સાંસદ શ્રી મનસુખભાઈ ડી વસાવા : શ્રી નરેન્દ્ર મોદી સાહેબની ” મન કી બાત ” કાર્યક્રમ તેમજ સદયસ્તા અભિયાન માં ઉપસ્થિત

SHARE WITH LOVE
 • 6
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  6
  Shares

તા: ૨૮/૦૭/૨૦૧૯ નાં રોજ ઉમલ્લા, દુ. વાઘપુરા શકિત કેન્દ્ર ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની ” મન કી બાત ” નો કાર્યક્રમ નિહાળ્યો જેમાં મોટી સંખ્યા માં કાર્યકર્તાઓ હાજર રહ્યા ભરૂચ ના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા અને સાથે સદયસ્તા અભિયાન અંતર્ગત ગામ લોકોને વિકાસની વિચારધારા સાથે જોડી સદસ્યની નોધણી કરી.

તા: ૨૮-૦૭-૨૦૧૯ ના રો ઉમલ્લા ગામે ભાજપ દ્વારા ઓનલાઈન ફોર્મ ભરી સદસ્યતા નોંધણી માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો

ભારતીય જનતા પાર્ટી દ્વારા હાલ સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે આ વખતે ભાજપે ટેકનોલોજીનો ઉપયોગ કરી ઓનલાઇન સદસ્યતા નોંધણી માટે અભ્યાન હાથ ધરતા ભરૂચ અને નર્મદા જીલ્લા ના અંતરિયાળ ગામોસુધી  ભાજપ દ્વારા સદસ્યતા નોંધણી માટે નો કાર્યક્રમ યોજાયો હતો ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાન માં ભરૂચ જીલ્લા સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા, ઝગડિયા તાલુકા પ્રમુખ શ્રી નરેન્દ્ર વસાવા તેમજ શ્રી રશ્મીકાંત પંડયા આ કાર્યક્રમમાં જોડાયા હતા.  

તા: 27-07-2019 નર્મદા જિલ્લાના દેડિયાપાડા નાં ઈનરેકા સંસ્થા ખાતે સાગબારા અને દેડિયાપાડા તાલુકાના ભારતીય જનતા પાર્ટી ની સબકા સાથ સબકા વિકાસ ની વિચારધારા અંગે સંવાદ કર્યો અને સદયસ્તા અભિયાન અંતર્ગત ગામ લોકોને વિકાસની વિચારધારા સાથે જોડી સદસ્યની નોધણી કરી સાથે વૃક્ષા રોપણનો કાર્યકમ કરવા માટે માર્ગદર્શન ભરૂચ જીલ્લા સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા એ આપ્યું.

૫ જાન્યુઆરી ૨૦૧૮ નાં રોજ ભારતના માનનીય પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરવામાં આવેલ આકાં‌ક્ષી જિલ્લાઓ માં ૨૮ રાજ્યો નાં કુલ ૧૧૨ જિલ્લાની પંસદગી કરેલ છે , જેમાં ગુજરાતના દાહોદ અને નર્મદા જિલ્લાનૌ સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાં મુખ્યત્વે સામાજિક , આર્થિક સક્ષમ બનાવવા માટે આરોગ્ય , પોષણ , શિક્ષા અને માળખગત સુવિધાઓમાં રોડ , રસ્તા , પાણી વિશે ધ્યાન આપવામાં આવશે. આકાંક્ષી જિલ્લા કાર્યક્રમને સફળ બનાવવા માટે ટીમ ઇન્ડિયા નાં માર્ગ દર્શન માં રાજ્ય સરકાર અને જે તે જિલ્લાની ટીમ કાર્યરત રેહશે.
✓જેના ભાગરૂપે આકાં‌શી જિલ્લાના કાર્યક્રમને સફળ બનાવવા આજ રોજ નર્મદા જિલ્લાના દેડિયાપાડા નાં ઈનરેકા ખાતે સાગબારા અને દેડિયાપાડા તાલુકાનાં સરપંચો , તાલુકા – જિલ્લાના પંચાયત નાં સભ્યો પાર્ટીના વરિષ્ઠ આગેવાનોની બેઠક મારા અધ્યક્ષ સ્થાને મળી.જેમાં માજી ધારાસભ્ય મોતીભાઈ વસાવા , જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ દેસાઈ , મહામંત્રી મંજીભાઈ વસાવા , ભરૂચ દૂધધારા ડેરી નાં ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ અને જિલ્લા સંગઠન પર્વના ઇન્ચાર્જ શંકરભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા.


SHARE WITH LOVE
 • 6
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  6
  Shares

Leave a Reply

Your email address will not be published.