અનિલ મુકિમ આજે મુખ્ય સચિવપદનો ચાર્જ સંભાળશે

SHARE WITH LOVE
 • 4
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  4
  Shares

– કર્મભૂમિ ગુજરાત

– આગામી દિવસોમાં નાણાં,મહેસૂલ સહિત વહીવટીતંત્રમાં મોટા ફેરબદલની શકયતા

કેન્દ્રમાં ખાણ ખનિજ વિભાગમાં સચિવ તરીકે ફરજ બજાવતાં અનિલ મુકિમની ગુજરાતના મુખ્ય સચિવ પદે નિયુક્તિ થઇ છે.  શુક્રવારે ડૉ.જે.એન.સિંઘ પાસેથી અનિલ મુકિમ મુખ્ય સચિવ પદનો કાર્યભાર સંભાળશે. 

https://static.gujaratsamachar.com/content_image/content_image_b9cb3409-e530-4596-ac55-9cae945079cc.jpeg

ઓગસ્ટ 1960માં જન્મેલા અને વર્ષ 1985 બેચના સિનિયર આઇએએસ અનિલ મુકિમને રૂપાણી સરકારના વહીવટી તંત્રની બાગડોર સંભાળાવની જવાબદારી સોંપવામાં આવી છે.

અરવિંદ અગ્રવાલ,પંકજકુમાર સહિત અન્ય પાંચેક આઇએએસના નામો મુખ્ય સચિવપદના દાવેદાર તરીકે ચાલી રહ્યાં હતાં ત્યારે દિલ્હી હાઇકમાન્ડે  મળતાવડા,હસમુખા,પ્રમાણિક આઇએએસ તરીકે આગળી ઓળખ ધરાવતાં અનિલ મુકિમની મુખ્ય સચિવ તરીકે પસંદગી કરી છે. 

અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર તરીકે  અનિલ મુકિમની કાબિલેદાદ કામગીરીને આજેય અમદાવાદીઓ ભૂલી શક્યા નથી . નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતાં ત્યારે સચિવ પદે વહીવટી તંત્ર પર પક્કડ જમાવી જે કામગીરી કરી તે આધારે જ મુકિમને પુ:ન ગુજરાત પરત મોકલ્યાં છે.ગુજરાત સરકારે આજે સત્તાવાર રીતે  ઓર્ડર કરીને અનિલ મુકિમને મુખ્ય સચિવપદની જવાબદારી સોંપી છે.

આવતીકાલે અનિલ મુકિમ નિવૃત થતાં ડૉ.જે.એન.સિંઘ પાસેથી મુખ્ય સચિવપદનો કાર્યભાર સંભાળશે. સૂત્રોનુ કહેવુ છેકે, અનિલ મુકિમની મુખ્ય સચિવપદની નિયુક્તિ બાદ મહેસૂલ,નાણાં સહિત વહીવટી તંત્રમાં ઘણી જ ઉથલપાથલ થશે. સિનિયર આઇએએસના પ્રમોશન ઉપરાંત બઢતી-બદલીનો દોર પણ શરૂ થનાર છે.


SHARE WITH LOVE
 • 4
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  4
  Shares

Leave a Reply

Your email address will not be published.