નેત્રંગ ખાતે ભારતીય જનતા પાર્ટી-ઝધડીયા વિધાનસભાનુ “આદિવાસી વિજય વિશ્ર્વાસ સંમેલન”

SHARE WITH LOVE
 • 14
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  14
  Shares

આજરોજ નેત્રંગ ખાતે ભારતીય જનતા પાર્ટી-ઝધડીયા વિધાનસભાનુ “આદિવાસી વિજય વિશ્ર્વાસ સંમેલન” યોજાયુ જેમાં

પ્રદેશ મહામંત્રી માનનીય ભરતસિંહ પરમાર, જીલ્લા ભાજપા પ્રમુખ યોગેશભાઈ પટેલ, જીલ્લા મહામંત્રી ધર્મેશભાઈ ભટ્ટ અને ધર્મેશ ભાઈ મિસ્ત્રી , પૂર્વ ધારાસભ્ય મોતીભાઈ વસાવા, પૂર્વ ધારાસભ્ય કુંવરજી હળપતિ, ઉપપ્રમુખ જનકભાઈ શાહ ,દુધધારા ડેરી અને નર્મદા ધારીખેડા સુગરના ચેરમેન ધનશ્યામ ભાઈ પટેલ ઝઘડિયા વિધાનસભાના તમામ મંડળના પ્રમુખ,મહામંત્રી,હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તા સાથે ઉપસ્થિતઅને ઘણા બધા મહાનુ ભાવો ઉપસ્થિત રહ્યા હતા

મનસુખભાઈ વસાવા એ ભાષણમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં શાંતિ જાળવવા માટે ભારતીય જનતા પાર્ટી નું ઘણું મોટું યોગદાન છે. શાંતિ અને કાયદો ગુજરાતમાં સચવાય છે તે માટે ભારતીય જનતા પાર્ટીની જ દેન છે.

ગામડાની અંદરના આંતરિક રસ્તાઓ, પેવર બ્લોક, પાણીની વ્યવસ્થા, ટ્યુબવેલ, પાણીના પ્રશ્નોને ભાજપા સરકાર દ્વારા દૂર કરવામાં આવ્યા છે.

કન્યા કેળવણીના અને મહિલાઓના વિકાસ માટે શ્રી નરેન્દ્ર મોદીજી ના આગેવાની હેઠળ ઘણા કર્યો ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવેલ છે

સ્થાનિક નેત્રંગ તાલુકા ઝઘડીયા તાલુકા અને વાલિયા તાલુકા આ ત્રણ તાલુકામાં વિકાસના કામો થયા નથી એના પાછળનું કારણ સ્થાનિક રાજકારણ છે એવું મનસુખભાઈ વસાવા દ્વારા જણાવવામાં આવ્યું હતું સાથે સાથે વધુમાં તેમણે જણાવ્યું હતું કે ભાજપા સરકાર દ્વારા ઘણી ગ્રાન્ટો એટીવીટી, ગુજરાત પેટર્ન માં કરોડો રૂપિયાની ફાળવવામાં આવે છે પરંતુ આ ત્રણ તાલુકામાં ક્યાંય વિકાસ દેખાતો નથી. આ ત્રણ તાલુકામાં શિક્ષણનું સ્તર નીચું છે કોઈ એન્જિનિયર ડોક્ટર છે નથી અને છે તો એ ગણ્યાગાંઠ્યા છે.

આ તાલુકામાં ઉદ્યોગોમાં મજૂરો પાસેથી ટકાવારી કોણ લે છે ? એ બધાને ખબર છે. બિચારા મજૂરો ને પણ છોડતા નથી. એવું સાંસદ શ્રી  દ્વારા જણાવવામાં આવ્યું હતું.

કોંગ્રેસ અને બીટીપી ઉપર આકરા પ્રહારો કરતા એમને કીધું હતું કે યુવાનોને ઉશ્કેરવાની જગ્યાએ તેમને યોગ્ય માર્ગદર્શન આપો.

Video


SHARE WITH LOVE
 • 14
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  14
  Shares

Leave a Reply

Your email address will not be published.