ભરૂચના BJP ના સાંસદ મનસુખ વસાવા દારુ બાબતે શું..! સાચું બોલી ગયા?

SHARE WITH LOVE
 • 9
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  9
  Shares

ગુજરાતમાં દારુબંધીના કાયદાનું ચૂસ્તપણે અમલ કરવામાં આવે છે, તેવી વાત સરકાર દ્વારા કરવામાં આવી રહી છે અને બીજી તરફ દારુના દુષણને ડામવા માટે પોલીસ દ્વારા અલગ-અલગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવે છે, ત્યારે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ દારુબંધીને લઇને નિવેદન આપ્યું છે. તેમને પોતાના નિવેદનમાં ગુજરાતમાં દારુ વેંચાતો હોવાનો આડકતરો સ્વીકાર કર્યો હતો. રાજપીપળામાં પ્લાસ્ટિક મુક્ત ભારતના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ કાર્યક્રમમાં તેમને દારુને લઇને નિવેદન આપ્યું હતું.

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, જ્યારથી રાજનીતિમાં આવ્યો છું ત્યારથી મારા દરેક કાર્યક્રમમાં હું દારુબંધી પર હું ભાર મૂકું છું. દારુ નહીં પણ કોઈ વ્યશનો નહીં કરવા જોઈએ પાન, પડીકી, ગુટખા અને કેમિકલવાળો દારુ, ઈંગ્લીશ દારુ તો હોતો જ નહીં એ કેમિકલવાળો દારુ હોય છે. છતાં પણ મારે ગુજરાત સરકારને અભીનંદન આપવા પડે છે કે, જ્યાં પણ આવી ગેરકાદેસર પ્રવૃત્તિ ચાલે છે તે પકડે છે અને ત્યા રેડ કરે છે. પોલીસ ખૂબ સુંદર કામ કરે છે. આવનારા દિવસોના અમને ક્યાય પણ આવું લાગશ તો અમે ધ્યાન દોરીશું. ગુજરાતના ગૃહમંત્રી આ બાબતે ખૂબ ચિંતિત છે. પ્રજાએ પણ આ કાર્યમાં જોડાવું પડશે સરકાર તો સરકારની રીતના આગળ વધી રહી છે.

ગુજરાતમાં દારુ મળવાના સવાલ પર સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, દુનિયાને બધાને ખબર જ છે. હું કહું કે ન કહું અને ન કહું તો હું જુઠો સાબિત થવાનો છું તમે જાણો છો.

Source:


SHARE WITH LOVE
 • 9
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  9
  Shares