મનસુખ વસાવા: આદિવાસી બધાજ પક્ષ ના નેતાઓ અને લોકોએ સમાજ માટે બોલવું પડશે.

SHARE WITH LOVE
 • 6.9K
 •  
 •  
 •  
 •  
 •   
 •  
 •  
  6.9K
  Shares

મનસુખભાઈ ડી વસાવા ભરૂચ સાંસદ : ઢોલનગારા વગાડી ને કહું છું “આદિવાસી એ જાગવું પડશે.”

“જે લોકો આદિવાસી નથી તેવા લોકો આદિવાસીના ખોટા પ્રમાણ પત્ર લઇ આદિવાસીના અધિકારો મેળવવા નીકળી પડ્યા છે.”

લોકો આદિવાસી ના ખોટા પ્રમાણ પત્રો લઇ ચુંટણી લઢી ને નોકરી મેળવવી રહ્યા છે અરે ધારા સભ્ય સુધી બની રહ્યા છે, અને આદિવાસીના હક અને અધિકાર છીનવી રહ્યા છે.

my adivasi – Myadivasi.com

Like Us:

આદિવાસી ના ખાણ અને ખનીજ ના અધિકારો છીનવાય રહ્યા છે, બીજા લોકો આ લાભો આદિવાસીના ભોગે ભોગવી રહ્યા છે. આદિવાસી ની મોટી મોટી વાતો કરનારા આજે મોંન છે. કેમ આ લોકો મોંન છે?

છોટુભાઈ ને યાદ કરતા એમને પૂછ્યું કે ” વિધાન સભામાં આપે બોલવું જોઈએ”

આ બાબતો પર આદિવાસી સીટ પર (રીઝાર્વેસન પર) જીતનારા દરેક પક્ષ પછી એ ભાજપ, કોન્ગ્રેસ કે બીટીપી હોય બધાજ લોકોએ, બધા સભ્ય, સરપંચ, તાલુકા પ્રમુખ, જીલ્લા પ્રમુખ, ધારા સભ્ય, સાંસદ સભ્ય બધાયેજ  બોલવું પડશે. આદિવાસી લોકોને પોતાના હક અપાવવા પડે. સંગઠિત થવું પડશે.

રીઝર્વેસન સીટ પર થી ચુટાનાર લોકો આદિવાસી લોકોના હક માટે બોલતા નથી. આ લોકો રીઝર્વેસન પર જીતે છે અને બધા અધિકારો ભોગવે છે, પણ સમાજ માટે બોલવું જોવે પણ બોલતા નથી અને રજુઆતો કરતા નથી.

રીઝર્વેસન સીટ પર થી ચુટાનાર બધાજ લોકો આદિવાસી લોકોના હક માટે બોલવું પડશે. એ બધાની સમાજ માટેની ફરજ છે

આદિવાસી ને મળતા લાભો ભોગવાવા આજે ગેર આદિવાસી સમાજ ખોટા પ્રમાણ પત્રો લઇ નીકળી પડ્યા છે. આખા ગુજરાત અને આખા દેસ માં આજે આવું ચાલી રહ્યું છે.

એમના આ પ્રવચનમાં મનસુખ વસાવા એ આદિવાસી સમાજ ના હિત માટે બોલી રહેલ અને પારલામેન્ટ અને વિધાન સભા માં રજૂઆત કરનારા એવા મનસુખ વસાવા, પી.ડી.વસવા, ગણપત વસવા, નરેન્દ્ર મોદી જી, અમિત શાહ જી તેમજ આદિવાસી સમાજ માટે બોલનારા દરેક ને બિરદાવ્યા હતા.

તેમજ જે આગેવાનો ચુપ છે તેમને સમાજ ના હિત માટે, આદિવાસી ના હક ન છીનવાય જાય તે માટે બોલવું પડશે. તેબદલ આહવાહન કર્યું છે…

my adivasi – Myadivasi.com

Like Us:


SHARE WITH LOVE
 • 6.9K
 •  
 •  
 •  
 •  
 •   
 •  
 •  
  6.9K
  Shares