દેવમોગરાનું નામ પ્રવાસધામ તરીકે ગુંજતુ થશે: મનસુખભાઇ વસાવા

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

નર્મદા જિલ્‍લાના સાગબારા તાલુકામાં દેવમોગરા ખાતે આદિવાસી સમાજના કુળદેવી શ્રી પાંડોરી માતાજીનું ભવ્ય મંદિર આવેલું છે. આ દેવમોગરા ખાતે દર વર્ષે શિવરાત્રીથી પાંચ દિવસ મેળો ભરાય છે. તેમાં ગુજરાત ઉપરાંત મહારાષ્‍ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને અન્ય દેશમાં વસતા આદિવાસીઓ મેળાવખતે માતાજીના દર્શનાર્થે આવે છે. પાંચ દિવસ ચાલાનારા આ મેળામાં લગભગ 5 લાખથી વધુ ભાવિકો માતાજીના દર્શનાર્થે આવે છે. આ દર્શનાર્થીઓના મનોરંજન મળે ગુજરાત તે માટે પ્રવાસન વિભાગ દ્વારા ત્રિદિવસીય સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યાં છે.

advasi

ગુજરાત, રાજસ્થાન, મહારાષ્‍ટ્ર, છત્તીસગઢ, ત્રિપુરા અને આસામમાંથી 9 જેટલા આદિવાસી કલાવૃંદો ત્રણ દિવસથી તેમની કલાના દર્શન કરાવી રહ્યાં છે. આ ત્રણ દિવસીય સાંસ્કૃતિક કાર્યક્રમના ત્રીજા દિવસે સંસદ સભ્ય મનસુખભાઇ વસાવા, પ્રવાસન નિગમના સભ્ય ગજેન્દ્રસિંહ જાડેજા, દિપ પ્રાગટ્ય કર્યો હતો.ત્રિવસીય સાંસ્કૃતિક કાર્યક્રમના ત્રીજા દિવસે સંસદસભ્ય મનસુખભાઇ વસાવાએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે,લાખો-કરોડો આદિવાસીઓનો દેવમોગરા સાથે નાતો જોડાયો છે. દુરસુદુરથી ભાવિકો માતાજીની માનતા-બાધા છોડાવવા દર્શનાર્થેઆવે છે. મેળા દરમિયાન લાખો ભાવિકો માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. આદિવાસીઓની ઉન્નતિ, પ્રગતિ, શિક્ષણ વગેરે ક્ષેત્રો માતાજીની કૃપાથી વિકાસ થયો છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે આદિવાસીઓની કુળદેવીના આ સ્થાનકના વિકાસ માટે સરકાર ચિંતિત છે. પ્રવાસ વિભાગ દ્વારા વિવિધ વિકાસના કમો આ ધામમાં થવાના છે. ત્યારે દેવમોગરાનું નામ પ્રવાસધામ તરીકે ગુંજતુ થશે. દેવમોગરા ખાતે ત્રીજા દિવસના સાંસ્કૃતિક કાર્યક્રમનોજામખંભાડીયાના કલાવૃંદ દ્વારા માતાજીની આરતીથી શુભારંભ થયો હતો. ત્યારબાદ ગુજરાત, ત્રિપુરા, ઝારખંડ, રાજસ્થાન,મહારાષ્‍ટ્ર વગેરે રાજ્યના કલાવૃંદોએ તેમની કલાના દર્શન કરાવ્યાં હતા, જે મોટી સંખ્યામાં લોકોએ અહીં હાજરી આપીને આ કાર્યક્રમને રસપૂર્વક નિહાળ્યો હતો.


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •