ભરૂચ : સાંસદ મનસુખ વસાવા એ શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોર ને લખ્યો પત્ર

SHARE WITH LOVE
 • 462
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  462
  Shares

ભરૂચ : સાંસદ મનસુખ વસાવા એ શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોર ને પત્ર લખી ઉમલ્લા મુકામે આવેલ રાજશ્રી પોલીફિલ લીમીટેડ કંપનીમાં સ્થાનિક કામદારો પર થઈ રહેલ ગેર વર્તણુક મામલે જાણ કરી અને યોગ્ય પગલા લેવા જણાવેલ છે.

ભરૂચ: સાંસદ મનસુખ વસાવા એ તા ૨૦-૦૮-૨૦૧૯ ના રોજ ગુજરાત રાજ્ય સરકાર ના શ્રમ અને રોજગાર મંત્રી શ્રી દિલીપભાઈ ઠાકોર ને પત્ર લખી જણાવ્યું છે કે ….

ભરૂચ જીલ્લા ઝગડિયા તાલુકાના ઉમલ્લા R.P.L (રાજશ્રી) કંપની આદિવાસી વિસ્તારમાં આવેલી કંપની છે. આ કામાંપનીમાં વર્ષોથી વિવિધ જગ્યામાં કામદારો નોકરી કરે છે . અને બધાજ કામદારો કંપનીના નિયમોને ધ્યાનમાં રાખીને પૂરી ઈમાનદારીથી કામ કરે છે, પરંતુ બધાજ કામદારોનું શોષણ થાય છે. પગાર ઓછો તથા વિવિધ મળવા પાત્ર લાભોપણ કામદારોને મળતા નથી. જીલ્લા સંકલન અને સ્થાનિક લેબર અધિકારીયોને આ બાબતે મેં વારંવાર રજૂઆત કરી છે પરંતુ કોયાજ સંતોષ કારક પરિણામ નથી.કેટલાક કામદારોને કોય ને કોય બહાના હેઠળ કોયપણ નોટીસ આપ્યા વિના છુટા કરી દેવામાં આવેલ છે. તેથી આપ સાહેબ શ્રી કામદારોને યોગ્ય ન્યાય આપવા ઘટતું કરસો જી.

આમ સંસદ શ્રી મનસુખ વસાવા એ પોતાના વિસ્તાર માં કામદારો પર થય રહેલ ગેર વર્તણુક અટકાવવા કવાયત હાથે ધરેલ છે.

Like Us:


SHARE WITH LOVE
 • 462
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  462
  Shares

Leave a Reply

Your email address will not be published.