ભરૂચમાં નર્મદા જયંતીની શ્રદ્ધાભેર ઉજવણી માં સંસદ શ્રી મનસુખ વસાવા એ પૂંજન કર્યું

SHARE WITH LOVE
 • 139
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  139
  Shares

ગુજરાતની જીવાદોરી સમાન પાવન સલિલા માં નર્મદા ઓવારે આવેલા વિવિધ આશ્રમો તીર્થધામો ઉપર ભવ્ય ઉજવણી કરાઈ હતી.

આજરોજ ઞ્રાયત્રી મંદિર, ઝાડેશ્ર્વર , ભરૂચ ખાતે નર્મદા જયંતિ નિમિતે ગાયત્રી પરિવાર દ્વારા આયોજીત ૨૧મા નર્મદા જયંતિ મહોત્સવ નુ આયોજન કરવામાં આવ્યુ જેમાં સાધુ સંતો ,ભક્તો અને કાર્યક્રરો સાથે ઉપસ્થિત રહી નર્મદા મૈયાની પુજા અર્ચના કરી ને આરતી નો લાભ લીધો ભરૂચ ના લોક લાડીલા સંસદ શ્રી મનસુખભાઈ ડી. વસાવા એ. નર્મદે સર્વદે…

નર્મદા નીર મુદ્દે સંસદ ગજવતા સાંસદ, કરી પાણી છોડવા માંગ પણ અગાઉના દિવસોમાં કરી હતી

નમામી દેવી નર્મદે જેના સ્મરણમાત્રથી જ ધન્યતા અનુભવાય એવી પુણ્ય સલીલા “મા” નર્મદાની જયંતિ છે આજે ..! આ નદી જેટલી પ્રત્યક્ષ સુંદર છે એટલી જ પુસ્તકોમાં પણ અદભૂત રીતે શબ્દદેહ રૂપે વહે છે !અમૃતલાલ વેગડનું એક પુસ્તક છે “નર્મદા તુમ કિતની સુંદર હો” એમાં અદભૂત ચિત્રાંકનો તથ છબીઓ થકી માતા નર્મદાનું સ્વરૂપ પ્રગટ કરવામાં આવ્યું છે. એવા જ બીજા પુસ્તકો પણ જેમ કે “તીરે તીરે નર્મદા” “પરિક્રમા નર્મદા મૈયાની” તથા શ્રી નર્મદાનંદજીએ લખેલ “સાધકની સ્વાનુભવ કથા અથવા મારી નર્મદાપરિક્રમા”માં માતા નર્મદાનું અદભૂત વર્ણન કરવામાં આવ્યું છે. પુણ્યસલીલા માતા નર્મદાનું મહાત્મ્ય એવું છે કે એનું વર્ણન શબદોમાં કરો કે સ્મરણમાં કરો કે પછી પ્રત્યેક્ષ કરો બધી જ રીતે એવરગ્રીન છે ! એવું કેહવાય છે કે ભગવાન શંકરની કૃપા ત્રણ નદીઓને પ્રાપ્ત થી છે. જે છે સરસ્વતી,યમુનાજી અને ગંગાજી …! સરસ્વતીનું જળ ત્રણ દિવસમાં પવિત્ર કરે છે , યમુનાજીનું જળ એક સપ્તાહમાં અને ગંગાજીનું જળ સ્નાન કરવાથી પવિત્ર કરે છે કિન્તુ નર્મદાજી તો દર્શનસ્મરણ માત્રથી જ સુખ-શાંતિ આપે છે. – નર્મદાપુરણ પ્રમાણે “નર્મદા તુમ કિતની સુંદર હો”


SHARE WITH LOVE
 • 139
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  139
  Shares

Leave a Reply

Your email address will not be published.