મને અમદાવાદમાં મતદાન કરીને થાય છે. તમામ લોકો મતદાન જરૂરથી કરજો. પહેલીવાર વોટ કરનારની આ સદી છે, તેઓ બધા જ ચોક્કસથી મતદાન કરજો.

371 ઉમેદવાર વચ્ચે જંગ

ગુજરાત લોકસભાની 26 બેઠકો પરથી કુલ 371 ઉમેદવાર ચૂંટણી લડ્યા છે. સૌથી વધુ ઉમેદવાર(31) સુરેન્દ્રનગર તો સૌથી ઓછા પંચમહાલ(6)માં છે. 2014માં 26 લોકસભા બેઠકો પરનું પરિણામ

બેઠકવિજેતા (ભાજપ)રનર-અપ (કોંગ્રેસ)સરસાઇ
ખેડાદેવુંસિંહ ચૌહાણદિનશા પટેલ232901
નવસારીસી.આર.પાટીલમક્સુદ મિર્ઝા558116
વડોદરારંજનબેન ભટ્ટનરેન્દ્ર રાવત329507
સુરતદર્શના જરદોશનૈષધ દેસાઇ533190
ગાંધીનગરએલ.કે.અડવાણીકિરિટ પટેલ483121
અમ. (પૂર્વ)પરેશ રાવલહિંમત પટેલ326633
અમ.(પશ્ચિમ)કિરીટ સોલંકીઇશ્વર મકવાણા320311
ભાવનગરભારતી શિયાલપ્રવિણ રાઠોડ295488
પોરબંદરવિઠ્ઠલ રાદડીયાકાંધલ જાડેજા(NCP)267971
કચ્છવિનોદ ચાવડાદિનેશ પરમાર254482
રાજકોટમોહન કુંડારીયાકુંવરજી બાવળીયા246428
દાહોદજશવંત ભાભોરપ્રભા તાવિયાડ230354
મહેસાણાજયશ્રી પટેલજીવણ પટેલ208891
વલસાડકે.સી.પટેલકિશન પટેલ208004
સુરેન્દ્રનગરદેવજી ફતેપરાપટેલ સોમાભાઇ202907
બનાસકાંઠાહરીભાઇ ચૌધરીજોઇતા પટેલ202334
છોટાઉદેપુરરામસિંહ રાઠવાનારણ રાઠવા179729
જામનગરપૂનમ માડમવિક્રમ માડમ175289
પંચમહાલપ્રભાત ચૌહાણરામસિંહ પરમાર170596
અમરેલીનારણ કાછડીયાવિરજી ઠુમ્મર156232
ભરૂચમનસુખ વસાવાજયેશ પટેલ153273
પાટણલીલાધર વાઘેલાભાવસિહં રાઠોડ138719
જૂનાગઢરાજેશ ચુડાસમાપુંજાભાઇ વંશ135832
બારડોલીપ્રભુભાઇ વસાવાતુષાર ચૌધરી123884
સાબરકાંઠાદીપસિંહ રાઠોડશંકરસિંહ વાઘેલા84455
આણંદદિલીપ પટેલભરત સોલંકી63426

SHARE WITH LOVE
 • 54
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  54
  Shares

Leave a Reply

Your email address will not be published.