મનસુખ વસાવા ભરૂચ સાંસદ કેમ વિફર્યા અધિકારી પર

SHARE WITH LOVE
 • 442
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  442
  Shares

રાજપીપળા ખાતે 3 માળની 7.61 કરોડ ના ખર્ચે સરકારી કન્યા છાત્રાલય બની રહયું છે જેના થી ઘણી બાળાઓના ઉજવળ ભવિષ્ય માં મદદ થશે. આ સરકારી કન્યા છાત્રાલય અહીના અહીના આદિવાસી અને જીલ્લા ના  લોકો ની બાળા માટે ખુબ અગત્ય નું પગલું છે. અને આના માટે સંસદ શ્રી મનસુખ વસાવા એ ઘણી મહેનત કરી છે અને આ કાર્ય ને ગતિમાન કર્યું છે.ત્યારે અધિકારીયો અને કોન્ટ્રાક્ટર ની બેદરકારી જણાતા સંસદ વિફર્યા હતા. આખી વાત આ પ્રમાણે છે …

કયાં છે તમારા અધિકારી, અમે શું અહીં ઘાસ કાપવા આવ્યાં છીએ?
ભૂમિપૂજનમાં અધિકારી હાજર ન હોવાથી સાંસદ વિફર્યા

રાજપીપળામાં કન્યા છાત્રાલયના ભૂમિપૂજનમાં માર્ગ અને મકાન વિભાગના અધિકારી ગેરહાજર હોવાથી સાંસદ મનસુખ વસાવાએ ઉઘડો લીધો હતો.

રાજપીપળા ખાતે કન્યા છાત્રાલયના કાર્યક્રમમાં કોન્ટ્રાકટરના પ્રતિનિધિનો પણ ઉઘડો લીધો : હોસ્ટેલ બરાબર ન બન્યું તો લાત મારીને તગેડી મુકીશ

રાજપીપલમાં કન્યા છાત્રાલયના ખાતહૂર્તના કાર્યક્રમમાં માર્ગ અને મકાન વિભાગના અધિકારી હાજર નહિ હોવાથી સાંસદ મનસુખ વસાવા વિફર્યા હતાં. તેમણે જાહેરમાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોનો ઉધડો લીધો હતો. અને જણાવ્યું હતું કે, કયાં છે તમારા અધિકારી, શું અમે અહીં ઘાસ કાપવા માટે આવ્યાં છીએ. આદિવાસી કન્યાઓનું છાત્રાલય બને છે, જો ગુણવત્તા વાળું કામ ના થયું તો તમારી ખેર નથી તેવી ચીમકી આપી હતી.

રાજપીપલા ટેકરફળિયા વિસ્તારમાં જૂની લેપ્રસી હોસ્પિટલ ની બાજુમાં 3 માળની 7.44 કરોડ ના ખર્ચે સરકારી કન્યા છાત્રાલય બની રહયું છે. 1981થી ભાડાના મકાનમાં કન્યા છાત્રાલય હતું તે હવે ૩ માળના અદ્યતન સુવિધા સાથેનું સરકારી મકાન તૈયાર થશે. કાર્યક્રમમાં મુખ્ય એજન્સીના કન્ટ્રાકટર અને માર્ગ અને મકાન વિભાગના આધિકારીઓની ગેરહાજરી જોઈ સાંસદ મનસુખ વસાવા વિફર્યા હતાં. તેમણે સ્ટેજ પરથી બૂમ પાડી ને પૂછ્યું કે આર.એન્ડ.બીના અધિકારી અને, મુખ્ય એજન્સી વાળા ક્યાં છે એમ કહી કોઈ હાજર ના હોવાથી પેટા કોન્ટ્રાક્ટર અને નાયબ આધિકારી ઉભા થયા જેમનો જાહેરમાં ઉધડો લઇ પાડ્યો હતો. સાંસદે કહ્યું કે અમે બધા હાજર છે અને તેમને વળી શું કામ આવ્યું, અમે અહીંયા ઘાસ કાપવા આવ્યા છે. જો ગુણવત્તા વાળું કામ ના થયું તો લાત મારી તગેડી મુકીશ કહેતા સૌ સ્તબ્ધ થઇ ગયા હતા.

source: 21/02/2019 divybhaskar


SHARE WITH LOVE
 • 442
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  442
  Shares

Leave a Reply

Your email address will not be published.